Home /News /career /NEET PG 2022 કાઉન્સેલિંગ માટે આવતીકાલે ચોઈસ ફિલિંગનો છેલ્લો દિવસ

NEET PG 2022 કાઉન્સેલિંગ માટે આવતીકાલે ચોઈસ ફિલિંગનો છેલ્લો દિવસ

NEET PG 2022 કાઉન્સેલિંગ માટે આવતીકાલે ચોઈસ ફિલિંગનો છેલ્લો દિવસ

NEET PG 2022: ઈન્ટરનલ ઉમેદવારોનું વેરિફિકેશન ગઈકાલથી શરૂ થઈ ગયું છે અને વેરિફિકેશન માટે આજે છેલ્લો દિવસ છે. અધિકૃત કાર્યક્રમ અનુસાર રાઉન્ડ 1 સીટ એલોટમેન્ટનું પરિણામ 28 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. ત્યાર બાદ ઉમેદવારોએ 29 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધીમાં અલોટેડ કોલેજમાં રિપોર્ટ કરવાનું રહેશ

વધુ જુઓ ...
    આવતીકાલે 25 સપ્ટેમ્બરે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ પોસ્ટગ્રેજ્યુએટ (NEET PG) 2022 માટે રાઉન્ડ 1 ચોઈસ ફિલિંગ અને લોકિંગ પ્રોસેસ માટે છેલ્લો દિવસ છે. જે ઉમેદવારોએ NEET PG 2022 કાઉન્સેલિંગ માટે રજિસ્ટ્રેશન કરાવી લીધું છે, તેઓ મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC)ની અધિકૃત વેબસાઈટ mcc.nic.in પર ચોઈસ ફિલિંગ કરી શકે છે. કાઉન્સેલિંગ માટે રજિસ્ટ્રેશન પ્રોસેસ 23 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઈ ગઈ છે.

    ઈન્ટરનલ ઉમેદવારોનું વેરિફિકેશન ગઈકાલથી શરૂ થઈ ગયું છે અને વેરિફિકેશન માટે આજે છેલ્લો દિવસ છે. અધિકૃત કાર્યક્રમ અનુસાર રાઉન્ડ 1 સીટ એલોટમેન્ટનું પરિણામ 28 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. ત્યાર બાદ ઉમેદવારોએ 29 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધીમાં અલોટેડ કોલેજમાં રિપોર્ટ કરવાનું રહેશ

    આ પણ વાંચો:  ONGC Sarkari Naukari 2022: ઓએનજીસીમાં પરીક્ષા વગર સીધી ભરતી, લાખોમાં મળશે પગાર

    NEET PG કન્સેલિંગ 2022 માટે ચોઈસ ફિલિંગની પ્રોસેસ


    સ્ટેપ 1: MCCની અધિકૃત વેબસાઈટની મુલાકાત લો.

    સ્ટેપ 2: હોમપેજ પર NEET PG 2022 કાઉન્સેલિંગ લિંક જોવા મળશે, તેના પર ક્લિક કરો.

    સ્ટેપ 3: રજિસ્ટ્રેશન નંબર ટાઈપ કરો

    સ્ટેપ 4: હવે ચોઈસ ફિલિંગ કરો

    સ્ટેપ 5: હવે સબમિટ કરી દો.

    NEET PG કાઉન્સેલિંગ 2022 ચાર રાઉન્ડમાં આયોજિત કરવામાં આવશે. આ ચાર રાઉન્ડમાં મોપ અપ અને સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ શામેલ છે. 10થી 14 ઓક્ટોબર સુધી રાઉન્ડ 2નું રજિસ્ટ્રેશન કરવામાં આવશે, 19 ઓક્ટોબરના રોજ સીટ અલોટ કરવામાં આવશે. મોપ અપ રાઉન્ડ 31 ઓક્ટોબરથી શરૂ થશે અને 9 નવેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ 15 નવેમ્બરથી શરૂ થશે અને 17 નવેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. NEET PG 2022નું કાઉન્સેલિંગ પ્રોસેસ 21 નવેમ્બરના રોજ પૂર્ણ થશે.

    NEET PG કાઉન્સેલિંગમાં 50 ટકા બેઠક અખિલ ભારતીય ક્વોટા માટે છે. 100 ટકા બેઠક સેન્ટ્રલ યુનિવર્સિટી, AFMS, PG DNBને ફાળવવામાં આવી છે. NEET PG કાઉન્સેલિંગ ચાર રાઉન્ડમાં યોજાવા જઈ રહ્યું છે. આ ચાર રાઉન્ડમાં મોપ અપ રાઉન્ડ અને સ્ટ્રે વેકેન્સી રાઉન્ડનો સમાવેશ થાય છે. NEET PG 2022 કાઉન્સેલિંગ દ્વારા આ વર્ષે 26,168 ડોકટર ઓફ મેડિસિન (MD), 922 PG ડિપ્લોમા, 13,649 માસ્ટર ઓફ સર્જરી (MS), 1,338 DNB CET અને 1,326 માસ્ટર ઓફ ડેન્ટલ સર્જરી (MDS) બેઠકો પર વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે.

    આ પણ વાંચો: 4 મોડલ તરીકે કરી કરિયર શરૂઆત, સીરિયલના શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ; જાણો આ અભિનેત્રીના જીવનની ખાસ બાબતો

    મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (Medical Counseling Committee)


    NEET PG 2022


    નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ પોસ્ટગ્રેજ્યુએટ (National Eligibility Cum Entrance Test Post Graduate)
    Published by:Rahul Vegda
    First published:

    Tags: કેરિયર

    विज्ञापन
    विज्ञापन