Home /News /career /

Teacher Recruitment 2022: શિક્ષકોની 65000થી વધુ જગ્યાઓ પર બમ્પર ભરતી, અહીંથી કરો અરજી

Teacher Recruitment 2022: શિક્ષકોની 65000થી વધુ જગ્યાઓ પર બમ્પર ભરતી, અહીંથી કરો અરજી

Teachers Recruitment 2022 : દેશના વિવિધ બોર્ડમાં શિક્ષકોની 65000થી વધુ જગ્યા ખાલી

Teacher Recruitment 2022 : સરકારે જાન્યુઆરી 2022માં ટીચિંગ (Teaching) અને નોન-ટીચિંગ સ્ટાફ (Non-Teaching Staff) માટે લગભગ 65000+ ખાલી જગ્યાઓની (Teachers Recruitment) જાહેરાત કરી છે.

    Teacher Recruitment 2022:  સરકારે જાન્યુઆરી 2022માં ટીચિંગ (Teaching) અને નોન-ટીચિંગ સ્ટાફ (Non-Teaching Staff) માટે લગભગ 65000+ ખાલી જગ્યાઓની (Teachers Recruitment) જાહેરાત કરી છે. સમગ્ર ભારતમાં સરકારી અને ખાનગી શાળા કોલેજોમાં ગ્રેજ્યુએટ, B.Ed, D.Ed પાસ માટે નોકરી (Government Jobs)ની ઉત્તમ તકો આવી છે. ટીચિંગ ગવર્મેન્ટ જોબ્સ (Teaching Government Jobs) માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો નિયત ફોર્મેટ દ્વારા તેમની અરજી સબમિટ કરી શકે છે. શિક્ષણ ક્ષેત્રે સરકારી નોકરીની શોધ કરી રહેલા ઉમેદવારો માટે આ એક મોટી તક છે. દેશભરમાં નીચે આપેલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

    માધ્યમિક શિક્ષણ નિયામક (DSE), ઓડિશા

    કરાર આધારિત ગ્રેજ્યુએટ શિક્ષકો (TGTs) (કલા/વિજ્ઞાન), હિન્દી શિક્ષક, સંસ્કૃત શિક્ષક, તેલુગુ શિક્ષક અને શારીરિક શિક્ષણ શિક્ષક જેવા વિવિધ પદો માટે 11403 પદો પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી,2022 છે.

    જાહેરાત વાંચવા માટે ક્લિક કરો

    આર્મી પબ્લિક સ્કૂલ

    આ ભરતી ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ માટે કરવામાં આવશે. જેની માટે અરજી કરવાની છેલ્લી તારીખ 5 ફેબ્રુઆરી, 2022 છે.

    જાહેરાત વાંચવા માટે ક્લિક કરો

    આર્મી વેલફેર એજ્યુકેશન સોસાયટી

    PGT/TGT/PRT સહિતના પદો માટે 8700 પદો પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી, 2022 છે.

    જાહેરાત વાંચવા ક્લિક કરો

    પંજાબ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ

    પંજાબ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે educationrecruitmentboard.comની અધિકૃત વેબસાઇટ પર માસ્ટર કેડર પોસ્ટ્સમાં વિવિધ 4161 જગ્યાઓ પર ભરતી માટે ઑનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરી છે. અરજી કરવાની અંતિમ તારીખ 30 જાન્યુઆરી, 2022 છે.

    જાહેરાત વાંચવા ક્લિક કરો

    માધ્યમિક શિક્ષણ નિયામકની કચેરી, આસામ

    પોસ્ટ ગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ શિક્ષકો માટે 556 પદો પર ઉમેદવારો 31 જાન્યુઆરી, 2022 સુધીમાં અરજી કરી શકે છે.

    આ પણ વાંચો :  Vidhyasahayak bharti 2022: રાજ્યમાં 3300 વિદ્યાસહાયકોની થશે ભરતી, શિક્ષણમંત્રી વાઘાણીની જાહેરાત

    જાહેરાત માટે અહીંયા ક્લિક કરો

    પ્રાથમિક શિક્ષણ વિભાગ રાજસ્થાન બિકાનેર

    પ્રાથમિક શિક્ષક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષકના 32000 પદો માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવારો 9 ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી શકે છે.

    અહીંયા ક્લિક કરો

    ઉત્તર પ્રદેશ માધ્યમિક શિક્ષણ સેવા પસંદગી બોર્ડ

    PGT TGTના 5000થી પણ વધુ પદો માટે સરકાર દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. જોકે, આ પોસ્ટ માટે અરજી કરવાની તારીખો હજુ સુધી જાહેર થઇ નથી.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા65000થી વધુ
    શૈક્ષણિક લાયકાત

    - ગ્રેજ્યુએટ, B.Ed, D.Ed

    પસંદગી પ્રક્રિયાવિવિધ બોર્ડના નિયમો મુજબ
    અરજી ફીવિવિધ બોર્ડના નક્કી કર્યા મુજબ
    અરજી કરવાનું માધ્યમઓનલાઇન
    ભરતીઓનલાઇન
    અંતિમ તારીખતમામ બોર્ડની અલગ અલગ



    આ પણ વાંચો : GPSSB Recruitment 2022: ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડમાં વધુ 344 જગ્યા માટે ભરતી

    અરજી કરવા જરૂરી દસ્તાવેજો

    અહીં એવા દસ્તાવેજોની એક યાદી છે, જે શિક્ષણ ક્ષેત્રની સરકારી નોકરીઓ માટે અરજી કરતી વખતે જરૂરી છે.

    - ગ્રેજ્યુએટ, B.Ed, D.Ed

    - પાસપોર્ટ ફોટો

    - એડ્રેસ પ્રૂફ

    - જાતિનું પ્રમાણપત્ર

    - રોજગાર નોંધણી

    - જન્મ તારીખનું સર્ટિફીકેટ

    - ઓળખ પત્ર

    - સહી

    - અન્ય દસ્તાવેજો
    Published by:Jay Mishra
    First published:

    Tags: Career and Jobs, કેરિયર, સરકારી નોકરી

    આગામી સમાચાર