Home /News /career /Jobs: આગામી વર્ષોમાં ખતમ થઈ જશે આ 10 નોકરીઓ

Jobs: આગામી વર્ષોમાં ખતમ થઈ જશે આ 10 નોકરીઓ

પ્રતિકાત્મક તસવીર

Jobs loss: આપણે પણ ટેક્નોલોજી પર સંપૂર્ણપણે નિર્ભર બની ગયા છીએ. હવે ટેક્નોલોજી જે ઝડપે આગળ વધી રહી છે તે જોતાં અંદાજ લગાવી શકાય છે કે આગામી દસ વર્ષમાં કેટલીક વધુ નોકરીઓ છીનવાઈ જવાની છે.

  દેશ-વિદેશમાં રોજબરોજ નવી ટેક્નોલોજી (technology) આવી રહી છે અને તેને કારણે માનવશ્રમનું કામ ઘટી રહ્યું છે, પરંતુ ટેક્નોલોજીની પ્રગતિને કારણે કેટલીક નોકરીઓ (jobs) પણ નાશ પામી છે અને ભવિષ્યમાં નાબૂદ થઈ જશે. યાદ કરો કે તમે છેલ્લે ક્યારે PCO કોલ કર્યો હતો કે રિસેપ્શનિસ્ટથી દૂર બેઠેલા તમારા સંબંધીને ફોન કરવા કહ્યું? અને લિફ્ટમેને ક્યારે તમને તમારા ફ્લોર પર લઈ ગયા? એકંદરે આજના આ ઝડપી, ટેક્નો જમાનામાં માનવબળનું સ્થાન મશીનોએ લીધું છે. આપણે પણ ટેક્નોલોજી પર સંપૂર્ણપણે નિર્ભર બની ગયા છીએ. હવે ટેક્નોલોજી જે ઝડપે આગળ વધી રહી છે તે જોતાં અંદાજ લગાવી શકાય છે કે આગામી દસ વર્ષમાં કેટલીક વધુ નોકરીઓ છીનવાઈ જવાની છે. અહીં અમે કેટલીક એવી નોકરીઓ જણાવી રહ્યાં છીએ, જે હવે લુપ્ત થવાના જોખમે છે.

  લાયબ્રેરિયન :
  હવે લોકો તેમના સ્માર્ટફોન અને ટેબલેટ પર પુસ્તકો વાંચવા લાગ્યા છે. ઈ-બુક અને ઓડિયો બુક સરળતાથી ઉપલબ્ધ છે. સમય સાથે આ નવો ટ્રેન્ડ અપનાવનારા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. હવે તો રોબોટ્સ તમને પુસ્તક શોધવામાં મદદ કરશે. આ સ્થિતિમાં લાઈબ્રેરીમાં માનવબળનું હવે પહેલા જેટલું મહત્ત્વ રહ્યું નથી અને શક્ય છે કે ભવિષ્યમાં માનવબળની જરૂર રહેશે નહીં.

  BPO કર્મચારીઓ :
  એવી પણ ચર્ચા છે કે BPO/કોલ સેન્ટર ઉદ્યોગમાં ઓટોમેશનને કારણે BPO કર્મચારીઓની જરૂરિયાત ઘટશે. દરેક કંપની ધીરે ધીરે ચેટબોટ્સ અપનાવશે.

  ફાઇટર પાઇલટ
  નજીકના ભવિષ્યમાં માનવરહિત ફાઇટર જેટનું વધુ મહત્વ રહેશે.

  પોસ્ટમેન :
  Email, Messages, WhatsApp અને Skype જેવી એપ્સે એક જગ્યાએથી બીજી જગ્યાએ મેસેજ મોકલવાનું ખૂબ જ સરળ બનાવ્યું છે. આવી સ્થિતિમાં પોસ્ટમેન અને કુરિયર કંપનીઓનું કામ ખત્મ થઈ રહ્યું છે.

  પાર્કિંગ એટેન્ડન્ટ :
  ઓટોમેશનના કારણે પાર્કિંગ લોટ એટેન્ડન્ટની નોકરી પણ ખતમ થઈ જશે. પાર્કિંગ પ્લાઝા ઓટોમેટેડ બનાવવામાં આવશે.

  ન્યુઝ પેપર ડિલિવરી બોય :
  લોકો તેમના સમાચાર વાંચવા માટે હવે મોબાઈલનો જ ઉપયોગ કરે છે. લોકો તેમના સ્માર્ટફોન પર જ હવે તમામ સમાચાર વાંચે છે, વિડીયો અને ચિત્રો જુએ છે. આવી સ્થિતિમાં જો અખબારો સર્ક્યુલેશનમાંથી ખતમ થઈ રહ્યા છે, તો ઘરે અખબાર પહોંચાડનાર છોકરાઓની નોકરી લાંબો સમય ચાલશે નહીં.

  બસ કંડક્ટર :
  હવે ધીમે ધીમે બસમાં મશીન લગાવવાની તૈયારી ચાલી રહી છે. જે કંડક્ટરનું કામ કરશે. આમ ટિકિટ માટે હવે બસમાં કંડક્ટરની જરૂર રહેશે નહીં. મશીનથી જ લોકોને ટિકિટ મળશે.

  આ પણ વાંચોઃ-ONGC recruitments 2022 : ONGCમાં જુનિયર કન્સલ્ન્ટની ભરતી, 480000 સુધીનો પગાર

  ટોલ પ્લાઝા ઓપરેટર :
  ધીમે ધીમે અહીં પણ ઓટોમેશન આવી રહ્યું છે. ઘણા લોકો ડિજિટલ વોલેટથી ચૂકવણી કરે છે. ભારતમાં તો હવે ફાસ્ટેગનું પણ પ્રમાણ વધી રહ્યું છે.

  પ્રિન્ટ મીડિયા પત્રકાર :
  ઓનલાઈન સમાચાર વાંચવાથી અખબારોનું કામ ધીમું પડી જશે. આવી સ્થિતિમાં પ્રિન્ટ મીડિયાના પત્રકારની નોકરી જોખમમાં છે. જોકે સામે પક્ષે ડિજિટલ ક્ષેત્રે પત્રકારોની જરૂરિયાતો વધશે.

  આ પણ વાંચોઃ-Career tips: ટોપ કંપનીઓ કઈ રીતે ઉમેદવારની પસંદગી કરે છે અને કંપનીમાં હાયર કરે છે?

  સેક્રેટરી :
  હવે તમારો સ્માર્ટફોન જ તમારો પર્સનલ સેક્રેટરી બની રહ્યો છે. એક સમય હતો જ્યારે બોસને તેમના કામની યાદ અપાવવા માટે સેક્રેટરીની જરૂર હતી, પરંતુ હવે તેનું સ્થાન સુપરફાસ્ટ સ્માર્ટફોને લઈ લીધું છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Career News, Jobs and Career, Jobs news

  विज्ञापन
  विज्ञापन