Home /News /career /Tips for Job seekers: નોકરી માટેના ઇન્ટરવ્યૂ અને રેઝ્યૂમમાં માત્ર આટલું રાખો ધ્યાન, રિક્રુટર નહીં કહી શકે 'ના'

Tips for Job seekers: નોકરી માટેના ઇન્ટરવ્યૂ અને રેઝ્યૂમમાં માત્ર આટલું રાખો ધ્યાન, રિક્રુટર નહીં કહી શકે 'ના'

રિઝ્યુમ બનાવવા અંગેની મહત્વની બાબતો

Jobs and Career: તમારે યાદ રાખવું કે, રેઝ્યૂમને એ સ્ટોરીબોર્ડ છે. જેમાં તમારું લક્ષ્ય રિક્રુટરને રસપ્રદ સ્ટોરી કહેવાનું હોવું જોઈએ.

  Jobs and career: કોને નોકરી (Job)એ રાખવામાં આવે છે અને કોને નથી રખાતા તે વાત બે પરિબળો પર આધારિત છે. જેમાં રેઝ્યૂમ (Resume) અને કવર લેટર (Cover letter)નો સમાવેશ કરતા કન્ટેન્ટ અને વ્યક્તિવ (Personality) સામેલ છે.

  અહીં તમે કન્ટેન્ટ એટલે શું અને ઉમેદવાર નોકરી માટે કેવો એપ્રોચ કરે છે તે અંગે સમજશો. આ ઉપરાંત સારી રીતે બનાવેલા રેઝ્યૂમની અસર શું છે અને ભૂતકાળના અનુભવોના કુશળ વર્ણનથી શું ફરક પડે છે? તે પણ જાણશો. તમારે યાદ રાખવું કે, રેઝ્યૂમને એ સ્ટોરીબોર્ડ છે. જેમાં તમારું લક્ષ્ય રિક્રુટરને રસપ્રદ સ્ટોરી કહેવાનું હોવું જોઈએ.

  એમ સમજો કે, તમારે એક પીચ તૈયાર કરવાની છે, જેમાં તમારી પાસે તમારી સ્ટોરીથી રિક્રુટરને પ્રભાવિત કરવા માટે થોડી સેકંડનો સમય છે. જો તમારી સ્ટોરી વિશ્વાસપાત્ર હોય તો રિક્રુટર તેને હાયરિંગ મેનેજરને મોકલશે અને આગામી રાઉન્ડ માટે તમારી ભલામણ કરશે.

  આ પ્રાથમિક તફાવત લાયક ઉમેદવારને ગેરલાયક ઠરેલા ઉમેદવારથી અલગ કરે છે. જો તમારી પાસે વાતચીત કરવાની સારી ક્ષમતા હોય તો ઘણો ફરક પડી શકે છે! ઘણા શૈક્ષણિક રીતે નિપુણ અને કુશળ ઉમેદવારો ઇન્ટરવ્યુમાં ગેરલાયક ઠર્યા છે, કારણ કે તેઓ ઉચ્ચ લાયકાત ધરાવતા હોવા છતાં પણ તેમની વાત કુશળતાપૂર્વક રજૂ કરી શક્યા નહોતા.

  અહીં રેઝ્યૂમને અસરકારક બનવવા શેની જરૂર પડશે તે અંગે જાણકારી અપાઈ છે. સૌથી પહેલા તમારી કુશળતાને ઉજાગર કરવા માટે ઈલસ્ટ્રેશનનો ઉપયોગ કરો. તમે પૂરેપૂરા વાકેફ ન હોવ કે તમારી ક્ષમતા બહાર હોય તેવી કુશળતાનો ઉલ્લેખ ન કરો. તમારા ભૂતકાળના અનુભવો દરમિયાન તમે મેળવેલી કુશળતા અને અનુભવના આધારે તમને નોકરીએ રાખવા કે નહીં તે નિર્ણય લેવાશે. તમે તમારા કામ પ્રત્યે કેટલા સમર્પિત છો? ભૂતકાળમાં વિવિધ અભ્યાસક્રમો દ્વારા તમે કેવી રીતે અપસ્કિલિંગ કર્યું છે? અને નવી સ્કિલ પ્રાપ્ત કરવાની તમારી ક્ષમતા કેવી છે અંતે, તમે કેવા પ્રકારની કોમ્યુનિટીનું મેનેજમેન્ટ કર્યું છે અને તમે કઈ વધારાની પ્રવૃત્તિઓ હાથ ધરી છે? જેવા તમારી લીડરશીપના ગુણોને ધ્યાનમાં લેવામાં આવે છે.

  આ પણ વાંચોઃ-Career Tips: જોબ શોધતા લોકો માટે એક પાવરફુલ રિઝ્યુમ કેમ અને કેવી રીતે જરૂરી છે?

  સૌથી મહત્ત્વનું પરિબળ ઈક્યુ (ઈમોશનલ ક્વોશન્ટ) ગણાય છે.

  ઈમોશનલ ક્વોશન્ટ એટલે કે...
  - ટીમમાં તમે કેવું પ્રદર્શન કરશો?
  - તમે ટીમનું નેતૃત્વ કેવી રીતે કરશો?
  - તમે કંપનીના વિઝન સાથે તમારી જાતને કેવી રીતે સાંકળી શકશો?

  તમારે યાદ રાખવું કે, હાયર કરતી ટીમ ઉમેદવારની માનસિકતાનું મૂલ્યાંકન કરે છે. ઉમેદવારો તણાવપૂર્ણ સંજોગોને કેવી રીતે હેન્ડલ કરે છે અને શું તેઓ પરિસ્થિતિઓ પર કાબુ મેળવી શકે છે કે કેમ? તે બાબતનો તાગ પણ મેળવે છે.

  આ પણ વાંચોઃ-Career Tips: 2022-23માં નોકરી શોધનારે કયા પાસા પર ધ્યાન આપવું જરૂરી છે?

  આને કારણે એન્ટ્રી લેવલના ઉમેદવારોને સિનિયર-લેવલ અથવા લીડરશીપ પોઝિશન સુધી પહોંચવામાં મદદ મળે છે. તમે લોકોને કેવી રીતે મેનેજ કરો છો અને પ્રેરણા આપો છો તે બાબત તમારા રેઝ્યૂમને પરથી જાણવા મળે છે. જેથી તમારે તમારા કામ દ્વારા થયેલી અસરને પ્રાધાન્ય આપવું જોઈએ અને હાઇલાઇટ કરવી જોઈએ.
  Published by:ankit patel
  First published:

  Tags: Career News, Career tips, Jobs and Career

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन