UKSSSC Recruitment 2021: કોન્સ્ટેબલ, ફાયરમેન સહિત 1500થી વધુ પદ માટે ભરતી, જુઓ વિગત
UKSSSC Recruitment 2021: કોન્સ્ટેબલ, ફાયરમેન સહિત 1500થી વધુ પદ માટે ભરતી, જુઓ વિગત
સરકારી નોકરી
Careers: ઉત્તરાખંડ સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન કમિશન (UKSSSC) એ કોન્સ્ટેબલ અને ફાયરમેન (Constable & Fireman Jobs)ની 1521 જગ્યાઓ માટે ભરતી કરવા અરજીઓ માંગી છે.
ઉત્તરાખંડ સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન કમિશન (UKSSSC) એ કોન્સ્ટેબલ અને ફાયરમેન (Constable & Fireman Jobs)ની 1521 જગ્યાઓ માટે ભરતી કરવા અરજીઓ માંગી છે. ઇચ્છુક ઉમેદવારો UKSSSC ની સત્તાવાર સાઈટ sssc.uk.gov.in મારફતે ઓનલાઈન અરજી (UKSSSC Recruitment 2022) કરી શકે છે. જાહેર કરાયેલા નોટીફીકેશ અનુસાર, રજીસ્ટ્રેશન પ્રક્રિયા 3 જાન્યુઆરી, 2022થી શરૂ થશે અને 16 ફેબ્રુઆરી, 2022ના રોજ સમાપ્ત થશે. આપને જણાવી દઇએ કે, આ પોસ્ટ્સ માટે લેખિત પરીક્ષા જૂન 2022માં લેવામાં આવશે.
વય મર્યાદા- રસ ધરાવતા અરજદારોએ નોંધ લેવી કે, કોન્સ્ટેબલની જગ્યાઓ માટે વય મર્યાદા 18 થી 22 વર્ષની વચ્ચે છે. જ્યારે ફાયરમેનની જગ્યાઓ માટે અરજદારની ઉંમર 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા- લેખિત પરીક્ષાના આધારે UKSSSC ઉમેદવારોનું લીસ્ટ તૈયાર કરશે. લેખિત પરીક્ષામાં 100 માર્ક્સના MCQ પ્રશ્નો હશે. UKSSSC પરીક્ષાનો સમયગાળો બે કલાકનો હશે. પરીક્ષામાં અરજદારોને સામાન્ય હિન્દી, કરન્ટ અફેર્સ અને રાજ્ય વિશે જનરલ નોલેજ પૂછવામાં આવશે.
નોંધનીય છે કે, આયોગે ભરતી પ્રક્રિયા માટે વન ટાઈમ રજિસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે. ઉમેદવારોએ અરજી ભરતા પહેલા OTR ભરવું ફરજિયાત છે. OTR માં દાખલ કરેલ માહિતી અરજી ફોર્મનો એક ભાગ હશે, તેથી ઉમેદવારોએ OTR માટે નોંધણી કરતી વખતે કાળજીપૂર્વક વિગતો ભરવી. OTR ફાઇલ કરવામાં સહાયતા માટે, ઉમેદવારો હેલ્પલાઇન નંબર - 9520991172 (ટોલ ફ્રી) પર કૉલ કરી શકે છે અથવા - 9520991174 પર Whatsapp કરી શકે છે. આ ઉપરાંત તેઓ chayanayog@gmail.com પર ઈમેલ પણ મોકલી શકે છે.
પગાર ધોરણ- આ પદો માટે પસંદગી પામનાર ઉમેદવારોને આકર્ષક પગાર આપવામાં આવશે. પસંદ કરાયેલા ઉમેદવારોને 21,700 થી 69,100 સુધીનો પગાર આપવામાં આવશે.
આ ઉપરાંત ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ વિગતવાર સૂચના દ્વારા શૈક્ષણિક લાયકાત ચકાસી શકે છે. ઉમેદવારો ઉત્તરાખંડ સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન કમિશનની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈ શકે છે - https://sssc.uk.gov.in.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર