GTU Jobs: જીટીયુમાં ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફની મોટી ભરતી, 60થી વઘુ પોસ્ટ માટે ફટાફટ કરો એપ્લાય

જીટીયુમાં સરકારી નોકરી માટે ભરતી ફટાફટ કરો એપ્લાય

Sarkari Naukri 2021: જીટીયુ દ્વારા એસોસિએટ પ્રોફેસર, પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, લેબ આસિસ્ટન્ટ સહિતની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે.

  • Share this:
    Sarkari Naukri 2021: જીટીયુ (GTU Jobs for Teaching and Non Teaching staff) દ્વારા એસોસિએટ પ્રોફેસર, પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, લેબ આસિસ્ટન્ટ સહિતની (GTU Sarkari Naukri 2021) પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ નોકરીમાં કુલ 60 પ્લસ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. જીટીયુ દ્વારા ગુજરાત પાવર એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મહેસાણા, જીટીયુ ઓફિસ, ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ફાર્મસી સ્કૂલ ઓફ એપ્લાઇડ સાયન્સ ટેકનોલોજી માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે.

    ભરતી માટેનું નોટિફિકેશન જીટીયુનું વેબસાઇટ પર બહાર પાડવામાં આવ્યું છે જેમાં ભરતીની તમામ વિગતો જાહેર કરવામાં આવી છે. આના માટે અરજીની શરૂઆત 16મી ઑક્ટોબરથી થશે જ્યારે અરજી કરવાની અંતિમ તારીખ 8મી નવેમ્બર રાખવામાં આવી છે.

    પોસ્ટ : જીટીયુ દ્વારા આ નોકરી 11 મહિનાના કરારા આધારે લેવામાં આવી રહી છે જેમાં કુલ 35 જગ્યા માટે 60 કરતાં વધુ ઉમેદવારોને નોકરી આપવામાં આવશે. તમામ નોકરી માટે જીટીયુ દ્વારા જુદા જુદા પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યા છે, જેના આધારે જાહેરાત પરથી જોઈને ફોર્મ ભરવાનું રહેશે.

    આ પણ વાંચો : HPCL Jobs : હિંદુસ્તાન પેટ્રોલિયમમાં રિસર્ચ એસોસિએટ્સની ભરતી, 85,000 સુધી મળશે પગાર

    આ જગ્યાઓ માટે થશે ભરતી

    જીટીયુ દ્વારા યોજાનારી આ ભરતી પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, લેબોરેટરી આસિસ્ટન્ટ, લેબોરેટરી ટેકનિશિયન, સ્ટોર કીપર, સ્ટોર પર્ચેઝ આસિસ્ટન્ટ, લાઇબ્રેરી આસિસ્ટન્ટ, કોમ્યુટર પ્રોગ્રામર, પ્રોજેક્ટ મેનેજર, લેબ ઇનસ્ટ્રક્ટર, એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ માટે નોકરી બહાર પાડવામાં આવી છે.



































    પોસ્ટ : પ્રોફેસર 02, એસોસિએટ પ્રોફેસર 06, આસિસ્ટન્ટ પ્રોફેસર 25, લેબોરેટરી આસિસ્ટન્ટ 10, લેબોરેટરી ટેકનિશિયન 01, સ્ટોર કિપર, 1, સ્ટોર પર્ચેઝ આસિસ્ટન્ટ 01, લાઇબ્રેરી આસિસ્ટન્ટ કેટલોગર 01, કમ્યુટર પ્રોગ્રામર 05, લેબ ઇન્સ્ટ્ર્કટર 01, પ્રોજેક્ટ મેનેજર 02, એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ 08
    કોન્ટ્રાક્ટનો સમયગાળો : એપોઇન્ટમેન્ટથી 1 વર્ષ માટે
    પગાર : સરકારી ધારાધોરણ મુજબ દરેક પોસ્ટ પર અલગ અલગ
    શૈક્ષણિક લાયકાત : પ્રત્યેક પોસ્ટ પર નોટિફિકેશનમાં આપવામાં આવેલી જાહેરાત મુજબ
    ફોર્મ ફી : 500 રૂપિયા સામાન્ય કેટેગરી માટે અને 250 રૂપિયા ઈડબલ્યુએસ અને અનામત કેટેગરી માટે
    ઓનલાઇન એપ્લાય કરવા માટે https://www.gtu.ac.in/Recruitment.aspx
    નોટિફિકેશન જોવા માટે http://recruit19t.gtu.ac.in/Advertisement/Advertisement%2016-2021.pdf
    ઓનલાઇન એપ્લિકેશનની અંતિમ તારીખ 16 ઑક્ટોબરથી 16મી નવેમ્બર સુધી

    ઉમેદવારો માટે જરૂરી સૂચના

    દરેક ઉમેદવારે દરેક જગ્યા માટે જરૂરી ભરતીના આધારે દરેક પોસ્ટ માટે ભરતી કરવાની રહેશે. ભરતી માટેની જરૂરી સૂચનાઓ નોટિફિકેશનમાં વાંચવાની રહેશે. આ ભરતી માટેની ફીસ 500 રૂપિયા જનરલ કેટેગરી માટે અને બાકીની અનામત કેટેગરીના ઉમેદવારો માટે 250 રૂપિયા રાખવામાં આવી છે.

    પગાર

    સેલેરી દરેક પોસ્ટ માટે અલગ અલગ છે. પ્રોફેસરથી લઈને નોન ટીચીંગ સ્ટાફ માટેનું પગાર ધોરણ અલગ અલગ રાખવામાં આવેલું છે જેની સૂચના નોટિફિકેશનમાં આપવામાં આવેલી છે.
    Published by:Jay Mishra
    First published: