નવી દિલ્હી. આજની તારીખમાં તમે કોઈ પણ સ્ટુડન્ટને પૂછશો કે હાલના સમયમાં કારકિર્દી (Career)ના હિસાબથી દેશની સૌથી ઝડપથી વધતી ફિલડ કઈ છે, તો મોટાભાગના સ્ટુડન્ટ્સનો એક જ જવાબ હશે- મેડિકલ સાયન્સ (Medical Science). છેલ્લા દોઢ વર્ષમાં કોરોના (Covid-19)ના કારણે તેની સામે લડવામાં મેડિકલ ફિલ્ડના પ્રોફેશનલ્સ (Medical Professionals) જ સૌથી આગળ રહ્યા છે, તેથી સ્ટુડન્ટ્સનો આ તર્ક બિલકુલ ખોટો નથી. આ જ કારણ છે કે હાલમાં ધોરણ-12 બાદ મેડિકલ સાયન્સ ક્ષેત્રમાં કારકિર્દી અને જોબ (Jobs)ની તકો (Opportunities) ખૂબ જ ઝડપથી વધી છે. ચાલો આજે જાણીએ મેડિકલ સાયન્સ ફીલ્ડમાં શું છે તકો.
મેડિકલ સાયન્સમાં કારકિર્દી માટે આ સ્કીલ્સ છે જરૂરી
>> તમે દર સમયે માનસિક રીતે અલર્ટ હોવા જોઈએ. >> તમારામાં કોઈ ટીમની સાથે કોર્ડીનેટ કરીને કામ કરવાની ક્ષમતા અને ધીરજ હોવી જોઈએ. >> તમારામાં ધર્ય અને દયાની ભાવના હોવી જોઈએ. >> આ ફિલ્ડ માટે આપનું મહેનતી હોવું ખૂબ જ જરુરી છે. >> વધુ એક જરુરી વાત, આપને ટેકનિકલ સ્કિલ્સનું જ્ઞાન હોવું જોઈએ. >> આપ કોઈ પણ સમયે કામ કરવા માટે તત્પર હોવા જોઈએ.
આવશ્યક યોગ્યતા
મેડિકલ સાયન્સમાં કારકિર્દી બનાવવા માટે ધોરણ-12માં સાયન્સ સ્ટ્રીમમાં ઓછામાં ઓછા 50 ટકા માર્કની સાથે પાસ થવું જરુરી છે.
1. MBBS: બેચરલ ઓફ મેડિસિન એન્ડ બેચરલ ઓફ સર્જરી 2. BDS: બેચરલ ઓફ ડેન્ટલ સર્જરી 3. BAMS: બેચરલ ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી 4. BUMS: બેચરલ ઓફ યૂનાની મેડિસિન એન્ડ સર્જરી 5. BHMS: બેચરલ ઓફ હોમિયોપેથી મેડિસિન એન્ડ સર્જરી
મેડિકલ સાયન્સ ફિલ્ડમાં આપની પાસે કારકિર્દીના અનેક વિકલ્પો છે. તમે સરકારી અને પ્રાઇવેટ, બંને ક્ષેત્રોમાં નોકરી કરી શકો છો. સરકારી ક્ષેત્રની વાત કરીએ તો તમે રાજ્ય કે કેન્દ્ર સરકારની હૉસ્પિટલોમાં કામ કરી શકો છો. મેડિકલ સાયન્સ ફિલ્ડમાં આપની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી લઈને આપના અનુભવના આધાર પર 25 લાખ રૂપિયા સુધી થઈ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર