Home /News /career /FCI Sarkari Naukri 2022: ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં બમ્પર ભરતી, રૂ. 88,100 સુધી મળશે પગાર

FCI Sarkari Naukri 2022: ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં બમ્પર ભરતી, રૂ. 88,100 સુધી મળશે પગાર

FCI માં 5043 જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી

FCI Recruitment 2022: ઉમેદવાર અરજી કરતા પહેલા આપવામાં આવેલી તમામ ખાસ બાબતોને ધ્યાનથી વાંચે. સાથે જ આ ભરતી પ્રક્રિયા હેઠળ ઉમેદવાર FCI માં સરકારી નોકરી મેળવી શકે છે.

    નવી દિલ્હીઃ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં નોકરી મેળવવા માંગતા યુવાનો માટે સારા સમાચાર છે. આ માટે FCI એ મદદનીશ ગ્રેડ 3 (AG-III), જૂનિયર એન્જિનિયર, ટાઈપિસ્ટ અને સ્ટેનોગ્રાફર ગ્રેડ 2ના હોદ્દાઓ પર ભરતી કરવા માટે અરજીઓ મંગાવી છે. ઈચ્છુક તેમજ યોગ્ય ઉમેદાવાર જે આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે, તે FCI ની સત્તાવાર વેબસાઈટ fci.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવા માટે છેલ્લી તારીખ 5મી ઓક્ટોબર છે.

    કુલ 5043 જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે

    આ ઉપરાંત ઉમેદવાર સીધા જ આ લિંક https://fci.gov.in/ દ્વારા પણ આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. સાથે જ આ લિંક FCI Category 3 Recruitment 2022 Notification PDF પર ક્લિક કરીને સત્તાવાર સૂચનાઓ મેળવી શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 5043 જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.



    FCI Recruitment 2022 માટે મહત્વપૂર્ણ તારીખ

    ઓનલાઈન અરજી કરવા માટે શરૂઆતની તારીખ- 06 સપ્ટેમ્બર
    ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લી તારીખ- 05 ઓક્ટેબર

    આ પણ વાંચોઃ આર્મી સ્કૂલોમાં 8000થી વધુ શિક્ષકોની ભરતી, જલ્દી કરો અરજી 

    FCI Recruitment 2022 માટે ખાલી જગ્યાની વિગતો

    કુલ પોસ્ટની સંખ્યા- 5043

    FCI Recruitment 2022 માટે યોગ્યતાના માપદંડ

    ● AG-III (ટેકનોલોજી) - ઉમેદવાર કૃષિ\વનસ્પતિ વિજ્ઞાન\જીવ વિજ્ઞાન\બાયોટેક\ફૂડ વગેરેમાં સ્નાતક હોવો જોઈએ.

    ● AG-III (સામાન્ય) - કોઈ પણ માન્ય સંસ્થા કે યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. સાથે જ કમ્પ્યૂટરનું પણ જ્ઞાન હોવુ જરૂરી છે.

    ● AG-III (એકાઉન્ટ્સ) - બીકોમની ડિગ્રી અને કમ્પ્યૂટરનું જ્ઞાન હોવુ જરૂરી છે.

    ● જેઈ (ઈએમઈ) - ઉમેદવારની પાસે ઈઈ\એમઈ એન્જિનિયરિંગમાં ડિગ્રી કે ડિપ્લોમાંની સાથે એક વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ.

    ● જેઈ (સિવિલ) - ઉમેદવારની પાસે સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી કે ડિપ્લોમાની સાથે એક વર્ષનો અનુભવ હોવો જોઈએ.

    ● હિન્દી ટાઈપિસ્ટ AG-II (હિન્દી) - ઉમેદવાર સ્નાતક હોવો જોઈએ અને હિન્દી ટાઈપિંગમાં 30 શબ્દ પ્રતિ મિનિટની સ્પીડ હોવી જોઈએ. સાથે જ ભાષાંતરમાં એક વર્ષનો અનુભવ હોવો જાઈએ.

    ● સ્ટેનો ગ્રેડ- II - સ્નાતકની સાથે ડીઓઈએસીસી ‘ઓ’ લેવલનું પ્રમાણપત્ર હોવુ જોઈએ. સાથે જ ટાઈપિંગ અને સ્ટેનોનું કામ પણ આવડતુ હોવું જોઈએ.

    Food Corporation Of India

    FCI Recruitment 2022 માટે વય મર્યાદા

    જૂનિયર એન્જિનિયર (સિવિલ એન્જિનિયર) - 21 વર્ષથી 28 વર્ષ
    જૂનિયર એન્જિનિયર (વિદ્યુત યાંત્રિક) - 21 વર્ષથી 28 વર્ષ
    સ્ટેનો ગ્રેટ - II - 21 વર્ષથી 25 વર્ષ
    AG- III (હિન્દી) - 21 વર્ષથી 28 વર્ષ
    AG- III (એકાઉન્ટ્સ) - 21 વર્ષથી 27 વર્ષ
    AG- III (સામાન્ય) - 21 વર્ષથી 27 વર્ષ
    AG- III (ટેકનિકલ) - 21 વર્ષથી 27 વર્ષ
    AG- III (ડેપો) - 21 વર્ષથી 27 વર્ષ

    FCI Recruitment 2022 માટે પગાર

    JE - 34,000-103,400 રૂપિયા
    સ્ટેનો ગ્રેડ 2 - 30,500-88100 રૂપિયા
    AG ગ્રેડ 3 - 28,200-79,200 રૂપિયા

    FCI Recruitment 2022 માટે પસંદગી પ્રક્રિયા

    લેખિત પરીક્ષા (પ્રારંભિક કે મુખ્ય)
    સ્કિલ ટેસ્ટ\ ટાઈપ ટેસ્ટ ( જો પોસ્ટ માટે જરૂરી હોય તો)
    દસ્તાવેજ ચકાસણી
    મેડિકલ ટેસ્ટ
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Career and Jobs, Recruitment Jobs, Sarkari Naukri 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन