Home /News /career /

UPSC Recruitment 2022: આસિસ્ટન્ટ ડાયરેક્ટર સહિત 50 પદો પર નીકળી ભરતી, અહાં જાણો વિગતો

UPSC Recruitment 2022: આસિસ્ટન્ટ ડાયરેક્ટર સહિત 50 પદો પર નીકળી ભરતી, અહાં જાણો વિગતો

યુપીએસસીમાં ભરતી

UPSC Assistant Director Recruitment 2022 : યુપીએસસી ભરતી 2022 (UPSC Recruitment 2022) અંતર્ગત વિવિધ પોસ્ટ પર ભરતી કરવા માટે સૂચના બહાર પાડવામાં આવી છે. આસિસ્ટન્ટ ડાયરેક્ટર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને અન્ય 50 જગ્યાઓ પર ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (Union Public Service Commission), યુપીએસસી ભરતી 2022 (UPSC Recruitment 2022) અંતર્ગત વિવિધ પોસ્ટ પર ભરતી કરવા માટે સૂચના બહાર પાડવામાં આવી છે. આસિસ્ટન્ટ ડાયરેક્ટર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને અન્ય 50 જગ્યાઓ પર ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ - upsc.gov.in પર વધુ વિગતો મેળવી શકે છે.

    ખાલી પડેલા 50 પદો પર ઉમેદવારો 2 જૂન, 2022 સુધી અરજી કરી શકે છે. ઉમેદવારોએ નોંધ લેવી આ ભરતી વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓ પર કરવામાં આવી રહી છે, જેની વિગતો આ આર્ટિકલમાં શેર કરવામાં આવી છે. ઉમેદવારોએ નોંધ લેવી કે એપ્લિકેશન પ્રિન્ટ કરવાની અંતિમ તારીખ 3 જૂન, 2022 છે.

    UPSC દ્વારા આ ભરતી માટે ઉમેદવારો ખાલી જગ્યાઓ, વિભાગો, પગલાંઓ અને અરજી કરતા પહેલા ઓફિશિયલ નોટિફિકેશન ચકાસી શકે છે.

    UPSC Recruitment 2022: ખાલી પદો વિશે વિગત



























    પોસ્ટજગ્યા
    ડ્રગ ઇન્સ્પેક્ટર1
    આસિસ્ટન્ટ ડાયરેક્ટર (બેંકિંગ)9
    હિન્દીમાં માસ્ટર1
    આસિસ્ટન્ટ ડાયરેક્ટર (કોસ્ટ)1
    આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર જનરલ1

    UPSC Recruitment 2022: ખાલી પદો વિશે વિગત































    પોસ્ટજગ્યાઓ
     વૈજ્ઞાનિક બી (રસાયણશાસ્ત્ર)1
    જુનિયર સાઈન્ટિફિક ઓફિસર1
    જુનિયર સાયન્ટિફિક ઓફિસર (એક્સપ્લોઝિવ)1
    જુનિયર સાયન્ટિફિક ઓફિસર (ટોક્સિકોલોજી)1
    વરિષ્ઠ લેક્ચરર (પ્રસૂતિશાસ્ત્ર અને સ્ત્રીરોગવિજ્ઞાન)1
    આસિસ્ટન્ટ પ્રોફેસર (લો)8

    કઈ જગ્યાએ કઈ પોસ્ટ?

    ડ્રગ ઇન્સ્પેક્ટર- મિનિસ્ટ્રી ઓફ આયુષ

    આસિસ્ટન્ટ ડાયરેક્ટર (બેંકિંગ- સીરીયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ (SFIO)- કોર્પોરેટ અફેર્સ મંત્રાલય

    હિન્દીમાં માસ્ટર- રાષ્ટ્રીય ભારતીય મિલિટરી કોલેજ, દેહરાદૂન, સંરક્ષણ મંત્રાલય

    આસિસ્ટન્ટ ડાયરેક્ટર (કોસ્ટ)- ચીફ ઓડવાઈઝર કોસ્ટ, ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચર, મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સ

    આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર જનરલ- રજિસ્ટ્રાર જનરલ, ભારત, ગૃહ મંત્રાલય

    વૈજ્ઞાનિક બી રસાયણશાસ્ત્ર- સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, ફોરેન્સિક સાયન્સ સર્વિસીસ ડિરેક્ટોરેટ

    જુનિયર સાઈન્ટિફિક ઓફિસર- સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, ફોરેન્સિક સાયન્સ સર્વિસીસ ડિરેક્ટોરેટ, ગૃહ મંત્રાલય

    જુનિયર સાયન્ટિફિક ઓફિસર (એક્સપ્લોઝિવ)- સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, ફોરેન્સિક સાયન્સ સર્વિસીસ ડિરેક્ટોરેટ, ગૃહ મંત્રાલય

    જુનિયર સાયન્ટિફિક ઓફિસર (ટોક્સિકોલોજી)- સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, ફોરેન્સિક સાયન્સ સર્વિસીસ ડિરેક્ટોરેટ, ગૃહ મંત્રાલય

    સિનિયર લેક્ચરર (પ્રસૂતિશાસ્ત્ર અને સ્ત્રીરોગવિજ્ઞાન)- GMCH, ચંડીગઢ

    આસિસ્ટન્ટ પ્રોફેસર (લૉ)- ડૉ. આંબેડકર સરકારી લૉ કૉલેજ, પુડુચેરી, ટેકનિકલ શિક્ષણ ડાયરેક્ટર, પુડુચેરી, પુડુચેરી સરકાર

    આ પણ વાંચોઃ-Govt Jobs 2022: આ જગ્યા પર છે એન્જીનિયર અને ટ્રેની પદો ઉપર નોકરીઓ, રૂ.78,000 સુધીનો પગાર

    UPSC Recruitment 2022: આ રીતે કરો અરજી

    - યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની ઓફિશિયલ નોટિફિકેશન-upsc.gov.in પર વિઝિટ કરો.
    - હોમપેજ પર ભરતીની જાહેરાત પર ક્લિક કરો.
    - હવે તમારુ રજીસ્ટ્રેશન કરો અને યોગ્ય ભરતીના પદ માટે અરજી કરો, માંગવામાં આવેલી તમામ વિગતો ભરો.
    - રજીસ્ટ્રેશન ફી ભરો અને સબમીટ બટન પર ક્લિક કરો.
    - UPSC Recruitment 2022નું તમારુ ફોર્મ સબમીટ થઈ જશે.
    - હવે ફોર્મ ડાઉનલોડ કરી ફોર્મ પ્રિન્ટ કરી લો.

    આ પણ વાંચોઃ-GPSSB Recruitment 2022: ગુજરાતમાં હેલ્થ વર્કરની જગ્યાઓ ઉપર બંપર ભરતી, કાલે 16 મેથી કરો અરજી

    ઉમેદવારોએ નોંધવું કે અરજી કરતા પહેલા ઓફિશિયલ નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચવી. સાથે જ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, "તમામ અરજદારોએ પોસ્ટની આવશ્યક લાયકાતો અને શરતો પૂર્ણ કરવી જરૂરી છે. અરજી કરતા પહેલા સુનિશ્ચિત કરવુ કે તમે યોગ્ય માપદંડોને પૂર્ણ કરતા હોવ. યોગ્યતા અને લાયકાતને લઈને કરવામાં આવતા કોઈ પ્રશ્નો કે સલાહ માન્ય ગણવામાં આવશે નહી.
    Published by:ankit patel
    First published:

    Tags: Career News, Jobs and Career, Recruitment 2022, UPSC Recruitment

    આગામી સમાચાર