Home /News /career /UGC Rule: હવે 3 નહીં 4 વર્ષમાં પુરુ થશે ગ્રેજ્યુએશન, યૂજીસી ટૂંક સમયમાં કરશે જાહેરાત, જાણો નવો નિયમ
UGC Rule: હવે 3 નહીં 4 વર્ષમાં પુરુ થશે ગ્રેજ્યુએશન, યૂજીસી ટૂંક સમયમાં કરશે જાહેરાત, જાણો નવો નિયમ
2020 education policy
નવા નિયમ અનુસાર, 4 વર્ષ બાદ ઓનર્સની ડિગ્રી આપવામાં આવશે. પણ જે વિદ્યાર્થીને શરુઆતી 6 સેમેસ્ટરમાં 75 ટકાથી વધારે મળ્યા છે અને આગળ ગ્રેજ્યુએશનના સ્તર પર રિસર્ચ પણ કરવા માગે છે, તેમને ફોર્થ ઈયરમાં રિસર્ચ સબ્જેક્ટ પણ પસંદ કરવાનો મોકો મળશે.
નવી દિલ્હી: દેશની શિક્ષણ વ્યવસ્થાને લઈને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં આપવામાં આવેલી ભલામણો લાગૂ કરવાનું કામ શરુ થઈ ગયું છે. જે અંતર્ગત UGC તરફથી 4 વર્ષિય ગ્રેજ્યુએશન કોર્સ શરુ કરવા માટે સોમવારે ઘોષણા કરવામાં આવશે. યૂજીસી 4 વર્ષિય ગ્રેજ્યુએશન માટે તમામ નિયમો અને નિર્દેશો શેર કરશે. પ્રાપ્ત જાણકારી અનુસાર, આ કોર્સમાં ક્રેડિટ સિસ્ટમ લાગૂ થશે. જે અંતર્ગત 160 ક્રેડિટ સુધી સ્કોર કરનારાને ઓનર્સની ડિગ્રી આપવામાં આવશે.
નવા નિયમ અનુસાર, 4 વર્ષ બાદ ઓનર્સની ડિગ્રી આપવામાં આવશે. પણ જે વિદ્યાર્થીને શરુઆતી 6 સેમેસ્ટરમાં 75 ટકાથી વધારે મળ્યા છે અને આગળ ગ્રેજ્યુએશનના સ્તર પર રિસર્ચ પણ કરવા માગે છે, તેમને ફોર્થ ઈયરમાં રિસર્ચ સબ્જેક્ટ પણ પસંદ કરવાનો મોકો મળશે. જે બાદ તેમને ઓનર્સ વિથ રિસર્ચની ડિગ્રી આપવામાં આવશે.
હાલના વિદ્યાર્થીઓ પણ એલિજિબલ
ખુશીની વાત એ છે કે, જે વિદ્યાર્થી હાલ ત્રણ વર્ષિય ગ્રેજ્યુએશન કોર્સ કરી રહ્યા છે, તેમને પણ ચાર વર્ષિય કોર્સ માટે પાત્ર ગણવામાં આવશે. તેના માટે UGCએ યુનિવર્સિટીઓને કહ્યું કે, તે એક સ્પેશિયલ બ્રિજ કોર્સ તૈયાર કરે, આ ઉપરાંત એક મીડિયા રિપોર્ટમાં UGCના અધ્યક્ષના હવાલેથી જણાવ્યું છે કે, નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓને ઈંટ્રેસ્ટ ડેવલપ કરવાની સાથે સાથે તેમને સ્પેશિયલ ફીલ્ડમાં રિસર્ચમાં સક્ષમ બનાવાની ભલામણ પણ કરવામાં આવી છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર