UGC NET December 2022 Notice: નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ UGC NET December 2022 માટે મહત્તમ ઉંમર મર્યાદાને લઈને એક મહત્વની નોટિસ (UGC NET December 2022 Notice) જાહેર કરી છે. NTA એ JRF માટે મહત્તમ ઉંમર મર્યાદાને રિવાઈઝ્ડ કરી છે. જે પણ ઉમેદવાર આ પરીક્ષા આપવા માગે છે, તે UGCની સત્તાવાર વેબસાઈટ ugcnet.nta.nic.in પર જઈને નોટિસ ચેક કરી શકે છે. ઉમેદવાર દ્વારા JRF માટે વય મર્યાદાની ગણતરી કરવાની અંતિમ તારીખને લઈને પત્ર મળ્યા બાદ એજન્સીએ મહત્તમ ઉંમર મર્યાદા રિવાઈઝ્ડ કરી છે.
તેના માટે ઉમેદવાર ડાયરેક્ટ લિંક https://nta.ac.in/Download પર ક્લિક કરીને UGC NET December 2022ની નોટિસ ચેક કરી શકશે. સત્તાવાર નોટિસ અનુસાર, UGC ની NET બ્યૂરો ( પત્ર નંબર 4-1/2019 (NET/NTA) તારીખ 02 જાન્યુઆરી 2023ની જેઆરએફ માટે અરજી કરવા માટે મહત્તમ ઉંમર મર્યાદાને 01.02.2023 ની જગ્યાએ 01.12.2022 નક્કી કરવાનો અનુરોધ કર્યો છે. એટલા માટે એજન્સીએ નિર્ણય કર્યો છે કે, ડિસેમ્બર 2022 યુજીસી નેટ માટે જેઆરએફ અરજી કરવા માટે મહત્તમ વય મર્યાદા નિર્ધારિત કરવાની અંતિમ તારીખે 01.12.2023 છે.
ઓબીસી-એનસીએલ/એસસી/એસટી/પીડબ્લ્યૂડી/થર્ડ જેન્ડર અને મહિલા ઉમેદવારોને પરીક્ષા માટે અરજી કરવા માટે 5 વર્ષની છૂટ આપવામાં આવસે. રિસર્ચ અનુભવ વાળા ઉમેદવાર અને નોટિસ પર આપેલા અમુક અન્ય શ્રેણીને પણ છુટ આપવામા આવશે. પરીક્ષઆ માટે અરજી કરવાની અંતિમ તારીખ 17 જાન્યુઆરી 2023 છે. અને ફી ભરવાની અંતિમ તારીખ 18 જાન્યુઆરી 2023 સુધી છે. પરીક્ષા 21 ફેબ્રુઆરીથી 10 માર્ચ 2023 સુધીમાં આયોજીત કરવામાં આવશે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર