Home /News /career /

UPSC CDS Recruitment: ડિફેન્સમાં 341 જગ્યાઓ માટે ભરતી, અહીંથી સીધા કરો અરજી

UPSC CDS Recruitment: ડિફેન્સમાં 341 જગ્યાઓ માટે ભરતી, અહીંથી સીધા કરો અરજી

UPSC CDS 2022 Recruitment : યુપીએસસી સીડીએસ 2022 દ્વારા ડિફેન્સમાં પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારો માટે અરજી કરવાની સીધી લિંક

UPSC CDS 2022 : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ upsconline.nic.in પર સંયુક્ત સંરક્ષણ સેવાઓ પરીક્ષા-1 2022 (CDS 1 Exam 2022)માં બેસવા માંગતા ઉમેદવારો માટે ઑનલાઇન દ્વારા અરજી (Job Notification) પ્રક્રિયા શરૂ કરી છે.

    UPSC CDS Recruitment : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ upsconline.nic.in પર સંયુક્ત સંરક્ષણ સેવાઓ પરીક્ષા-1 2022 (CDS 1 Exam 2022)માં બેસવા માંગતા ઉમેદવારો માટે ઑનલાઇન દ્વારા અરજી (Job Notification) પ્રક્રિયા શરૂ કરી છે. UPSC CDS 1 2022 એપ્લિકેશન સબમિટ (UPSC CDS Apply Online) કરવાની છેલ્લી તારીખ 11 જાન્યુઆરી, 2022 છે. ઈન્ડિયન મિલિટરી એકેડમી (IMA) દેહરાદૂન, ઈન્ડિયન નેવલ એકેડેમી (INA), એઝિમલ, એરફોર્સ એકેડેમી હૈદરાબાદ, ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી ચેન્નાઈ (મદ્રાસ) અને ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી, ચેન્નાઈમાં 31મી SSC મહિલાઓ માટે કુલ 341 જગ્યાઓ ખાલી છે. ઉમેદવારો UPSC ઓનલાઈન વેબસાઈટ પર 11 જાન્યુઆરી 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે અને 10 એપ્રિલ 2022 (રવિવાર) ના રોજ નિર્ધારિત લેખિત પરીક્ષા(Written Exam) માટે હાજર રહેવાનું રહેશે.

    કઇ રીતે યોજાશે પરીક્ષા?

    આ પરીક્ષા દેશભરના વિવિધ કેન્દ્રો પર લેવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારોને પરીક્ષાની શરૂઆતના ત્રણ અઠવાડિયા પહેલા ઈ-એડમિટ કાર્ડ જારી કરવામાં આવશે. ક્વોલિફાય થનાર ઉમેદવારોને સેવા પસંદગી બોર્ડ (SSB) ખાતે ઇન્ટેલિજન્સ અને પર્સનાલિટી ટેસ્ટ માટે બોલાવવામાં આવશે.

    જે ઉમેદવારો લેખિત પરીક્ષા પાસ કરે છે અને સૈન્ય (IMA/OTA) તરીકે પ્રથમ પસંદગી આપે છે તેઓએ SSB ઇન્ટરવ્યૂ માટે માહિતી મેળવવા માટે રિક્રુટિંગ ડિરેક્ટોરેટની વેબસાઇટ www.joinindianarmy.nic.in પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.

    શૈક્ષણિક લાયકાત

    *I.M.A માટે અને ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી - ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.

    *ઇન્ડિયન નેવલ એકેડેમી - ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સંબંધિત ફિલ્ડમાં ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.

    * એર ફોર્સ એકેડેમી - ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીની ડિગ્રી (10+2 લેવલ ફિઝીક્સ અને ગણિત સાથે) અથવા એન્જિનિયરિંગની બેચલર ડીગ્રી હોવી જોઈએ.

    * આર્મી/નેવી/એર ફોર્સ તરીકે પ્રથમ પસંદગી ધરાવતા સ્નાતક ઉમેદવારોએ SSB ખાતે SSB ઇન્ટરવ્યુની શરૂઆતની તારીખે ગ્રેજ્યુએશન/પ્રોવિઝનલ પ્રમાણપત્રોનો પુરાવો સબમિટ કરવાનો છે.

    આ પણ વાંચો : આ પણ વાંચો : Banking Jobs: દેશભરની બેંકોમાં ખાલી છે હજારો પોસ્ટ, અહીંયાથી જાણો કઈ બેંકમાં કેટલી છે જગ્યા

    * જે ઉમેદવારો ફાઇનલ યર/સેમેસ્ટર ડિગ્રી કોર્સમાં અભ્યાસ કરી રહ્યા છે અને હજુ ફાઇનલ યરની ડિગ્રી પરીક્ષા પાસ કરવાની બાકી છે તેઓ પણ અરજી કરી શકે છે, જો કે ઉમેદવાર પાસે છેલ્લા સત્ર/વર્ષ સુધીનો કોઈ બેકલોગ ન હોવો જોઈએ પરિણામ અરજી સબમિશનના સમય સુધી જાહેર કરવામાં આવ્યું હોવું જોઇએ.

    પરીક્ષા પેટર્ન

    * ઈન્ડિયન મિલિટરી એકેડમી, ઈન્ડિયન નેવલ એકેડેમી અને એરફોર્સ એકેડેમીમાં પ્રવેશ માટે

    અંગ્રેજી, GK અને પ્રાથમિક ગણિત પર MCQ હશે. દરેક વિષય 100 ગુણનો હશે અને દરેક વિષય માટે 2 કલાકનો સમય આપવામાં આવશે. પ્રાથમિક ગણિતના પ્રશ્નપત્રોનું લેવલ મેટ્રિક કક્ષાનું અને અન્ય વિષયો ભારતીય યુનિવર્સિટીના ગ્રેજ્યુએશન કક્ષાના રહેશે.

    ભરતીની ટૂંકી વિગતો































    જગ્યા341
    શૈક્ષણિક લાયકાત

    I.M.A માટે અને ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી - ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.

    *ઇન્ડિયન નેવલ એકેડેમી - ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સંબંધિત ફિલ્ડમાં ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.

    * એર ફોર્સ એકેડેમી - ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીની ડિગ્રી (10+2 લેવલ ફિઝીક્સ અને ગણિત સાથે) અથવા એન્જિનિયરિંગની બેચલર ડીગ્રી હોવી જોઈએ.

    * આર્મી/નેવી/એર ફોર્સ તરીકે પ્રથમ પસંદગી ધરાવતા સ્નાતક ઉમેદવારોએ SSB ખાતે SSB ઇન્ટરવ્યુની શરૂઆતની તારીખે ગ્રેજ્યુએશન/પ્રોવિઝનલ પ્રમાણપત્રોનો પુરાવો સબમિટ કરવાનો છે.
    પસંદગી પ્રક્રિયાટેસ્ટ અને શારીરિક ક્ષમતા દ્વારા
    અરજી ફીઆ પદો માટે અરજી કરવા માટે અરજી ફી રૂ. 200 રાખવામાં આવી છે. જોકે, SC/ST અને મહિલા ઉમેદવારો માટે કોઇ અરજી ફી રહેશે નહીં.
    અરજી કરવાની અંતિમ તારીખ11-1-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    *ઓફિસર ટ્રેનિંગ એકેડેમીમાં પ્રવેશ માટે

    ફક્ત અંગ્રેજી અને જનરલ નોલેજના જ પ્રશ્નો હશે. બંને વિષયો 100 માર્ક્સના હશે અને દરેક વિષય માટે 2 કલાકનો સમય આપવામાં આવશે.

    UPSC CDS એડમીટ કાર્ડ 2022

    UPSCની સત્તાવાર વેબસાઇટ પર માર્ચના બીજા સપ્તાહ અથવા ત્રીજા સપ્તાહમાં એડમીટ કાર્ડ મળી શકે છે.

    કઇ રીતે કરવી અરજી?

    ઇચ્છુક ઉમેદવાર upsc.gov.in પર જઇને 22 ડિસેમ્બર, 2021થી 11 જાન્યુઆરી, 2022 સુધીમાં અરજી કરી શકે છે.

    આ પણ વાંચો :

    આ પણ વાંચો : ESIC Recruitment: ઈન્શ્યોરન્સ મેડિકલ ઓફિસરની ભરતી, 1,77,500 રૂ. સુધી મળશે પગાર

    અરજી ફી

    આ પદો માટે અરજી કરવા માટે અરજી ફી રૂ. 200 રાખવામાં આવી છે. જોકે, SC/ST અને મહિલા ઉમેદવારો માટે કોઇ અરજી ફી રહેશે નહીં.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Army Bharti, Careers, Navy Recruitment 2021, Sarkari Naukri

    આગામી સમાચાર