Home /News /career /CISF Sarkari Naukri 2022: CISFમાં નોકરી માટે અરજી કરવા કાલે છેલ્લી તારીખ, 91,300 રૂપિયા મળશે પગાર

CISF Sarkari Naukri 2022: CISFમાં નોકરી માટે અરજી કરવા કાલે છેલ્લી તારીખ, 91,300 રૂપિયા મળશે પગાર

CISF માં 500થી વધારે જગ્યાઓ પર નોકરી માટે અરજી કરવા કાલે છેલ્લી તારીખ

    નવી દિલ્હીઃ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળમાં નોકરી મેળવવા માંગતા યુવાનો માટે સારા સમાચાર છે. આ માટે CISF માં હેડ કોન્સ્ટેબલ અને આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરની જગ્યાઓ માટે અરજી કરવા માટે કાલે છેલ્લી તારીખ છે. ઈચ્છુક તેમજ યોગ્ય ઉમેદવાર જે આ જગ્યાઓ માટે અરજી કરવા માંગતા હોય, તે CISF ની સત્તાવાર વેબસાઈટ cisf.gov.in પર જઈને અરજી કરી શકે છે.

    કુલ 540 જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે


    આ ઉપરાંત ઉમેદવાર સીધા જ આ લિંક https://www.cisf.gov.in/cisfeng/ પર ક્લિક કરીને આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે, સાથે જ આ લિંક CISF HC ASI Recruitment 2022 Notification PDF દ્વારા સત્તાવાર સૂચનાઓ મેળવી શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 540 જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.

    આ પણ વાંચોઃ  મહારાષ્ટ્ર સરકાર એક વર્ષમાં 75000 યુવાનોને નોકરી આપશે, જાણો વિગતવાર

    CISF Recruitment 2022 માટે મહત્વપૂર્ણ તારીખ

    ઓનલાઈન અરજી કરવા માટે શરૂઆતની તારીખ- 26 સપ્ટેમ્બર
    ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લી તારીખ- 25 ઓક્ટોબર

    CISF Recruitment 2022 માટે ખાલી જગ્યાની વિગતો

    કુલ પોસ્ટની સંખ્યા- 540

    CISF Recruitment 2022 માટે યોગ્યતાના માપદંડ

    અરજી કરનારા ઉમેદવારો કોઈ પણ માન્ય બોર્ડ કે સંસ્થામાંથી 12મું ધોરણ પાસ હોવા જરૂરી છે.

    CISF Recruitment 2022 માટે વયમર્યાદા

    ઉમેદવારોની ઉંમર 18થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

    CISF Recruitment 2022 માટે અરજી ફી

    ઉમેદવારોએ અરજી ફીના રૂપમાં 100 રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે.

    આ પણ વાંચોઃ ચીનમાં સ્ટડી માટે પરત ફરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે દૂતાવાસે જાહેર કરી અડવાઈઝરી, પહેલા જ પતાવવું પડશે આ કામ

    CISF Recruitment 2022 માટે પગાર

    HC - પગાર ધોરણ -4 (25,500-81,100 રૂપિયા પગાર મેટ્રિક્સમાં)
    ASI - પગાર ધોરણ- 5 (પે મેટ્રિક્સમાં 29,200-91,300 રૂપિયા)

    CISF Recruitment 2022 માટે પસંદગી પ્રક્રિયા

    ફિજિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PST) અને દસ્તાવેજીકરણ ઓએમઆર/કમ્પ્યુટર આધારિત ટેસ્ટ મોડ હેઠળ લેખિત પરીક્ષા
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Career and Jobs, Recruitment 2022, Sarkari Naukari

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन