Home /News /career /FCI Sarkari Naukri 2022: ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં નોકરી માટે અરજી કરવાની કાલે છેલ્લી તારીખ

FCI Sarkari Naukri 2022: ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં નોકરી માટે અરજી કરવાની કાલે છેલ્લી તારીખ

FCI માં ભરતી માટે અરજી કરવા કાલે 26 સપ્ટેમ્બર છેલ્લી તારીખ

FCI Recruitment 2022: ઉમેદવાર આપવામાં આવેલી દરેક માહિતીને ધ્યાનથી વાંચે. સાથે જ આ ભરતી પ્રક્રિયા હેઠળ ઉમેદવાર FCI માં સરકારી નોકરી મેળવી શકે છે.

    નવી દિલ્હીઃ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં નોકરી મેળવવા માટે એક સારી તક છે. આ માટે FCIમાં મેનેજરની પોસ્ટ માટે અરજી કરવા માટે કાલે છેલ્લી તારીખ છે. ઈચ્છુક તેમજ યોગ્ય ઉમેદવાર જે આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે, તે FCI ની સત્તાવાર વેબસાઈટ fci.gov.in પર જઈને અરજી કરી શકે છે.

    કુલ 113 પોસ્ટ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે


    આ ઉપરાંત ઉમેદવાર સીધા જ આ લિંક https://fci.gov.in/ પર ક્લિક કરીને આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. સાથે જ આ લિંક FCI Manager Recruitment 2022 Notification PDF દ્વારા સત્તાવાર વેબસાઈટ પર સૂચનાઓ મેળવી શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 113 જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.

    FCI Recruitment 2022 માટે મહત્વની તારીખ

    ઓનલાઈન અરજી કરવા માટે શરૂઆતની તારીખ- 27 ઓગસ્ટ 2022
    ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લી તારીખ- 26 સપ્ટેમ્બર 2022

    આ પણ વાંચોઃ  ઓએનજીસીમાં પરીક્ષા વગર સીધી ભરતી, લાખોમાં મળશે પગાર

    FCI Recruitment 2022 માટે ખાલી જગ્યાની વિગતો

    કુલ પોસ્ટની સંખ્યા- 113

    FCI Recruitment 2022 માટે યોગ્યતાના માપદંડ

    ઉમેદવારો પાસે સત્તાવાર સૂચનામાં જણાવેલ અનુસાર યોગ્યતા હોવી અનિવાર્ય છે.

    FCI Recruitment 2022 માટે વય મર્યાદા

    મેનેજર હિન્દી- 35 વર્ષ
    અન્ય- 28 વર્ષ

    FCI Recruitment 2022 માટે અરજી ફી

    ઉમેદવારોએ અરજી ફીના રૂપમાં 800 રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે.
    SC\ST\PWBD અને મહિલા ઉમેદવારોને અરજી ફીમાં છૂટ આપવામાં આવી છે.

    આ પણ વાંચોઃ યૂપીએસસીમાં બમ્પર ભરતીની જાહેરાત, ઈચ્છુક તેમજ યોગ્ય ઉમેદવારો માટે સુવર્ણ તક; વહેલી તકે કરો અરજી

    FCI Recruitment 2022 માટે પગાર

    ઉમેદવારોને પગારના રૂપમાં 40000 હજાર થી 140000 રૂપિયા આપવામાં આવશે.

    FCI Recruitment 2022 પસંદગી પ્રક્રિયા

    મેનેજર (જનરલ\ડિપો\એકાઉન્ટ્સ\ઈલેક્ટ્રિક મિકેનિકલ એન્જિનિયરિંગ):- એનલાઈન ટેસ્ટ, ઈન્ટરવ્યૂ અને ટ્રેનિંગને આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
    મેનેજર (હિન્દી):- ઓનલાઈન ટેસ્ટ અને ઈન્ટરવ્યૂના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Goverment job, Recruitment 2022, Sarkari Naukari

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन