UPSC CDS Recruitment 2022: ડિફેન્સમાં 341 જગ્યાઓ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તક
UPSC CDS Recruitment 2022: ડિફેન્સમાં 341 જગ્યાઓ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તક
UPSC CDS Recruitment 2022 : કમ્બાઇન્ડ ડિફેન્સ સર્સિસની ભરતી અજી કરવાની અંતિમ તક છે. ફટાફટ કરો અરજી
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ upsconline.nic.in પર સંયુક્ત સંરક્ષણ સેવાઓ પરીક્ષામાં અરજી કરવા માંગતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા સીધા અરજી કરી શકશે.
UPSC CDS Recruitment Last Date of Online application : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ upsconline.nic.in પર સંયુક્ત સંરક્ષણ સેવાઓ પરીક્ષા-1 2022 (CDS 1 Exam 2022)માં બેસવા માંગતા ઉમેદવારો માટે ઑનલાઇન દ્વારા અરજી (Job Notification) પ્રક્રિયા શરૂ કરી છે. UPSC CDS 1 2022 એપ્લિકેશન સબમિટ (UPSC CDS Apply Online) કરવાની છેલ્લી તારીખ 11 જાન્યુઆરી, 2022 છે. આમ આ ક્ષેત્રમાં જોડાવા માંગતા યુવાનો માટે આજે ઓનલાઇન એપ્લિકેશન કરવાની અંતિમ તારીખ છે. અહીંયા આપવાાં આવેલી ઓનલાઇન એપ્લિકેશનની લિંક દ્વારા ઉમેદવારો અરજી કરાવી શકશે,
ઈન્ડિયન મિલિટરી એકેડમી (IMA) દેહરાદૂન, ઈન્ડિયન નેવલ એકેડેમી (INA), એઝિમલ, એરફોર્સ એકેડેમી હૈદરાબાદ, ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી ચેન્નાઈ (મદ્રાસ) અને ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી, ચેન્નાઈમાં 31મી SSC મહિલાઓ માટે કુલ 341 જગ્યાઓ ખાલી છે. ઉમેદવારો UPSC ઓનલાઈન વેબસાઈટ પર 11 જાન્યુઆરી 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે અને 10 એપ્રિલ 2022 (રવિવાર) ના રોજ નિર્ધારિત લેખિત પરીક્ષા(Written Exam) માટે હાજર રહેવાનું રહેશે.
UPSC CDS 2022 કઇ રીતે યોજાશે પરીક્ષા?
આ પરીક્ષા દેશભરના વિવિધ કેન્દ્રો પર લેવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારોને પરીક્ષાની શરૂઆતના ત્રણ અઠવાડિયા પહેલા ઈ-એડમિટ કાર્ડ જારી કરવામાં આવશે. ક્વોલિફાય થનાર ઉમેદવારોને સેવા પસંદગી બોર્ડ (SSB) ખાતે ઇન્ટેલિજન્સ અને પર્સનાલિટી ટેસ્ટ માટે બોલાવવામાં આવશે.
જે ઉમેદવારો લેખિત પરીક્ષા પાસ કરે છે અને સૈન્ય (IMA/OTA) તરીકે પ્રથમ પસંદગી આપે છે તેઓએ SSB ઇન્ટરવ્યૂ માટે માહિતી મેળવવા માટે રિક્રુટિંગ ડિરેક્ટોરેટની વેબસાઇટ www.joinindianarmy.nic.in પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
UPSC CDS 2022 શૈક્ષણિક લાયકાત
*I.M.A માટે અને ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી - ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
*ઇન્ડિયન નેવલ એકેડેમી - ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સંબંધિત ફિલ્ડમાં ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
* એર ફોર્સ એકેડેમી - ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીની ડિગ્રી (10+2 લેવલ ફિઝીક્સ અને ગણિત સાથે) અથવા એન્જિનિયરિંગની બેચલર ડીગ્રી હોવી જોઈએ.
* આર્મી/નેવી/એર ફોર્સ તરીકે પ્રથમ પસંદગી ધરાવતા સ્નાતક ઉમેદવારોએ SSB ખાતે SSB ઇન્ટરવ્યુની શરૂઆતની તારીખે ગ્રેજ્યુએશન/પ્રોવિઝનલ પ્રમાણપત્રોનો પુરાવો સબમિટ કરવાનો છે.
* જે ઉમેદવારો ફાઇનલ યર/સેમેસ્ટર ડિગ્રી કોર્સમાં અભ્યાસ કરી રહ્યા છે અને હજુ ફાઇનલ યરની ડિગ્રી પરીક્ષા પાસ કરવાની બાકી છે તેઓ પણ અરજી કરી શકે છે, જો કે ઉમેદવાર પાસે છેલ્લા સત્ર/વર્ષ સુધીનો કોઈ બેકલોગ ન હોવો જોઈએ પરિણામ અરજી સબમિશનના સમય સુધી જાહેર કરવામાં આવ્યું હોવું જોઇએ.
UPSC CDS 2022 પરીક્ષા પેટર્ન
* ઈન્ડિયન મિલિટરી એકેડમી, ઈન્ડિયન નેવલ એકેડેમી અને એરફોર્સ એકેડેમીમાં પ્રવેશ માટે
અંગ્રેજી, GK અને પ્રાથમિક ગણિત પર MCQ હશે. દરેક વિષય 100 ગુણનો હશે અને દરેક વિષય માટે 2 કલાકનો સમય આપવામાં આવશે. પ્રાથમિક ગણિતના પ્રશ્નપત્રોનું લેવલ મેટ્રિક કક્ષાનું અને અન્ય વિષયો ભારતીય યુનિવર્સિટીના ગ્રેજ્યુએશન કક્ષાના રહેશે.
ભરતીની ટૂંકી વિગતો
જગ્યા
341
શૈક્ષણિક લાયકાત
I.M.A માટે અને ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી - ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
*ઇન્ડિયન નેવલ એકેડેમી - ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સંબંધિત ફિલ્ડમાં ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
* એર ફોર્સ એકેડેમી - ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીની ડિગ્રી (10+2 લેવલ ફિઝીક્સ અને ગણિત સાથે) અથવા એન્જિનિયરિંગની બેચલર ડીગ્રી હોવી જોઈએ.
* આર્મી/નેવી/એર ફોર્સ તરીકે પ્રથમ પસંદગી ધરાવતા સ્નાતક ઉમેદવારોએ SSB ખાતે SSB ઇન્ટરવ્યુની શરૂઆતની તારીખે ગ્રેજ્યુએશન/પ્રોવિઝનલ પ્રમાણપત્રોનો પુરાવો સબમિટ કરવાનો છે.
પસંદગી પ્રક્રિયા
ટેસ્ટ અને શારીરિક ક્ષમતા દ્વારા
અરજી ફી
આ પદો માટે અરજી કરવા માટે અરજી ફી રૂ. 200 રાખવામાં આવી છે. જોકે, SC/ST અને મહિલા ઉમેદવારો માટે કોઇ અરજી ફી રહેશે નહીં.