Home /News /career /

GITમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી ઉજવણી, કોલેજ વિદ્યાર્થીનીઓએ લીધો અનોખો નિર્ણય

GITમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી ઉજવણી, કોલેજ વિદ્યાર્થીનીઓએ લીધો અનોખો નિર્ણય

ઝીરો-પોઇન્ટ LOC સીમા દર્શનની કરવામાં આવી મુલાકાત

કોલેજની 50 જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધોઝીરો-પોઇન્ટ LOC સીમા દર્શનની કરવામાં આવી મુલાકાતવિદ્યાર્થીનીઓને સ્વશક્તિ વિષે અનુભવ અને સંરક્ષણ દળમાં જોડાવાનો હેતુ

    અમદાવાદ: વિશ્વ ભરમાં મહિલા દિવસ નિમિતે જુદી જુદી જગ્યાએ અવનવા કાર્યક્રમો યોજી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે પ્લેટિનમ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં (GIT) 7મી અને 8મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2022ની (International Women’s Day) ઉજવણી થઇ હતી.

    ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (GIT) કોલેજ દ્વારા તેમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે ખાસ કરીને નડાબેટ સીમા (Nadabet Border) દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજની 50 જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.

    આ ઈવેન્ટનો ઉદ્દેશ્ય સંસ્થાની મહિલા સભ્યોને પ્રોત્સાહિત કરવાનો તેમજ તેમના સમાજના ભલા માટે તેમનું સશક્તિકરણ કરવાનો હતો. આ કાર્યક્રમનું આયોજન જીઆઈટીના (GIT) મહિલા વિકાસ સેલ (WDC) દ્વારા ડો. એચ. એન. શાહ (ડિરેક્ટર, જીઆઈટી), ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો:યૂપીમાં ચૂંટણી પરિણામ પર ખેડૂત નેતા રાકેશ ટિકૈતે આપી પ્રતિક્રિયા

    આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીની શરૂઆત 7મી માર્ચના રોજ વર્ગ 4ની મહિલા સભ્યોને “કન્યા કેળવણીનું મહત્વ” વિશે માહિતી અપાઈ હતી. તથા અધ્યાપિકો માટે મનોરંજક રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ગ 4ની મહિલાઓ અને અધ્યાપિકોને પ્રશંસાનું પ્રતીક પણ આપવામાં આવ્યું હતું.

    8મી માર્ચના રોજ સંસ્થાની 50 વિદ્યાર્થીનીઓને નડાબેટ (Nadabet) ભારત-પાકિસ્તાન સરહદની મુલાકાત માટે લઈ જવામાં આવી હતી. જ્યાં વિદ્યાર્થીનીઓએ ઝીરો-પોઇન્ટ એલઓસી (Zero Point LOC) સીમા દર્શનની મુલાકાત લીધી હતી અને બીએસએફના (BSF) જવાનો સાથે વાતચીત કરીને તેમની કામગીરી વિષે વિશેષ સમજણ મેળવી હતી. ત્યારબાદ ભારતીય સૈન્ય દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ શસ્ત્રો અને મશીનરીના નિર્માણ, મોડેલ અને ઉપયોગ વિશેની પણ વિસ્તૃત જાણકારી મેળવી હતી. વિદ્યાર્થીનીઓએ નડાબેટ મ્યુઝિયમની (Museum) મુલાકાત પણ લીધી, જે નડાબેટના મહાન ઇતિહાસને દર્શાવે છે.

    આ પણ વાંચો:સુરતમાં અજબ પ્રેમની ગજબ કહાની: 17 વર્ષની કિશોરી 14 વર્ષના તરુણને ભગાડી ગઇ અને...

    આ મુલાકાત આયોજિત કરવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓને તેમની શક્તિ વિષે અનુભવ કરાવવાનો અને તેમને સંરક્ષણ દળમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. આ મુલાકાતનું સંચાલન શહીદ મેજર રૂષિકેશ રામાણી (જેઓ જૂન 2009માં જમ્મુ અને કાશ્મીરના પુખવાડા સેક્ટરમાં એકશન દરમ્યાન શહીદ થયા હતા) ના મહાન પિતા શ્રી વલ્લભભાઈ રામાણીએ કર્યું હતું. અને શ્રી આર. કે. મેહદીરત્તા એરફોર્સ એસોસિએશનના એક્ઝિક્યુટિવ મેમ્બરના માર્ગદર્શન હેઠળ થયું હતું.
    First published:

    Tags: Gandhinagar News, આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ, ગાંધીનગર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन