Home /News /career /Education in abroad: કોઈપણ યુનિવર્સિટી તમને પ્રવેશ આપવાની ના નહીં કહી શકે! આવી રીતે તૈયાર કરો અરજી
Education in abroad: કોઈપણ યુનિવર્સિટી તમને પ્રવેશ આપવાની ના નહીં કહી શકે! આવી રીતે તૈયાર કરો અરજી
કર્ક કારકિર્દી રાશિફળ: ગણેશજી કહે છે કર્ક રાશિવાળા લોકો માટે વર્ષ કારકિર્દીની દૃષ્ટિએ સારું રહેવાની સંભાવના છે. એપ્રિલ મહિનો તમારા કરિયરના ક્ષેત્રમાં તમારા માટે સારો યોગ બનાવી રહ્યો છે. આ સમય દરમિયાન જે લોકો નવી નોકરી અથવા ઇચ્છિત નોકરી શોધી રહ્યા છે તેઓને આ કાર્યમાં સફળતા મળી શકે છે. જે લોકો નોકરી વિશે ફરિયાદ કરે છે તેઓને પણ આ સમયગાળા દરમિયાન તેમની મહેનત અનુસાર સારા પરિણામ મળવાની શક્યતા વધુ રહેશે. વર્ષ ના છેલ્લા કેટલાક મહિનામાં તમારું ભાગ્ય આગળ વધવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન તમે તમારી કારકિર્દીના ક્ષેત્રમાં નવી ઊંચાઈઓને સ્પર્શ કરી શકો છો. કર્ક રાશિના લોકોએ આ વર્ષે કરિયર બનાવવા માટે આળસ છોડી દેવી જોઈએ.
અરજીના માધ્યમથી વિદ્યાર્થીઓને હાઇસ્કૂલમાં હતા તે સમયની 10 ઇત્તર પ્રવૃત્તિની સિદ્ધિઓ દર્શાવી શકે છે. આવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો એ અરજદારના તેમના વિદ્યાર્થી સમુદાયમાં ફિટ હોવાના યુનિવર્સિટીના નિર્ધાર પર ભાર મૂકે છે.
આંતરરાષ્ટ્રીય હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ (Students) અમેરિકાની એડમિશન પોલિસી (American admission policy)ને કારણે ત્યાંના અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ (Undergraduate programs) માટે અરજી કરતા હોય છે. તે અરજી પ્રક્રિયા વિદ્યાર્થીઓને માર્કશીટ અને ટેસ્ટ સ્કોર્સ જેવા શૈક્ષણિક પાસાઓની સાથે જાણીતી એક્ટિવિટીઓમાં દાખવેલ રસ અને વ્યક્તિત્વ દ્વારા પણ પોતાને વ્યક્ત કરવા માટે પણ પ્લેટફોર્મ પૂરું પાડે છે.
અરજીના માધ્યમથી વિદ્યાર્થીઓને હાઇસ્કૂલમાં હતા તે સમયની 10 ઇત્તર પ્રવૃત્તિની સિદ્ધિઓ દર્શાવી શકે છે. આવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો એ અરજદારના તેમના વિદ્યાર્થી સમુદાયમાં ફિટ હોવાના યુનિવર્સિટીના નિર્ધાર પર ભાર મૂકે છે. મોટેભાગે આ માહિતીનો ઉપયોગ કરીને યોગ્યતા અને પ્રતિભા આધારિત શિષ્યવૃત્તિ આપવામાં આવતી હોય છે. વિદ્યાર્થીઓ આ પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત વર્ણન કરીને તેમના મૂલ્યોને સમજાવવા માટે એપ્લિકેશનના નિબંધ વિભાગનો ઉપયોગ પણ કરી શકે છે.
અરજી કઈ રીતે લખવી?
મહામારી પછીના અત્યંત ગ્લોબલાઈઝ અને હાઈબ્રીડ વિશ્વમાં આ વાતનો જવાબ સામાન્ય સમય કરતા થોડો અલગ છે. મોટેભાગે વિદ્યાર્થીઓએ એપ્લિકેશનમાં તેમની સૌથી શ્રેષ્ઠ સેલ્ફને પ્રદર્શિત કરવા માટે તેમના શૈક્ષણિક અને ઇત્તર અવતારોને દર્શાવવાની જરૂર હોય છે.
પ્રથમ પગલું તમારે તમારી રુચિઓને ઓળખવાનું છે. તમને એવું લાગે છે કે, યુનિવર્સિટીઓને સૌથી વધુ આકર્ષક લાગતું હોય તેવા ઘાટમાં ફિટ થવાનો પ્રયાસ કરવો જોઈએ અને એ જ સૌથી મોટી ભૂલ છે. સૌથી સારી અરજી ફક્ત તમારી રુચિઓ અને કુદરતી વલણોને દર્શાવે છે. તમારે સાથીદારો સાથેની વાતચીત અથવા શિક્ષકના માર્ગદર્શન દ્વારા સહેલાઈથી ઉપલબ્ધ ન હોય તેવી તકોને ઓળખવામાં સક્રિય રહેવું જોઈએ.
તમારી હાઈસ્કૂલમાં પહેલેથી જ ઉપલબ્ધ હોય તેવી એક્ટિવિટીને તમે શોધી શકો છો. શિક્ષકો અને શાળાના સલાહકારો તમને જે વસ્તુ ઉપલબ્ધ છે તેની સાથે તમારી રુચિઓને મેચ કરવામાં મદદ કરી શકે છે. ઘણી શાળાઓમાં નેચર ક્લબ, સાંસ્કૃતિક ક્લબ, ટ્રેકિંગ ગ્રુપ, સ્કાઉટ્સ, સ્કૂલ મેગેઝિન્સ, એડિટોરિયલ બોર્ડ, સ્પોર્ટ્સ ટીમો સહિત વિવિધ હેતુઓ માટે ક્લબો હોય છે. તેના માત્ર સભ્ય બન્યા રહેવા કરતા પ્રોજેક્ટ્સ શરૂ કરીને તહેવારો તથા કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લેતા રહો.
અંતે લીડરનું સ્થાન મેળવવાનો પ્રયત્ન કરો. તમને તમારી રુચિ મુજબની ક્લબ ન મળે તો તમે રસ ધરાવતા સાથીદારો અને શિક્ષકોનો સાથ લઈ નવા ક્લબની સ્થાપના કરવાનું વિચારી શકો છો. નેતૃત્વ દર્શાવવું અને પહેલ કરવી જેવા ગુણો પ્રવેશ સમિતિઓને ગમતા હોય છે. તદુપરાંત, તમે આંતરરાષ્ટ્રીય સહયોગીઓ સાથે ઓનલાઇન ફેસ્ટિવલનું આયોજન કરીને અથવા શાળા મેગેઝીનને ડિજિટાઇઝ કરીને વર્ચ્યુઅલ ક્ષેત્રમાં નવીનતા લાવી શકો છો.
તમારી શાળામાં સહ-અભ્યાસક્રમની વધુ તકો ન મળતી હોય તો નિરાશ ન થવું. શાળાના એડવાઇઝર્સે અરજી દરમિયાન પ્રવેશ આપનાર અધિકારીઓને શાળાની પ્રોફાઇલ સબમિટ કરવાની રહેશે, જેનો ઉપયોગ તેઓ અરજીઓનો નિર્ણય કરતી વખતે કરે છે. તેથી તમને દંડ કરવામાં આવશે નહીં.
એથ્લેટિક ટેલેન્ટનો ઉપયોગ કરો
એથ્લીટ હોય તેવા છાત્રો ઓફિશિયલ વેબસાઇટ્સનો ઉપયોગ કરીને કોમ્યુનિટી કોલેજો માટે નેશનલ કોલેજિયેટ એથ્લેટિક એસોસિએશન (NCCA), નેશનલ એસોસિએશન ઓફ ઇન્ટર કોલેજિયેટ એથ્લેટિક્સ (NAIA) અથવા નેશનલ જુનિયર કોલેજ એથ્લેટિક એસોસિએશન (NJCAA) હેઠળ હોય તેવા કોચ અને રમતો શોધી શકે છે. શિક્ષણવિદો દ્વારા તમારી પાસે કેટલીક એથ્લેટિક કમિટમેન્ટની અપેક્ષા હોય છે, અહીં આવા કમિટમેન્ટના વિવિધ સ્તરોને વ્યાખ્યાયિત કરતી યુનિવર્સિટીઓ જોવા મળશે .
તમે એથ્લેટિક શિષ્યવૃત્તિ અથવા અન્ય યુનિવર્સિટીઓમાં યોગ્યતા અને પ્રતિભા-આધારિત શિષ્યવૃત્તિ માટે લાયક થઈ શકો છો. અલબત્ત, તમારે વહેલી તકે શરૂ કરવાની જરૂર પડશે અને ઘણીવાર ધો. 8ની શરૂઆતમાં પણ શરૂ કરવું પડી શકે છે. યુનિવર્સિટીના કોચ સાથે વાતચીત કરી લો એટલે તેઓ સામાન્ય રીતે યુનિવર્સિટીના આધારે પ્રવેશ બાબતે કામ કરશે. કોચ તમે તેમની ટીમ માટે યોગ્ય છો કે કેમ તે નિર્ધારિત કરવા માટે હાઇસ્કૂલ સ્પોર્ટ્સ સીઝન દરમિયાન તમારા પ્રદર્શન પર નજર રાખી શકે છે. બીજી તરફ તમારી યુનિવર્સિટીમાં ભલામણ પત્રની જરૂર હોય તો તમે એક્સ્ટર્નલ કોચને આવો પત્ર લખવાનું કહી શકો છો.
સમાજ અને પડોશમાં થતી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું પણ ધ્યાનમાં રાખો. તમે જ્યાં રહો છો ત્યાં સ્પોર્ટ્સ ક્લબ, પરફોર્મિંગ આર્ટ્સ અથવા લેંગ્વેજ ક્લાસમાં જોડાઓ. અન્ય લોકોને ટ્યુશન આપવું, સફાઇ ઝુંબેશમાં ભાગ લેવો, વૃદ્ધો માટે સ્વયંસેવક બનવું અથવા સ્થાનિક સંસ્થાને મદદ કરવી સહિતની ઘણી સામાજિક પ્રવૃત્તિ તમે કરી શકો છો. આ કામગીરી તમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે અને ઘણીવાર ઇન્ટરેક્ટિવ અથવા નેચર ક્લબ્સ દ્વારા શાળા સ્તરે જ તેને ઓફર કરવામાં આવે છે.
સ્કીલ્સને સુધારો
ઉનાળાની રજાઓ અને વિકેન્ડ તમારી એપ્લિકેશનના સ્વરૂપને વિકસાવવા માટે સારો સમય છે. અમેરિકાની અને ભારતીય લિબરલ આર્ટ્સ યુનિવર્સિટીઓ અને હાઈસ્કૂલો બેથી ત્રણ અઠવાડિયા માટે સમર પ્રોગ્રામ ચલાવે છે. જ્યાં તમે કોઈ વિશિષ્ટ સ્કિલને વિકસાવી શકો છો.
આ પણ વાંચો -
અમેરિકાની ઘણી યુનિવર્સિટીઓમાં ધો.11 અને ધો.12ના વિદ્યાર્થીઓ માટે પ્રિ-કોલેજ કોર્સ પણ ચાલે છે, તમે તે પણ ધ્યાનમાં લઈ શકો છો. શ્રેષ્ઠ શૈક્ષણિક ક્ષમતાઓ બતાવવા માટે ઓનલાઇન અને અદ્યતન પ્લેસમેન્ટ કોર્સ તમારી એપ્લિકેશનમાં અભ્યાસક્રમોની યાદીમાં ઉમેરી શકાય છે. તમને કોઈ શોખ હોય તો તેને એપ્લિકેશન સાથે લિંક કરી શકાય તે રીતે દસ્તાવેજીકરણ કરવાનો પ્રયાસ કરો. કલા અને પરફોર્મિંગ આર્ટના વિદ્યાર્થીઓએ વિઝ્યુઅલ પોર્ટફોલિયો વિકસાવવો જોઈએ. એકંદરે, તમારી શાળા, એથ્લેટિક અને કોમ્યુનિટી ક્ષેત્રોમાં તમારી રુચિઓ પ્રત્યે પ્રામાણિક રહીને તમારા અવતારને બનાવવાની ઘણી તકો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર