Home /News /career /વિદ્યાર્થીઓને જલ્સા, 26 ઓક્ટોબર બની ખાસ...., જાણો કેમ?

વિદ્યાર્થીઓને જલ્સા, 26 ઓક્ટોબર બની ખાસ...., જાણો કેમ?

telangana dussehra holidays extended 2022

શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓને 26 ઓક્ટોબર સુધી દશેરાની રજાઓ રહેશે. તેલંગાણા રાજ્યની સરકારે દશેરાની રજાઓ લંબાવવાનો નિર્ણય લેતા છાત્રોમાં ઉત્સાહ છે પણ શિક્ષણના દિવસો ઓછા થઈ જતાં ક્યાંક કચવાટ પણ જોવા મળી રહ્યો છે.

    થોડા સમય પહેલા તેલંગાણા સરકારે રજાઓની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લીધો હતો. જોકે, હવે દશેરાની રજાઓની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે. હવે તેલંગાણાની શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓને 26 ઓક્ટોબર સુધી દશેરાની રજાઓ રહેશે. રાજ્યની સરકારે દશેરાની રજાઓ (telangana dussehra holidays extended 2022) લંબાવવાનો નિર્ણય લેતા છાત્રોમાં ઉત્સાહ છે પણ શિક્ષણના દિવસો ઓછા થઈ જતાં ક્યાંક કચવાટ પણ જોવા મળી રહ્યો છે.


    તેલંગાણા સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એસસીઇઆરટી)ના ડિરેક્ટરના મેમોએ શાળા શિક્ષણ વિભાગને જુલાઈમાં ભારે વરસાદ અને નેશનલ ઇન્ટિગ્રશન ડે ની ઉજવણીને કારણે કામકાજના દિવસોના નુકસાનની ભરપાઇ કરવા માટે દશેરાની રજાઓની સંખ્યા 14 દિવસથી ઘટાડીને નવ દિવસ કરવાની દરખાસ્ત કરી હતી.


    આ પણ વાંચો:  રાજકોટ નાગરિક સહકારી બેન્કની ભરતીમાં અરજી કરવા માટે છેલ્લો દિવસ નજીક, અહી જાણો સંપૂર્ણ વિગત

    રજાના દિવસોની પૂર્તિ માટે 26 સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી 14 દિવસના વેલેશનના બદલે 1 થી 9 ઓક્ટોબર દરમિયાન દશેરા વેકેશનની ભલામણ થઈ હતી. હવે સરકારે સ્પષ્ટતા કરી છે કે રજાઓ 26 ઓક્ટોબર સુધી રહેશે.


    કોલેજો અને શાળાઓ 9 ઓક્ટોબરે ફરી શરૂ થશે પરંતુ વિદ્યાર્થીઓએ 26 ઓક્ટોબરથી જ જોડાવાનું રહેશે. સંબંધિત કોલેજોમાં લેક્ચર લેવામાં આવશે. જોકે, 26 ઓક્ટોબર સુધી વર્ગો શરૂ નહીં થાય તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે


    અહીં ઉલ્લખનીય છે કે, કોરોના મહામારીના કારણે અનુસ્નાતક અભ્યાસક્રમોના ક્લાસ વચ્ચે ગેપ પડી ગયો છે, પરિણામે રજાઓની સંખ્યા ઘટાડવા અંગે વિચારણા કરવામાં આવી હતી. પરંતુ તેલંગાણા સરકારે તેલંગાણામાં બાથુકમ્મા અને દશેરાના તહેવારો માટે કુલ 15 દિવસની રજાઓ જાહેર કરી છે. આ ઉપરાંત આ જ મહિનામાં દિવાળીની રજાઓ પણ રહેશે. જેના કારણે ઘણી રજા જોવા મળશે.


    આ પણ વાંચો:  Success Story : ઝૂંપડપટ્ટીમાં બાળપણ, 16 ફ્રેક્ચર અને 8 સર્જરી બાદ બની IAS, રડાવી દેશે આ ખમીરવંતી યુવતીની ગાથા

    રજાના કારણે બગડેલા દિવસોની ભરપાઈ કરવા માટે એસસીઇઆરટીએ આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરમાં અને આવતા વર્ષે ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલમાં દર બીજા શનિવારે શાળાઓ ખુલ્લી રાખવાની ભલામણ કરી હતી. આના પરિણામે અભ્યાસના દિવસોના નુકસાનમાં ઘટાડો થશે. અલબત આ બાબતે હજી સુધી અંતિમ નિર્ણય લેવાયો નથી.

    Published by:Rahul Vegda
    First published:

    Tags: Career and Jobs, Education News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन