Home /News /career /Teacher Bharti 2022: આર્મી સ્કૂલોમાં 8000થી વધુ શિક્ષકોની ભરતી, જલ્દી કરો અરજી

Teacher Bharti 2022: આર્મી સ્કૂલોમાં 8000થી વધુ શિક્ષકોની ભરતી, જલ્દી કરો અરજી

આર્મી સ્કૂલોમાં 8000થી વધુ શિક્ષકોની ભરતી

Teacher Bharti 2022: આર્મી પબ્લિક સ્કૂલોમાં TGT, PGT અને પ્રાથમિક શિક્ષકોની બમ્પર ભરતીની જાહેરાત સામે આવી રહી છે. આર્મી વેલ્ફેર એજ્યુકેશન સોસાયટી એટલે કે AWES દ્વારા શિક્ષકોની જગ્યા પર ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી ઓગસ્ટ મહિનાથી શરૂ કરવામાં આવી છે.

વધુ જુઓ ...
    Teacher Bharti 2022: જો તમે આર્મી પબ્લિક સ્કૂલમાં શિક્ષક બનવા માંગો છો, તો આ એક શ્રેષ્ઠ તક છે. આર્મી વેલ્ફેર એજ્યુકેશન સોસાયટી (AWES) એ શિક્ષકની જગ્યાઓ માટે ભરતીની સૂચના બહાર પાડી છે. રિપોર્ટ અનુસાર, આર્મી પબ્લિક સ્કૂલોમાં શિક્ષકોની 8000થી વધુ ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આર્મી વેલ્ફેર એજ્યુકેશન સોસાયટીએ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (PGT), ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર (TGT) અને પ્રાથમિક શિક્ષક (PRT) ની જગ્યા પર ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. શિક્ષક બનવા ઇચ્છુક ઉમેદવારો AWES વેબસાઈટ awesindia.com અથવા register.cbtexams પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

    ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 5 ઓક્ટોબર 2022 રાખવામાં આવી છે. આર્મી વેલ્ફેર એજ્યુકેશન સોસાયટી શિક્ષક ભરતી 2022ની સૂચના સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ચકાસી શકાય છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા 25 ઓગસ્ટથી ચાલી રહી છે.

    આ પણ વાંચો: 540 પદો પર બમ્પર ભરતી, આ રીતે કરી શકો છો અરજી

    શિક્ષક ભરતી 2022 માટેની શૈક્ષણિક લાયકાત

    PGT- ઉમેદવારોએ ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે B.Ed અને PG પાસ કરેલું હોવું જોઈએ
    TGT-ઉમેદવારોએ ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે B.Ed અને ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જોઈએ
    PRT- ઉમેદવારો પાસે ગ્રેજ્યુએશન સાથે D.El.Ed અથવા B.l.Ed ડિગ્રી હોવી જોઈએ

    ઉમેદવારની ઉચ્ચ વય મર્યાદા

    બિનઅનુભવી - 40 વર્ષથી નીચે
    અનુભવી - 57 વર્ષથી નીચે

    ઉમેદવાર પસંદગી પ્રક્રિયા

    -ઓનલાઈન સ્ક્રીનીંગ ટેસ્ટ
    - ઈન્ટરવ્યુ
    - સ્કિલ ટેસ્ટનું મૂલ્યાંકન
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Army Bharti, Recruitment, Teacher

    विज्ञापन
    विज्ञापन