Home /News /career /એક જ સમયે 2 ડિગ્રી કોર્સ કઈ રીતે કરી શકો છો, જાણો UGC ગાઇડલાઇન્સ
એક જ સમયે 2 ડિગ્રી કોર્સ કઈ રીતે કરી શકો છો, જાણો UGC ગાઇડલાઇન્સ
પ્રતિકાત્મક તસવીર
UGC દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇન્સમાં જણાવ્યું છે કે કોઈપણ વિદ્યાર્થી તેની રુચિના આધારે બે અલગ-અલગ અભ્યાસક્રમોમાં પ્રવેશ લઈને અભ્યાસ કરી શકે છે.
જો તમે પણ એક સમયે બે કોર્સમાં અભ્યાસ કરવા માંગતા હો, (UGC Course Guidelines) તો તમે કરી શકો છો. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ તાજેતરમાં તેની મંજૂરી આપી છે. પરંતુ હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ આ બાબતે ખૂબ જ અવઢમાં છે, તેથી આજે અમે અહીં તમને એક જ સમયે બે કોર્સ કેવી રીતે કરી શકો તે વિષે જણાવી રહ્યા છીએ.(two course At time)
જાણો શું છે ગાઇડલાઇન્સ
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇન્સમાં જણાવ્યું છે કે કોઈપણ વિદ્યાર્થી તેની રુચિના આધારે બે અલગ-અલગ અભ્યાસક્રમોમાં પ્રવેશ લઈને અભ્યાસ કરી શકે છે. યુજીસીની આ નવી માર્ગદર્શિકામાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ બંને ડિગ્રી કોર્સ હોઈ શકે છે અથવા વિદ્યાર્થીઓ ઈચ્છે તો એક ડિગ્રી અને એક ડિપ્લોમા કોર્સ પણ કરી શકે છે.
ઑનલાઇન કે ઑફલાઇન
એક સાથે બે કોર્સમાં એડમિશન લઈને ઓનલાઈન કે ઓફલાઈન અભ્યાસ કરી શકાય છે. એવા ઘણા વિદ્યાર્થીઓ છે જેમને B.Sc, B.Com તેમજ ઇતિહાસ વગેરેમાં રસ છે. આવી સ્થિતિમાં તે એક સાથે બે કોર્સમાં એડમિશન લઈ શકે છે. આ માટે, વિદ્યાર્થીઓ બે અભ્યાસક્રમો દરમિયાન બંને વર્ગો ઑફલાઇન પણ ભણી શકે છે. પરંતુ બંનેનો સમય અલગ-અલગ હોય અને તેની માહિતી અરજી કરતી વખતે જણાવવાની રહેશે. આ સિવાય એક કોર્સ ઓફલાઈન ભણી શકાય છે અને બીજો કોર્સ ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા પણ કરી શકાય છે.
નવા નિયમો અનુસાર, દેશ અથવા વિદેશમાં કોઈપણ ઑનલાઇન અથવા ઑફલાઇન શૈક્ષણિક સંસ્થામાંથી બે ડિગ્રી ફક્ત તે સંસ્થાઓમાંથી મેળવી શકાય છે, જેને UGC અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત છે. સંસ્થાઓ એક વિદ્યાર્થીને એક સાથે બે ડિગ્રી આપી શકશે, આનો ઉલ્લેખ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં કરવામાં આવ્યો છે.
એક સાથે બે ડિગ્રી કરવા માટે કોઈ ખાસ લાયકાતની જરૂર નથી, ગ્રેજ્યુએશન અભ્યાસક્રમ માટે વિદ્યાર્થીઓએ 12મું પાસ હોવું જોઈએ જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે સ્નાતક હોવું જરૂરી છે. એક જ સમયે બે ફુલ ટાઈમ ડિગ્રી પ્રાપ્ત કરવાની પરવાનગી નેશનલ એજ્યુકેશન પોલિસી NEP 2020 હેઠળ આપવામાં આવી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર