Home /News /career /

UGC Scholarship: વિદ્યાર્થીઓ દર મહિને મળવી શકે છે રૂ. 7800 સ્કોલરશીપ, આવી રીતે કરો અરજી

UGC Scholarship: વિદ્યાર્થીઓ દર મહિને મળવી શકે છે રૂ. 7800 સ્કોલરશીપ, આવી રીતે કરો અરજી

UGC Scholarships : .યુજીસીની સ્કોલરશીપ માટે અરજી કરવાના અંતિમ દિવસો ફટાફટ કરો અરજી

UGC Scholarships for Higher Studies: ઉચ્ચ અભ્યાસ માટે સહાયતા મેળવવા માંગતા વિદ્યાર્થીઓ યુજીસીની આ સ્કોલરશીપનો લાભ મેળવી અન અરજી કરી શકે છે. ફટાફટ જાણો વિગતો કરો અરજી

    UGC સ્કોલરશીપ ( UGCScholarship) માટે ઇચ્છુક અને લાયક વિદ્યાર્થીઓ નેશનલ સ્કોલરશીપ પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ Scholarships.gov.in મારફતે ઓનલાઇન અરજી કરી શકે છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)માં 4 શિષ્યવૃત્તિ યોજનાઓ છે અને શૈક્ષણિક વર્ષમાં કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે 2021-22 શિષ્યવૃત્તિ યોજનાઓ માટે અરજીનો પ્રારંભ થયો છે.

    યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ મુજબ, ઇચ્છુક અને લાયક વિદ્યાર્થીઓ નેશનલ સ્કોલરશિપ પોર્ટલની સત્તાવાર વેબસાઇટ મારફતે ઓનલાઇન અરજી કરી શકે છે. અરજીઓ ઓનલાઇન સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2021 છે (UGC Scholarship Last Date of Online Application). શિષ્યવૃત્તિ માટે ઉમેદવારો દ્વારા ભરવામાં આવેલી અરજીઓમાં વિસંગતતાઓ અથવા ભૂલો મળી આવે તો પુનઃ અરજી અને ચકાસણીની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર, 2021 છે. UGC સ્કોલરશિપમાં ઓનલાઇન અરજી કરવા માટેની સત્તાવાર માહિતી અને ડાયરેકટ લિંક નીચે આપવામાં આવી છે.

    UGCએ 22 નવેમ્બરની નોટિસમાં જણાવ્યું હતું કે, શૈક્ષણિક વર્ષ 2021-22માં કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે UGCની ઇન્દિરા ગાંધી પીજી સ્કોલરશિપ, પીજી સ્કોલરશિપ, ઈશાન ઉદય સ્પેશિયલ સ્કોલરશિપ અને પીજી સ્કોલરશિપ પ્રોફેશનલ કોર્સ એમ કુલ 4 સ્કોલરશિપ યોજનાઓ છે. UGCએ વધુમાં જણાવ્યું હતું કે, દરેક યોજનાની માર્ગદર્શિકા નેશનલ સ્કોલરશિપ પોર્ટલ (NCP) પર જોઈ શકાય છે

    કોણ, કઈ રીતે લઈ શકે લાભ?

    UGC સ્કોલરશિપ માટે કોઈપણ રસ ધરાવતા વિદ્યાર્થી લાયકાતના આધારે ઓનલાઇન અરજી કરી શકે છે. UGC દ્વારા શરૂ કરવામાં આવેલી 4 શિષ્યવૃત્તિ યોજનાઓ હેઠળ પસંદ કરાયેલા વિદ્યાર્થીને અલગ અલગ યોજનાઓના આધારે અલગ અલગ શિષ્યવૃત્તિ આપવામાં આવશે.

    આ પણ વાંચો :  Digital Gujarat Scholarships 2021 : સ્કૂલથી લઈને કોલેજના અભ્યાસ માટે અહીં મળી રહી છે સ્કોલરશીપ

    ઇન્દિરા ગાંધી પીજી શિષ્યવૃત્તિ

    જે વિદ્યાર્થીની તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન છે, તે ઇન્દિરા ગાંધી પીજી સ્કોલરશિપનો લાભ લઈ શકે છે. સિંગલ ગર્લ ચાઈલ્ડ માટે ઇન્દિરા ગાંધી પીજી સ્કોલરશીપમાં બે વર્ષ માટે દર વર્ષે રૂ. 36,200 મળશે.

    પીજી સ્કોલરશીપ

    યુનિવર્સિટી રેન્ક હોલ્ડર વિદ્યાર્થીઓને પીજી સ્કોલરશિપ 2021નો લાભ મળશે. ઉમેદવારોને બે વર્ષ માટે દર મહિને રૂ. 3100 પીજી શિષ્યવૃત્તિ મળશે.

    ઈશાન ઇદય સ્પેશિયલ સ્કોલરશીપ

    પૂર્વોત્તર ક્ષેત્ર માટે ઇશાન ઉદય વિશેષ શિષ્યવૃત્તિ હેઠળ સામાન્ય ડિગ્રી અભ્યાસક્રમો માટે દર મહિને રૂ. 5400 અને ટેકનિકલ, મેડિકલ, પ્રોફેશનલ, પેરામેડિકલ કોર્સ માટે દર મહિને 7800 મળશે.

    પીજી સ્કોલરશીપ પ્રોફેશનલ કોર્સ સ્કોલરશિપ

    આ સ્કોલરશીપમાં વિદ્યાર્થીઓ કોઈપણ પ્રોફેશનલ અભ્યાસક્રમમાં પ્રવેશ હિસ્સો મેળવી શકે છે. આ યુજીસી સ્કોલરશિપ મુખ્યત્વે એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે છે. એસસી, એસટી ઉમેદવારો માટે પીજી સ્કોલરશીપ પ્રોફેશનલ કોર્સ હેઠળ ME, M.Tech અભ્યાસક્રમો માટે દર મહિને રૂ.7800 અને અન્ય અભ્યાસક્રમો માટે દર મહિને રૂ. 4500 મળશે.

    આ પણ વાંચો : Sarkari Naukri: HPCLમાં એપ્રેન્ટિસની ભરતી, 25,000 રૂપિયા મળશે સ્ટાઇપેન્ડ

    અરજી કરવાની પદ્ધતિ

    • NSPની ઓફિશિયલ વેબસાઈટ Scholarships.gov.in પર જાવ.
    • હોમપેજ પર રહેલો રજિસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો.
    • નવા પેજમાં ઉમેદવારોએ લોગિન વિગતો દાખલ કરવી પડશે.
    • હવે તમે જેના માટે અરજી કરી રહ્યા છો તેની વિગતો અને શિષ્યવૃત્તિનું નામ દાખલ કરો.
    • સબમિટ પર ક્લિક કરો અને તમારું રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ જશે.
    • પેજ ડાઉનલોડ કરો અને ભવિષ્યની જરૂર ધ્યાને રાખી તેની હાર્ડ કોપી પાસે રાખો.
    First published:

    Tags: UGC Scholarship, કેરિયર, શિક્ષણ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन