IT JOBS: ફ્રેશર્સના આવશે 'અચ્છેદિન,' ટોચની IT કંપનીઓમાં 1 લાખ ગ્રેજ્યુએટ્સની ભરતી થશે

ટીસીએસ, વિપ્રો, એચસીએલ અને ઇન્ફોસિસમાં આવી રહી છે બમ્પર નોકરીઓ

IT Jobs for Graduates: દેશની આ સર્વોચ્ચે કંપનીઓ છે TCS, Wipro, HCL, જાણો કઈ કંપની કેટલી ભરતી કરશે, શું રોજગારીની તકો

  • Share this:
    દેશમાં કોરોનાની બીજી લહેર શાંત પડી ગઈ છે (Second Wave of Coronavirus) હવે ઈકોનોમી (indian Economy after Second Wave) પાટે ચઢી રહી હોય તેવા એંધાણ છે. આ સ્થિતિમાં કંનપીઓની સ્થિતિ સુધરતા રોજગારીની અનેક તકો ખુલી રહી છે (Jobs in Private companies) દરમિયાનમાં ફ્રેશર્સ-ગ્રેજ્યુએટ્સના 'અચ્છે દિન'આવે તેવા એંધાણ છે. દેશની સર્વોચ્ચ આઈટી કંપનીમાં એક લાખ ગ્રેજ્યુએટ્સની ભરતી થવાના સમાચારો સામે આવ્યા છે (Top IT Companies to Hire 1 Lakhs Graduates) આ સર્વોચ્ચ કંપનીઓ છે ટીસીએસ (IT Jobs in TCS) વિપ્રો (IT Jobs in Wipro) અને એચસીએલ (IT Jobs in HLC) આ કંપનીઓની ભરતીના અહેવાલો વિશે જાણો વિગતવારે માહિતી

    ટીસીએસમાં આઈટી જોબ્સ -IT Jobs in TCS  : ટાટા કન્સલટન્સી સર્વિસ ટીસીએસ દ્વારા શુક્રવારે જાહેરાત કરવામાં આવી છે કે તે આગામી આ નાણાકીય વર્ષના બીજા અંતમાં કુલ 35,000 ગ્રેજ્યુએટ્સને નોકરી માટે રાખશે. કંનપીએ અત્યારસુધીમાં 43,000 ગ્રેજ્યુએટ્સને પાછલા છ મહિનામાં નોકરી આપી છે.

    ટીસીએએસનો એટ્રિશન રેટ એટલે કે નોકરી છોડીને જઈ રહેલા કર્મચારીઓનો એકંદરે આંકડો (attrition rate) વધી રહ્યો છે જેના કારણે કંપની ચિંતિત છે. છતાં મેનેજમેન્ટને આશા છે કે આગામી એક ક્વાર્ટર સુધી સ્થિતિ થાળે પડી જશે.

    Infosysમાં 45,000 ફ્રેશર્સને નોકરી

    શની બીજી સૌથી મોટી આઇટી કંપની ઇન્ફોસિસે (Infosys)13 ઓક્ટોબરે જણાવ્યું હતું કે, તે આ વર્ષે લગભગ 45,000 ફ્રેશર્સની (freshers jobs at Infosys) ભરતી કરશે. ઇન્ફોસિસની આ જાહેરાત એવા સમયે આવી છે, જ્યારે તેનો એટ્રિશન (attrition) રેટ એટલે કે કંપની છોડનારા કર્મચારીઓના દરમાં નોંધપાત્ર વધારો થયો છે. આઇટી કંપનીઓ વચ્ચે સારી ટેકનોલોજી પ્રતિભાને લેવાની સ્પર્ધા જામી છે.

    આ પણ વાંચો :   Sarkari Naukri 2021: લેક્ચરરની 1300થી વધુ જગ્યા માટે સરકારી નોકરીની તક, આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખ, ફટાફટ કરો એપ્લાય

    Wiproમાં નોકરીની તક

    બીજા ક્વાર્ટરના અર્નિંગ અપડેટ મુજબ વિપ્રોના સીઈઓ અને એમડી ડેલાપોર્ટે કહ્યું કે બીજા ક્વાર્ટરમાં કંપનીએ તેની ફ્રેશર્સને ભરતી કરવાની માત્રા બમણી કરી નાખી છે અને તેની સંખ્યા 8,100એ પહોંચી છે. તેમણે ઉમેર્યુ કે અમે આગામી નાણીકીય વર્ષમાં 25,000 ફ્રેશર્સને નોકરીએ રાખીશું. અમે ભરતીની પ્રક્રિયા સતત આગળ ધપાવતા રહીશું.

    આ પણ વાંચો : Job: Infosysએ ખોલી નોકરીની પોટલી! 45 હજાર ફ્રેશર્સને નોકરી આપવાની કરી જાહેરાત

    HCL Tech hiring-એચસીએલમાં નોકરીની તક

    એચસીએલ પણ દેશની એક માતબર આઈટી કંપની છે. આ કંપની આ વર્ષમાં કુલ 20,000-22000 જેટલા ફ્રેશરને નોકરીએ રાખવાની છે અને આગામી વર્ષમાં 30,000 નવા ગ્રેજ્યુએટ્સને નોકરીએ રાખશે. આ જાહેરાત કંપની દ્વારા ગુરૂવારે કરવામાં આવી છે. આમ આઈટી સેક્ટરમાં
    Published by:Jay Mishra
    First published: