Home /News /career /

TCS Recruitment: TCS ઓફ કેમ્પસ હાયરિંગ,ગ્રેજ્યુએટ્સ માટે નોકરીની તક, અહીંથી કરો અરજી

TCS Recruitment: TCS ઓફ કેમ્પસ હાયરિંગ,ગ્રેજ્યુએટ્સ માટે નોકરીની તક, અહીંથી કરો અરજી

TCS Recruitment 2022 : ટીસીએસમાં ગ્રેજ્યુએટ્સની ભરતી, અહીંથી કરો અરજી

TCS Recruitment 2022 : ટાટા કન્સલટન્સી દ્વારા (TCS) દ્વારા ગ્રેજ્યુએટ્સ અને પોસ્ટ ગ્રેજ્યુએટ્સ ઉમેદવારો માટે ભરતી બહાર પાડવામાં આવી છે, રસ ધરાવતા ઉમેદવારો અહીંથી અરજી કરી શકે છે.

    TCS Recruitment 2022 : TCS ભરતી 2022 (TCS Recruitment 2022) હવે TCS ઑફ કેમ્પસ ભરતી (Off Campus Recruitment) દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. વર્ષ 2020, 2021 અને 2022ના સ્નાતકો હાયરિંગ ડ્રાઇવ (Hiring Drive) માટે અરજી કરી શકે છે અને તેમની પસંદગી TCS ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ પેટર્ન (ITP) દ્વારા કરવામાં આવશે. TCS ઑફ કેમ્પસ હાયરિંગ માટે TCS ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ પેટર્ન રિમોટ હશે અને ટેસ્ટ સંબંધિત તમામ મહત્વપૂર્ણ કમ્યુનિકેશન TCS iON દ્વારા અરજદારો સાથે શેર કરવામાં આવશે. સ્નાતકો ઉપરાંત 2 વર્ષ સુધીના અગાઉના કામનો અનુભવ ધરાવતા વિદ્યાર્થીઓ પણ TCS ઑફ કેમ્પસ હાયરિંગ પ્રક્રિયા માટે અરજી કરવા પાત્ર છે.

    TCS Recruitment 2022 : કોણ કરી શકે છે અરજી?

    - કોઈપણ માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી BE, BTech, ME, MTech, MCA અથવા MSc ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.

    - TCS ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓની ઉંમર 18થી 28 વર્ષની હોવી જોઈએ.

    - વિદ્યાર્થીઓએ તેમનું શિક્ષણ નિયત કોર્સ સમયગાળામાં પૂર્ણ કર્યું હોવું જોઈએ અને કોઈ બેકલોગ ન હોવો જોઈએ.

    - ઉમેદવારોએ તેમનો કોર્સ ફુલ ટાઇમ મોડમાં કરેલો હોવો જોઇએ. એવા ઉમેદવારો કે જેણે NIOSમાંથી તેનું સેકન્ડરી અથવા સિનિયર સેકન્ડરી કોર્સ કર્યો હોય અને તે ફુલ ટાઇમ કોર્સ હોય તો અરજી કરી શકે છે.

    - તમામ વર્ગ 10, 12, ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પણ મિનિમમ ટકાવારી 60 ટકા હોવી જોઈએ.

    TCS Recruitment 2022 :કઇ રીતે લેવામાં આવશે ટેસ્ટ?

    રસ ધરાવતા સ્નાતકો TCS ઑફ કેમ્પસ હાયરિંગ ટેસ્ટને લગતા તમામ લર્નિંગ અને વેબિનર્સને ઍક્સેસ કરવા માટે TCS રેઝોનન્સ કોમ્યુનિટીમાં જોડાઈ શકે છે. TCS ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ પેટર્નમાં નીચેના વિષયોનો સમાવેશ થાય છે:

    આ પણ વાંચો : HURL Recruitment 2022: હિન્દુસ્તાન ઉર્વરક એન્ડ રસાયણ લિ.માં 179 જગ્યાની ભરતી, 27 લાખ સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

    - ન્યૂમરિકલ,  વર્બલ એબિલિટી, રીઝનિંગ એબિલિટી, ટ્રેઇટ્સ,એડવાન્સ ક્વોન્ટિટીવ એબિલિટી,  એડવાન્સ રીઝનિંગ એબિલિટી, એડવાન્સ કોડિંગ

    TCS Recruitment 2022 : નોકરીની ટૂંકી વિગતો































    શૈક્ષણિક લાયકાતBE, BTech, ME, MTech, MCA
    પસંદગી પ્રક્રિયાપ્રવેશ પરીક્ષા- જીડી, ઈન્ટરવ્યૂ
    અરજી ફીનિશુલ્ક
    અરજી કરવાની અંતિમ તારીખ20-5-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    અરજી કરવાનું માધ્યમઓનલાઈન
    ઓનલાઈન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    TCS Recruitment 2022 : ભરતી માટે મહત્વની જાણકારી

    - તમામ ઓરિજનલ દસ્તાવેજો ઉમેદવારો પાસે સરળતાથી ઉપલબ્ધ હોવા જોઈએ.

    - TCS જીમેલ, Rediff mail, Yahoo Mail, અથવા Hotmail જેવા બિનસત્તાવાર ઈમેઈલ આઈડી પરથી નોકરીની ઓફરો અથવા કોઈ હાયરિંગ સંબંધિત માહિતી મોકલતું નથી.

    - TCS ઉમેદવારોને નોકરીની ઓફર માટે કોઈ પૈસા જમા કરાવવાનું કહેતું નથી.

    - TCS કોઈપણ ઇન્ટરવ્યુ લેવા અથવા તેના વતી રોજગારની ઓફર કરવા માટે કોઈપણ બાહ્ય એજન્સી/કંપની સાથે સંકળાયેલ નથી.

    આ પણ વાંચો : ECIL Recruitment : ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં 40 જગ્યાની ભરતી, અહીંથી કરો અરજી

    TCS Recruitment 2022 :કઇ રીતે કરશો અરજી

    - સૌ પ્રથમ વિદ્યાર્થીઓએ TCS નેક્સ્ટ સ્ટેપ પોર્ટલ પર લોગીન કરવાનું રહેશે.

    ­- ત્યાર બાદ ઉમેદવારોએ પછી રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને TCS ઑફ કેમ્પસ ભરતી પ્રક્રિયા માટે અરજી કરવી પડશે.

    - રજિસ્ટર્ડ યુઝર્સને લૉગિન કરવાનું, એપ્લિકેશન ફોર્મ ભરવાનું, સબમિટ કરવાનું અને પછી એપ્લાય ફોર ડ્રાઇવ પર ક્લિક કરવાનું રહેશે.

    - નવા યુઝર્સે રજિસ્ટર નાઉ પર ક્લિક કર્યા બાદ કેટેગરી તરીકે IT પસંદ કરો, એપ્લિકેશન ફોર્મ ભરો અને સબમિટ કરો અને ડ્રાઇવ ફોર એપ્લાય પર ક્લિક કરો.

    - અરજીઓના સ્ટેટસ વિશે જણવા માટે ઉમેદવારો પોતાની અરજીને ટ્રૅક પર ક્લિક કરીને ટ્રેક કરી શકે છે.
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર