UGC Job Portal: યુજીસીએ શરૂ કર્યુ જોબ પોર્ટલ, Phd NET-SET ક્વૉલિફાઇડ ઉમેદવારો શોધી શકશે નોકરી

UGC Job Portal: યુજીસીએ શરૂ કર્યુ જોબ પોર્ટલ, Phd NET-SET ક્વૉલિફાઇડ ઉમેદવારો શોધી શકશે નોકરી
પ્રતીકાત્મક તસવીર

Jobs Update : NET અને SET પાસ કરેલા ઉમેદવારો આ પોર્ટલ પર જઈ સરળતાથી નોકરી શોધી શકશે, જાણો કેવી હશે પ્રક્રિયા

  • Share this:
    નવી દિલ્હી : યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)એ નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET) અને સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ (SET) ક્વોલિફાઇડ વિદ્યાર્થીઓ માટે નોકરી શોધવામાં આસાની થાય તે માટે એક વેબપોર્ટલ શરૂ કર્યુ છે. આ વેબપોર્ટલ પર ઉમેદવારોએ પોતાની પ્રોફાઇલ બનાવવાની રહેશે અને ત્યારબાદ તેમને વિવિધ કૉલેજ અને પદમાં નોકરી માટે સરળતાથી જાણકારી મળ શકશે. આ જોબ પોર્ટલ અંગે એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ખાલી પદની જાણકારી માટે કેવી રીતે રજિસ્ટ્રેશન કરી અને પ્રોફાઇલ બનાવવી તેના વિશે માહિતી આપવામાં આવી છે.

    આ એકેડમિક પોર્ટલ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ પણ ઉમેદવારને શોધી શકશે. આ સાથે વેબ પોર્ટલ પર વેકેન્સી બહાર પાડી શકશે. આ જાહેરાતો પરથી ઉમેદવારો સીધા જ ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. તદઉપરાંત યુજીસી જોબ્સને અપગ્રેડ કરવા માટે તેમજ શૈક્ષણિક સ્ટાફ માટે પણ નોકરીની જાહેરાતો આ પોર્ટલ પર મૂકી શકાય તેવી યોજના બનાવી રહ્યું છે. બિનશૈક્ષણિક સ્ટાફ જેમ કે એકાઉન્ટન્ટ, લાઇબ્રેરીયન, સિક્યોરિટી, વગેરનો સમાનેશ થાય છે.



    આ પણ વાંચો :  Stock Market Tips : 50 રૂપિયાના આ શેરમાં રોકાણ કરવાથી થઈ શકે છે લાખોનો ફાયદો

    આવી રીતે કરવાનું રહેશે રજિસ્ટ્રેશન

    સૌથી પહેલાં યુજીસીના પોર્ટલ પર જઈને https://www.ugc.ac.in/jobportal ડાબી બાજુ રજિસ્ટ્રેશનનો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો. અહીંયા તમે તમારું નામ, ઈમેલ એડ્રેસ, પાસવર્ડ, સિક્યોરિટી પ્રશ્ન ભરી અને રજિસ્ટ્રેશન બટન પર ક્લિક કરાવી શકો છો.

    આ પણ વાંચો : નોકરિયાતો માટે મોદી સરકારની મોટી ભેટ, જુલાઈમાં PF ખાતામાં આવી શકે છે આટલા રૂપિયા

    આમ દેશમાં ક્વોલિફાઇડ યુવાનોને કોલેજોમાં શૈક્ષણિક નોકરીઓ માટે હવે એક જ મંચ પરથી માહિતી મળી જશે. યુજીસીની આ પહેલને શિક્ષણવિદો પણ આવકારી રહ્યા છે કારણ કે અનેકવાર એવું થતું હોય છે કે આવા સહિયારા મંચના અભાવે લાયક ઉમેદવારોને એક કરતાં વધારે સંસ્થાઓમાં બહાર પડતી તકની માહિતી નથી મળતી અને તેના અભાવે ક્યારેક તેઓ ભરતી પ્રક્રિયાનો ભાગ બની શકતા નથી. આ સ્થિતિમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનનું આ પોર્ટલ ખૂબ ઉપયોગી નિવડશે.
    Published by:Jay Mishra
    First published:Invalid date

    ટૉપ ન્યૂઝ