Home /News /career /SSC CGL Sarkari Naukri 2022: SSC માં નોકરી માટે અરજી કરવા કાલે છેલ્લી તારીખ, જલ્દી કરો અરજી; લાખોમાં મળશે પગાર

SSC CGL Sarkari Naukri 2022: SSC માં નોકરી માટે અરજી કરવા કાલે છેલ્લી તારીખ, જલ્દી કરો અરજી; લાખોમાં મળશે પગાર

SSC માં નોકરી માટે અરજી કરવા કાલે છેલ્લી તારીખ

SSC CGL Recruitment 2022: અરજી કરતા પહેલા ઉમેદવાર અપવામાં આવેલી તમામ ખાસ બાબતોને ધ્યાનથી વાંચે, સાથે જ આ ભરતી પ્રક્રિયા હેઠળ ઉમેદવાર SSC માં નોકરી મેળવી શકે છે.

    નવી દિલ્હીઃ SSCમાં નોકરી મેળવવા માંગતા યુવાનો માટે સારા સમાચાર છે. આ માટે સ્ટાફ સિલેક્શન કમિશનમાં ઘણા મંત્રાલયો\વિભાગો\સંગઠનોમાં ખાલી પડેલી જગ્યાઓ માટે અરજી કરવા કાલે છેલ્લી તારીખ છે. ઈચ્છુક તેમજ યોગ્ય ઉમેદવાર જે આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે, તે SSCની સત્તાવાર વેબસાઈટ ssc.nic.in પર જઈને અરજી કરી શકે છે.

    કુલ 20,000 પોસ્ટ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે


    આ ઉપરાંત ઉમેદવાર સીધા જ આ લિંક https://ssc.nic.in/ દ્વારા પણ આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. સાથે જ આ લિંક SSC CGL Recruitment 2022 Notification PDF પર ક્લિક કરીને સત્તાવાર સૂચનાઓ પણ મેળવી શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 20,000 પોસ્ટ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.

    SSC CGL Recruitment 2022 માટે મહત્વપૂર્ણ તારીખ

    ઓનલાઈન અરજી કરવા માટે શરૂઆતની તારીખ- 17 સપ્ટેમ્બર
    ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લી તારીખ- 8 ઓક્ટોબર

    આ પણ વાંચોઃ આયુર્વેદિક ડોક્ટરથી લઈને સ્ટાફ નર્સની અમદાવાદ ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટીમાં થશે ભરતી, જાણી લો વિવિધ પદો માટે ઇન્ટરવ્યુની તારીખ

    SSC CGL Recruitment 2022 માટે ખાલી જગ્યાની વિગત

    કુલ પોસ્ટની સંખ્યા- 20,000

    SSC CGL Recruitment 2022 માટે યોગ્યતાના માપદંડ

    ઉમેદવારો પાસે સત્તાવર સૂચનામાં જણાવેલ અનુસાર યોગ્યતા હોવી અનિવાર્ય છે.

    SSC CGL Recruitment 2022 માટે વયમર્યાદા

    ઉમેદવારોની વય મર્યાદા 18 વર્ષથી 32 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

    આ પણ વાંચોઃUPSC માં પરીક્ષા વગર સીધી ભરતી, 13 ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે 

    SSC CGL Recruitment 2022 માટે પગાર

    ઉમેદવારોને પગારના રૂપમાં 47,600થી 1,51,000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે.

    SSC CGL Recruitment 2022 માટે પસંદગી પ્રક્રિયા

    ઉમેદવારોની પસંદગી ટિયર 1 અને ટિયર 2 પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Career News, Recruitment 2022, Sarkari Naukari

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन