Home /News /career /ITBP SI Recruitment 2022: ITBPમાં સબ ઈન્સ્પેક્ટરની ભરતી માટે અરજી કરવા કાલે અંતિમ તારીખ, લાખોમાં પગાર મળશે

ITBP SI Recruitment 2022: ITBPમાં સબ ઈન્સ્પેક્ટરની ભરતી માટે અરજી કરવા કાલે અંતિમ તારીખ, લાખોમાં પગાર મળશે

ફાઇલ તસવીર

ITBP SI Recruitment 2022: ITBPમાં સબ ઈન્સ્પેક્ટરની જગ્યાઓ પર ભરતી માટે આવતી કાલે અંતિમ તારીખ છે. ઈચ્છુક તેમજ યોગ્ય ઉમેદવારો વહેલી તકે અરજી કરી નોકરી મેળવી શકે છે. ઉમેદવારે અરજી કરતા પહેલાં આપેલી બાબતોને ધ્યાની વાંચવી.

    નવી દિલ્હીઃ ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સમાં નોકરી કરવા માટે ઈચ્છુક યુવાનો માટે સારા સમાચાર છે. આ માટે ITBPએ સબ ઈન્સ્પેક્ટર (સ્ટાફ નર્સ)ના હોદ્દા પર ભરતી માટે અરજી મંગાવી છે. ઈચ્છુક તેમજ યોગ્ય ઉમેદવાર જે આ હોદ્દાઓ માટે અરજી કરવા માંગે છે, તે ITBP ની સત્તાવાર વેબસાઈટ recruitment.itbpolice.nic.in પર જઈને અરજી કરી શકે છે. આ હોદ્દાઓ માટે 17 ઓગસ્ટે અરજી પ્રક્રિયા શરૂ થઈ હતી.

    કુલ 18 જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી


    ઉપરાંત, ઉમેદવાર સીધા આ લિંક https://recruitment.itbpolice.nic.in/ પર ક્લિક કરીને આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. સાથે જ લિંક ITBP SI Recruitment 2022 Notification PDF દ્વારા સત્તાવાર સૂચનાઓ મેળવી શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 18 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

    આ પણ વાંચોઃ રમતવીરો માટે સુવર્ણ તક, રેલવેમાં ભરતી માટે જાહેરાત; 4 ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે

    ITBP SI Recruitment 2022 માટે મહત્વપૂર્ણ તારીખો


    ઓનલાઈન અરજી કરવા માટે શરૂઆતની તારીખ - 17 ઓગસ્ટ
    ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લી તારીખ - 15 સપ્ટેમ્બર

    ITBP SI Recruitment 2022 માટે જગ્યાનું વિતરણ


    કુલ હોદ્દાઓની સંખ્યા - 18

    આ પણ વાંચોઃ UPSCએ બહાર પાડી 54 પદો પર ભરતી, વાંચો સંપૂર્ણ વિગતો

    ITBP SI Recruitment 2022 માટે યોગ્યતાના માપદંડ


    ઉમેદવાર કોઈ પણ માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટી કે સમકક્ષમાંથી 10 અને 12 ધોરણ પાસ હોવો જોઈએ. સાથે જ નર્સિંગ અને મિડવાઈફરી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.

    ITBP SI Recruitment 2022 માટે વય મર્યાદા


    ઉમેદવારની ઉંમર 21 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ

    ITBP SI Recruitment 2022 માટે અરજી ફી


    ઉમેદવારોએ અરજી ફીના રૂપમાં 200 રૂપિયાની ચૂકવણી કરવી પડશે. જો કે, પૂર્વ સૈનિકો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહીલા ઉમેદવારોને અરજી ફીની ચૂકવણીમાં છૂટ આપવામાં આવશે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: ITBP, Recruitment 2022, Recruitment Jobs

    विज्ञापन
    विज्ञापन