Home /News /career /Sarkari Naukri: એન્જિનિયર માટે સરકારી નોકરી, 115 જગ્યા માટે બહાર પડી ભરતી

Sarkari Naukri: એન્જિનિયર માટે સરકારી નોકરી, 115 જગ્યા માટે બહાર પડી ભરતી

UPPCLમાં એન્જિનિયરો માટે સરકારી નોકરી

Sarkari Naukri: UPPCLમાં ટ્રેઇની એન્જિનિયરની ભરતી, જાણો ફોર્મ ભરવાની વિગતો અને આવેદન કરવાની અંતિમ તારીખ

UPPCL Recruitment 2021 : ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડ (UPPCL)માં ઉર્જા ક્ષેત્રમાં કામ કરવા માંગતા યુવનો માટે નોકરીની તક છે. UPPCL એ જુનિયર એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયર માટે 115 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. પાત્ર ઉમેદવારો UPPCL ની વેબસાઈટની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા 12 નવેમ્બરથી શરૂ થશે. ચાલો આ ભરતી વિશે વિગતવાર જાણીએ. આ ભરતી અંગે યુપીપીસીએલ દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાત મુજબ જુનિયર એન્જિનિયર માટે 71 અને સહાયક ઈજનેર માટે 44 જગ્યાઓ ખાલી છે.

આ ભરતી માટે ઉમેદવારોએ કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ અને ઈન્ટરવ્યુ આપવાનો રહેશે. તેના આધારે પસંદગી કરવામાં આવશે. પસંદ કરેલા સફળ ઉમેદવારોએ ટ્રેઇનિંગ કાર્યક્રમમાંથી પસાર થવું પડશે. ટ્રેઇનિંગનો સમયગાળો UPPCL દ્વારા નક્કી કરવામાં આવશે. આ અંગે હાલમાં ઓનલાઇન નોટિફિકેશ બહાર પાડી દેવામાં આવ્યું છે જ્યારે તેના માટે અરજી કરવાની શરૂઆત 12મી નવેમ્બરથી શરૂ થશે.

આવેદન શુલ્ક અને લાયકાત

આ ખાલી જગ્યા માટે અરજી કરવા માટે સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ 1180 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. જ્યારે SC/ST ઉમેદવારોએ 826 રૂપિયા ચૂકવવા પડશે.

આ પણ વાંચો : UPSC Recruitment 2021 : UPSC દ્વારા આસિસ્ટન્ટ પ્રોફેસર, આસિસ્ટન્ટ ડાયરેક્ટર સહિતની 64 પોસ્ટ માટે ભરતી, ફટાફટ કરો એપ્લાય


દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારો માટે રૂ.12ની અરજી ફી રહેશે. બંને જગ્યાઓ માટે અલગ-અલગ લાયકાત અને વય મર્યાદા રાખવામાં આવી છે. તેના વિશે વિગતવાર જાણવા માટે, તમે આ લિંક પર ક્લિક કરીને ભરતીની સૂચના જોઈ શકો છો.

નોકરીની ટૂંકી વિગતો
જગ્યા :115
લાયકાત :એન્જિનિયરીંગ સ્નાતક, (બંને પોસ્ટ માટે અલગ અલગ)
પસંદગી પ્રક્રિયાકમ્યુટર ટેસ્ટના આધારે
આવેદન કરવાની ફી :1180 સામાન્ય કેટેગરીના યુવાનો માટે, 826 રૂ. અનામત કેટેગરીના ઉમેદવારો માટે, 12 રૂ. દિવ્યાંગજનો માટે
આવેદન કરવાની શરૂઆત :12મી નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી
ઓનલાઇન જાહેરાત જોવા માટે :અહીંયા ક્લિક કરો



અરજી કરવાની અંતિમ તારીખો

જ્યારે આ ભરતી માટેની અરજી 12 નવેમ્બર 2021 થી શરૂ થશે, આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 2 ડિસેમ્બર 2021 રાખવામાં આવી છે. ફી ભરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર 2021 છે. ઓનલાઇન નોટિફિકેશન વાંચી અને યોગ્યતાના આધારે અરજી કરનારા ઉમેદવારોને જ પરીક્ષા આપવાનો અવસર મળશે
First published:

Tags: Jobs, Sarkari Naukri, કેરિયર

विज्ञापन