Home /News /career /Indian Students : અમેરિકા જતા ભારતીય વિદ્યાર્થીઓ આટલી બાબતોની કાળજી રાખે તો એરપોર્ટ પર નહીં થાય કોઇ તકલીફ
Indian Students : અમેરિકા જતા ભારતીય વિદ્યાર્થીઓ આટલી બાબતોની કાળજી રાખે તો એરપોર્ટ પર નહીં થાય કોઇ તકલીફ
USA Airport rules
Tips for Indian Students : આ આર્ટિકલ દ્વારા ભારતમાં યુ.એસ. એમ્બેસીમાં યુ.એસ. કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) એટેચ ઓફિસના પોર્ટ ઓફ એન્ટ્રી નિષ્ણાંતો પાસેથી યુનાઇટેડ સ્ટેટ્સમાં તમારી પ્રવેશને શક્ય તેટલી સરળ કેવી રીતે બનાવવી તે અંગે તમે સ્પષ્ટ રીતે જાણી શકશો.
Foreign Education : વિદેશ જવા માટે તમારી એપ્લિકેશન સિલેક્ટ થઇ ગઇ, તમારું એડમિશન પણ થઇ ગયુ અને તમારા વિઝા હાથમાં છે. પરંતુ તમે ફ્લાઇટમાંથી ઉતરો અને યુનાઇટેડ સ્ટેટ્સમાં ઔપચારિક રીતે પ્રવેશવાની તૈયારી કરો ત્યાર પછી શું થશે? સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં લઇને અમેરિકન સરકાર દ્વારા પ્રવેશ બાદ અમુક પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. પ્રક્રિયા લગભગ સરળ અને ઝડપી હોય છે, જેથી તમે ન્યૂનતમ વિલંબ સાથે એરપોર્ટમાંથી બહાર નીકળી શકો.
આ આર્ટિકલ દ્વારા ભારતમાં યુ.એસ. એમ્બેસીમાં યુ.એસ. કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) એટેચ ઓફિસના પોર્ટ ઓફ એન્ટ્રી નિષ્ણાંતો પાસેથી યુનાઇટેડ સ્ટેટ્સમાં તમારી પ્રવેશને શક્ય તેટલી સરળ કેવી રીતે બનાવવી તે અંગે તમે સ્પષ્ટ રીતે જાણી શકશો.
તમારા દસ્તાવેજો તૈયાર રાખો
યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ દસ્તાવેજોમાં માન્ય પાસપોર્ટ, F-1 વિદ્યાર્થી વિઝા અને માન્ય ફોર્મ I-20 A-Bનો સમાવેશ થાય છે. જો કોઈ વસ્તુ ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય તો બેકઅપ તરીકે આ દસ્તાવેજોની કાગળ અને ડિજિટલ નકલો બંને રાખવા જોઇએ. પરંતુ ઓરિજનલ ડોક્યુમેન્ટ હંમેશા હાથમાં રહે તે રીતે રાખો. સપોર્ટિંગ દસ્તાવેજો પણ મદદરૂપ થઈ શકે છે. તેમાં શાળા પ્રવેશ પત્ર, તમારી શાળાની સંપર્ક માહિતી અને નાણાંકીય દસ્તાવેજો શામેલ હોઈ શકે છે. જે દર્શાવે છે કે તમે યુનાઇટેડ સ્ટેટ્સમાં પોતાને ટેકો આપવા સક્ષમ છો. એકવાર તમે લેન્ડ થઇ જાવ અને CBP અધિકારીનો સંપર્ક કરો ત્યારે તમારા દસ્તાવેજો તમારા હાથમાં રાખો.
યુનાઇટેડ સ્ટેટ્સમાં અમુક પ્રકારના ખાદ્ય ઉત્પાદનો અને દવાઓના પ્રવેશ પર પ્રતિબંધ હોઈ શકે છે. આવી કોઈપણ વસ્તુઓ સાથે પકડાવાથી જપ્તી, વિલંબ અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે. તેથી તમારી બેગ પેક કરતા પહેલા કઇ વસ્તુઓ લઇ જવી તે ખાસ ધ્યાનમાં રાખો.
સૂચનોનું પાલન કરો
એન્ટ્રી સમયે પ્રવેશ પ્રક્રિયામાં તપાસ અને સિક્યોરીટી લોકોને થોડી ડરાવી શકે છે. ખાસ કરીને જે લોકો પ્રથમ વખત ટ્રાવેલ કરી રહ્યા છે. જો તમે પણ ચિંતા અને ડર અનુભવો તો ઊંડા શ્વાસ લો અને તમામ સૂચનોનું યોગ્ય રીતે પાલન કરો અને ઓફિસર દ્વારા માંગવામાં આવતા તમામ દસ્તાવેજો દર્શાવવા.
સત્ય બોલો
જો કોઇ પણ વ્યક્તિ તમને અરાઇવલ બાદ સીબીપી ઓફિસરને કોઇ પણ બાબતે ખોટું બોલવા કે ખોટા જવાબો આપવા કહે છે તો તે બિલકુલ અયોગ્ય છે. તમામ પ્રવાસીઓ માટે કસ્ટમ્સ ડિક્લેરેશન ફોર્મ્સ જરૂરી છે. આ દસ્તાવેજો મુલાકાતીઓને તેઓ દેશમાં જે પણ વસ્તુઓ લાવી રહ્યાં છે તે દર્શાવવા કહેવામાં છે. ફોર્મમાં તમામ દસ્તાવેજો અને માહિતી સત્ય દર્શાવવી. જેથી ભવિષ્યમાં કોઇ પણ સમસ્યા ઊભી ન થાય.
સામાન્ય સંજોગોમાં પોર્ટ ઓફ એન્ટ્રી પ્રક્રિયાઓ CBP અધિકારીનો સંપર્ક કરવાથી માંડીને તમારી બેગ હાથમાં લઈને એરપોર્ટથી બહાર નીકળવા માટે માત્ર થોડી મિનિટો લે છે. પરંતુ હંમેશા તૈયાર રહો. જો એક કરતા વધુ વિદેશી ફ્લાઇટ એરપોર્ટ પર આવી જાય છે, તો તપાસ માટે લાંબી લાઇનો લાગી શકે છે અને તમારે પણ વધુ સમય લાગી શકે છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર