Home /News /career /Career Options : જો તમે પણ ધરાવો છો ઈન્ટ્રોવર્ટ પર્સનાલિટી, તો આ છે તમારી માટે બેસ્ટ 5 કરિયર ઓપ્શન

Career Options : જો તમે પણ ધરાવો છો ઈન્ટ્રોવર્ટ પર્સનાલિટી, તો આ છે તમારી માટે બેસ્ટ 5 કરિયર ઓપ્શન

ઇન્ટ્રોવર્ટ લોકો માટે બેસ્ટ કરિયર ઓપ્શન્સ

જાણીતા સાયકોલોજીસ્ટ કાર્લ જંગ અનુસાર, ઈન્ટ્રોવર્ટ લોકો શાંતિ અને એકાંત પસંદ કરતા હોય છે. હાલના સમયમાં લોકો પોતાની પર્સનાલિટીના લઈને જાગૃત બન્યા છે અને કરિયર તથા અન્ય જીવનના મહત્વપૂર્ણ નિર્ણયો પણ પોતાની પર્સનાલિટીના આધારે જ લેતા હોય છે

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • ahmedabad (Ahmedabad) [Ahmedabad], India
કેટલાક લોકો એકલા રહેવાનું અને વધુ ન બોલવાનું પસંદ કરતા હોય છે. આવા લોકોને અન્ય લોકોની વચ્ચે રહેવા કરતા પોતાનો જ સાથ વધારે પસંદ હોય છે, આવા લોકોને ઈન્ટ્રોવર્ટ કહેવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે વિશ્વનો દરેક ચોથો વ્યક્તિ ઈન્ટ્રોવર્ટ છે. જાણીતા સાયકોલોજીસ્ટ કાર્લ જંગ અનુસાર, ઈન્ટ્રોવર્ટ લોકો શાંતિ અને એકાંત પસંદ કરતા હોય છે. હાલના સમયમાં લોકો પોતાની પર્સનાલિટીના લઈને જાગૃત બન્યા છે અને કરિયર તથા અન્ય જીવનના મહત્વપૂર્ણ નિર્ણયો પણ પોતાની પર્સનાલિટીના આધારે જ લેતા હોય છે. ત્યારે આજે અમે ઈન્ટ્રોવર્ટ લોકો માટે કેટલાક બેસ્ટ કરિયર ઓપ્શન જણાવવા જઈ રહ્યાં છીએ. તો ચાલો જોઈએ કયા છે આ કરિયર ઓપ્શન...

ઈન્ટ્રોવર્ટ વ્યક્તિત્વના ખાસ લક્ષણો


- ધ્યાન કેન્દ્રિત કરવા માટે શાંતિની જરૂર પડે
- આત્મ નિરીક્ષણ કરતા રહે
- સેલ્ફ અવેરનેસ રાખે અને વિચારશીલ રહે
- નિર્ણય લેવામાં સમય લાગે
- એકલા રહેવું આરામદાયક લાગે
- ગ્રુપમાં રહેવું નાપસંદ હોય
- વાત કરવાને બદલે લખવાનું પસંદ કરે
- ભીડમાં થાક અનુભવે
- મિત્રો થોડા પણ ગાઢ હોય
- પોતાની કલ્પનાથી સમસ્યા ઉકેલે

ઈન્ટ્રોવર્ટ વ્યક્તિના કેટલાક ખાસ લક્ષણોમાં સર્જનાત્મકતા, દયા અને સહાનુભૂતિ, ધીરજ, ધારણા, બુદ્ધિશાળી, વિચારશીલ, વફાદારી, સેલ્ફ અવેરનેસ, બાબાતોને જોવાની ઝીણવટતા, અન્ય લોકોની કાળજી લેવી વગેરેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો - એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલમાં ભરતી, એપ્લાય કરવાના ફક્ત 2 દિવસ બાકી

5 બેસ્ટ કરિયર ઓપ્શન


લેખક


ઈન્ટ્રોવર્ટ વ્યક્તિને વાંચવું અને લખવું આ બન્ને કાર્યો ખૂબ પસંદ હોય છે. આ લોકોનો ઝુકાવ લખવા પ્રત્યે પણ સારો હોય છે અને અસંખ્ય પુસ્તકો વાંચવાને લઈને તે સારો શબ્દભંડોળ પણ ધરાવે છે. અહીં તમારે માત્ર બુક લખવાની જરૂર નથી. તમે નાના લેખ, સમીક્ષા, ટેગલાઈન અથવા પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શન પણ લખી શકો છો. આ ઉપરાંત તમે શોર્ટ સ્ટોરી, બ્લોગ, કવિતાઓ, ન્યૂઝ, બાયોડેટા વગેરે પણ લખી શકો છો. ઈન્ટ્રોવર્ટ માટે આ એક સારો કરિયર ઓપ્શન સાબિત થઈ શકે છે.

કલાકાર


મોટાભાગે ઈન્ટ્રોવર્ટ લોકો ખૂબ સર્જનાત્મક હોય છે અને તેમનું મન પણ કલાત્મક વલણ ધરાવે છે. તમે ગ્રાફિક ડિઝાઇનર, આર્કિટેક્ટ, પોસ્ટર મેકર, પેઇન્ટર, UX ડિઝાઇનર, ગ્રેફિટી આર્ટિસ્ટ વગેરેમાં હાથ અજમાવી શકો છો. ડિઝાઇનર તરીકે સફળ થવા માટે તમારી પાસે સારી ડ્રોઇંગ અથવા પેઇન્ટિંગ કુશળતા હોવી જરૂરી નથી, તમે માત્ર તમારી કલ્પનાને આધારે ઓનલાઈન ટૂલ્સનો ઉપયોગ કરી ડિઝાઇન, લેઆઉટ, ચિત્રો, હાઉસ પ્લાન વગેરે બનાવી શકો છો.

પ્રોગ્રામર


જો તમને કોમ્પ્યૂટર પસંદ છે, તો આ સારો વિકલ્પ બની શકે છે. જો કે સોફ્ટવેર પ્રોફેશનલ્સ બનવા માટે સારા ગાણિતિક જ્ઞાનની જરૂર પડે છે. આ સાથે જ નોંધપાત્ર વિવેચનાત્મક વિચાર કરવાની ક્ષમતા હોવી જરૂરી છે. મોટાભાગના સોફ્ટવેર ડેવલપરનું કામ સમસ્યાઓ શોધવાનું અને તેને ફિક્સ કરવાનું હોય છે. તેમને અન્ય લોકો સાથે વધુ વાતચીત પણ કરવી પડતી નથી. આ માટે તમારે કોડિંગ પણ શીખવું પડશે, કારણ કે તે પ્રોગ્રામિંગ નોકરીઓ માટે જરૂરી આધાર છે.

આ પણ વાંચો - પંજાબ નેશનલ બેંકમાં આવી ભરતી, ઘરે બેઠા આપો પરીક્ષા અને મેળવો 70 હજારનો પગાર

એકાઉન્ટન્ટ


એનાલિટિકલ માઈન્ડ ધરાવતા પણ ઈન્ટ્રોવર્ટ લોકો માટે એકાઉન્ટન્ટની જોબ સારું કામ છે. ફાઇનાન્સ, આંકડા અને ગણિતનું જ્ઞાન એકાઉન્ટિંગ જોબ માટેની શરત છે. હાઈ લેવલની જોબમાં આ બાબતો ખૂબ જરૂરી બની રહે છે. આ વિશ્વના સૌથી નફાકારક વ્યવસાયોમાંનું એક છે અને ઈન્ટ્રોવર્ટ લોકો આમાં સારી રીતે ફાવી શકે છે. આમાં તમને એકલો સમય, જટિલ પડકારો અને મર્યાદિત ઈન્ટરેક્શન જેવા તમામ લાભ મળી શકે છે.


સોશિયલ મીડિયા મેનેજર


જેમ આપણે આગળ વાત કરી ઈન્ટ્રોવર્ટ લોકોમાં ક્રિએટિવીટી સારી હોય છે, જેમ તે સારી લેખન ક્ષમતા, ધારદાર વિચારો વગેરે. જો તમારી પાસે પણ આવી આવડત છે, તો તમે સોશિયલ મીડિયા મેનેજર બની શકો છો. સોશિયલ મીડિયા મેનેજરો કેમ્પેઈન કરી માર્કેટિંગમાં મદદ કરે છે અને ક્લાયંટના સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઓપરેટ કરે છે અને તે પણ માત્ર કોમ્પ્યૂટર પરથી. આમાં તમારે લોકો સાથે ઓછું ઈન્ટરેક્શન કરવું પડશે.
First published:

Tags: Career and Jobs

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો