Home /News /career /Teacher Eligibility Test 2023: TET 1 અને 2ની પરીક્ષાની તારીખોની જાહેરાત કરાઈ, બન્ને કસોટીઓ એપ્રિલમાં યોજાશે

Teacher Eligibility Test 2023: TET 1 અને 2ની પરીક્ષાની તારીખોની જાહેરાત કરાઈ, બન્ને કસોટીઓ એપ્રિલમાં યોજાશે

TET1 અને 2ની પરીક્ષા તારીખ જાહેર કરાઈ

TET 1 And 2 Exam Date: TET (Teacher Eligibility Test) 1 અને 2ની પરીક્ષાની તારીખો અંગે જાહેરાત કરી દેવામાં આવી છે. આ બન્ને ભાગની પરીક્ષા એપ્રિલમાં યોજવામાં આવશે. શિક્ષણ મંત્રીએ ટ્વિટ કરીને તારીખોની જાહેરાત કરી છે.

Gujarat Teacher Eligibility Test Exam Date: TET-1 અને TET-2ની કસોટી માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. આ તારીખોની પીટીસી અને બીએડનો અભ્યાસ કરી ચૂકેલા ઉમેદવારો દ્વારા લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. રાજ્યના આદિવાસી વિકાસ, પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગના મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના મંત્રીએ TET-1 અને TET-2 બન્નેની પરીક્ષા એપ્રિલ મહિનામાં યોજાશે.

શિક્ષક બનવા માગતા ઉમેદવારો દ્વારા આ જાહેરાતથી ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે TET-1ના અંદાજીત 89 હજાર જ્યારે TET-2ના અંદાજીત 2.72 લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના છે. જેમાં TET-1માં 1-5 ધોરણ જ્યારે TET-2માં 6-8 ધોરણનો સમાવેશ થાય છે. આગામી સમયમાં TETના માર્ક્સ અને ઉમેદવારોએ જે શૈક્ષણિક લાયકાત મેળવી હોય તેના ગુણના આધારે મેરિટ બહાર પાડવામાં આવશે.

શિક્ષણમંત્રીએ ટ્વિટ કરીને જાહેરાત કરી


રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે આ અંગે જાહેરાત સાથે ટ્વિટ કરીને વિગતો આપી છે જેમાં જણાવ્યું છે કે, શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET-1 અને TET-2 માટે આવેલ ઓનલાઈન અરજી પત્રકો અન્વયે TET-1 કસોટી તા.16/04/2023ના રોજ અને TET-2 કસોટી તારીખ 23/04/2023 ના રોજ યોજવામાં આવશે. TET-1 માટે અંદાજે 87 હજાર અને TET-2 માટે અંદાજે 2 લાખ 72 હજાર ઉમેદવારો કસોટી આપશે.


લાંબા સમયથી ઉમેદવારો રાહ જોઈને બેઠા હતા


સરકારી શાળાઓમાં શિક્ષક તરીકે ફરજ બજાવવા માગતા ઉમેદવારો લાંબા સમયથી આ ભરતી પરીક્ષાની જાહેરાતની રાહ જોઈને બેઠા હતા. 2017-18માં TETની પરીક્ષા યોજાયા બાદ ફરી એકવાર જાહેરાત કરવામાં આવી છે ત્યારે ઉમેદવારોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. બીજી તરફ રાજ્યમાં સતત બની રહેલી પેપર ફૂટવાની ઘટનાના કારણે ઉમેદવારો ચિંતિત પણ છે.


TET અને TATમાં શું હોય છે ફરક?


TET કે જેને ટીચર એલિજિબ્લિટી ટેસ્ટ કહેવામાં આવે છે અને TATને ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ કહેવામાં આવે છે. TET-1માં ધોરણ-1થી 5ના શિક્ષકોની ભરતી કરવામાં આવે છે એ જ રીતે TET-2માં ધોરણ-6થી 8ના શિક્ષકોની ભરતી કરવામાં આવતી હોય છે. આજ રીતે ધોરણ-9થી 11ની શિક્ષકોની ભરતી માટે TAT-1 અને 2 યોજવામાં આવે છે. TAT-1માં ધોરણ 9-10ના શિક્ષકો જ્યારે TAT-2માં ધોરણ-11 અને 12ના શિક્ષકોની ભરતી કરવામાં આવે છે.

જુનિયર ક્લાર્કનું ફૂટતા પરીક્ષા કરાઈ હતી રદ્દ


ગુજરાત પંચાચત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફુટ્યું હતું. 9 લાખથી વધુ ઉમેદવારો આ પરીક્ષામાં બેસવાના હતા અને અંતિમ ઘડીએ પપેર ફૂટવાની વિગતો સામે આવતા તૈયારી કરનારા ઉમેદવારો સાથે અન્યાય ના થાય તે માટે પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
First published:

Tags: Govt Jobs, Gujarati news, Latets news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો