Home /News /career /

Teacher Jobs 2022: આ રાજ્યમાં PGTનાં પદ પર વેકન્સી, 11 માર્ચ સુધી કરી શકશો અરજી

Teacher Jobs 2022: આ રાજ્યમાં PGTનાં પદ પર વેકન્સી, 11 માર્ચ સુધી કરી શકશો અરજી

શિક્ષકો માટે આ રાજ્યમાં જાહેર થઇ ભરતી

Teacher Jobs 2022: દ્વારા નોટિફિકેશન અનુસાર કુલ 77 પદ પર ભરતી કરવામાં આવશે. એટલે PGTની નોકરી (Sarkari Naukri 2022, PGT Vacancy 2022) મેળવવાંનો આ શ્રેષ્ઠ ઉપાય છે.

    Teacher Jobs 2022: અરુણાચલ પ્રદેશ લોક સેવા આયોગ (Arunachal Pradesh Public Service Commission, APPSE)એ પીજીટીનાં પદ માટે ભરતી નોટિફિકેશન જાહેર કર્યું છે. અને આવેદન માંગ્યાં છે. સરકારી શિક્ષક (Teacher Vacancy 2022) બનવાની ઇચ્છા રાખનારા લોકો માટે આ એક સારી તક છે. જાહેર કરવામાં આવેલાં નોટિફિકેશન અનુસાર કુલ 77 પદ પર નિયુક્તિ કરવામાં આવશે. એટલે કે પીજીટી ટીચર જોબ (Sarkari Naukri 2022, PGT Vacancy 2022) મેળવવાની આ ઉત્તમ તક છે.

    આ રીતે કરો આવેદન- PGT પદ માટે આવેદન ઓનલાઇન માધ્યમથી થશે. પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સનાં પદ (Post Graduate Teachers Job) આવેદન કરવાનાં હેતુથી અરુણાચલ પ્રદેશ લોક સેવા આયોગની અધિકૃત વેબસાઇટ appsc.gov.in પર જવાનું રહેશે.

    આ પણ વાંચો-BSNL Recruitment 2022: BSNLમાં કામ કરવાની ઉત્તમ તક, મળશે 75000 સુધીનો પગાર

    અહીં અરજીની લિંક આપવામાં આવેલ છે. તે લિંક ખોલીને આપ અરજી પત્ર ભરી શકો છો. અરજી કરતા સમયે તમામ માહિતી સચોટ ભરવી. કોઇપણ જાણકારી ખોટી ન હોવી જોઇએ.

    આ પણ વાંચો-Oil India Recruitment 2022: Oil Indiaમાં 63 જગ્યા પર ભરતી, અહીંથી કરો અરજી

    ઉમેદવારની ઉંમર- PGTનાં પદ માટે અરજી કરનારા ઉમેદવારની ઉંમર 21થી 35 વર્ષની વચ્ચે હોવી જોઇએ. APST માટે ઉપરી ઉંમરમાં 5 વર્ષની છૂટ આપવામાં આવી છે.

    અરજીની ફી- અરજી કરતાં સમયે 200 રૂપિયા ફિ પેટે ચુકવવાનાં રેહશે. જોકે, APST માટે આવેદનની રકમ 150 રૂપિયા રાખવામાં આવી છે.

    અરજીની તારીખ- ઓનલાઇન આવેદન ભરવાની પ્રક્રિયા 4 ફેબ્રુઆરીનાં શરૂ થઇ ગઇ છે. જે 11 માર્ચ 2022 સુધી ચાલશે. તેથી આ સમયમાં અરજી કરી દેવી.

    વેકન્સી ડિટેઇલ્સ- અરુણાચલ પ્રદેશ લોક સેવા આયોગ (Arunachal Pradesh Public Service Commission, APPSC) તરફથી જાહેર નોટિફિકેશન અનુસાર, આ ભરતી 77 પદ માટે છે જેમાંથી 60 જગ્યા APST ઉમેદાવરો માટે આરક્ષિત છે.

    ફ્રોડનાં શીકાર ન બનો તેનું રાખો ધ્યાન
    કોઇ સરકારી વેબસાઇટમાં જો ભરતીની વેકન્સી આવે તો તેની ખરાઇ કરીને જ ફીની રકમ ભરવી કારણ કે થોડા છેલ્લાં થોડા સમયમાં નકલી વેબસાઇટ્સ બનાવી લોકોને છોતરવાનું કામ કેટલીક વેબસાઇટ દ્વારા થઇ રહ્યું હોવાની ઘટનાઓ બની હતી જે બાદ  ઓફિશિયલ સરકારી વેબસાઇટ દ્વારા આ સૂચના જાહેર કરવામાં આવે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Jobs, Sarkari Naukari, Teachers Jobs 2022, કેરિયર

    આગામી સમાચાર