Home /News /career /

TCS Recruitment 2022 : TCSમાં ડેવલપરની ભરતી, અહીંયાથી સીધા કરો અરજી

TCS Recruitment 2022 : TCSમાં ડેવલપરની ભરતી, અહીંયાથી સીધા કરો અરજી

TCS Recruitment 2022 : ટીસીએસમાં ભરતી, ટેરા ડેવલપરની પોસ્ટ માટે કરો અરજી

TCS Recruitment 2022 : ભારતની સૌથી મોટી આઈટી કંપની અને ટાટા સમૂહની સરતાજ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (Tata Consultancy Services Limited Recruitment)માં કરિયર બનાવવાની ઉજ્જળી તક આપને મળી રહી છે.

    ભારતની સૌથી મોટી આઈટી કંપની અને ટાટા સમૂહની સરતાજ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (Tata Consultancy Services Limited Recruitment)માં કરિયર બનાવવાની ઉજ્જળી તક આપને મળી રહી છે. આ ભરતી માટે માત્ર સ્નાતક (TCS Recruitmment Qualification) કક્ષાનું ભણતર હોવું જ જરૂરી છે. જો તમે ટીસીએસમાં તમારૂ કરિયર બનાવવા માંગો છો, તો આ તક ન ગુમાવતા. ટીસીએસમાં જોબ માટેની આ ભરતી માટે ઓનલાઈન જ એપ્લાય કરવાનું છે. તો આવો આજે અમને તમને જણાવીએ કે જોબ પ્રોફાઈલ શું છે, કઈ રીતે કરશો એપ્લાય અને જરૂરી શરતો શું છે?

    જોબ પ્રોફાઈલ :

    ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ Teradata માટે ડેવલપર શોધી રહી છે. જોકે કંપનીને ટેરાડેટાના કેટલા ડેવલપરની જરૂર છે તે અંગેનો આંકડો જાહેર નથી કર્યો.

    TCS Job Qualification:

    આ ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો પાસે બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન / બેચલર ઓફ કોમ્પ્યુટર સાયન્સ / બેચલર ઓફ એન્જિનિયરિંગ / બેચલર ઓફ ટેકનોલોજી / M.Sc-Tech અથવા આ સંબંધિત ક્ષેત્રની શૈક્ષણિક લાયકાત હોવી જરુરી છે.

    TCS Recruitment Eligibility Experience: અનુભવ

    આ ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો પાસે સોફ્ટવેર ડેવલપિંગ ક્ષેત્રમાં 4 વર્ષથી 10 વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે.

    TCS Job Skills: આ સ્કિલ જરૂરી

    શૈક્ષણિક લાયકાત ઉપરાંત નીચે આપેલી સ્કિલ પણ ઉમેદવામાં હોવી જરૂરી છે, તો જ ઉમેદવાર આ પદ માટે લાયક ગણવામાં આવશે.

    ઉત્તમ આંતરવ્યક્તિત્વ, ઓર્ગેનાઈઝેશનલ, લેખિત અને મૌખિક સંદેશાવ્યવહાર અને એક શ્રૌતા તરીકેની પણ ઉત્તમ કુશળતા હોવી જરુરી છે

    Skill In UNIX - બેઝિક ડીબગીંગ સાથે સ્ક્રિપ્ટીંગની પણ આવડત

    કોઈપણ પ્રોજેકટ માટેની પડતરનો અંદાજ લગાવવાની આવડતની સાથે ઉપલ્બધ સ્ત્રોત અને રિસ્ક પ્લાનિંગ અંગે તાગ મેળવીને મેનેજર્સને વિગવતા જાણ કરવાની ક્ષમતા

    આ પણ વાંચો : TCS Recrutiment 2022 : TCSમાં ફ્રેશર્સની ભરતી, અરજી કરવાની અંતિમ તારીખ નજીક

    UNIX શેલ સ્ક્રિપ્ટીંગ વિશેનું જ્ઞાન અને સાથે અનુભવ પણ હોવો જોઇએ.

    SMEs, સંબંધિત પક્ષકારો સાથેની વાતચીતની ઢબ અને પ્રોજેક્ટની ડેડલાઈન સાથે કામ કરવાની સમયસૂચકતા પણ હોવી જરૂરી છે

    નોકરીની ટૂંકી વિગતો































    જોબ લોકેશનહૈદરબાદ
    લાયકાત

    આ ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો પાસે સોફ્ટવેર ડેવલપિંગ ક્ષેત્રમાં 4 વર્ષથી 10 વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે.

    પસંદગી પ્રક્રિયાટેસ્ટ અને ઈન્ટરવ્યૂ દ્વારા
    અરજી કરવાની અંતિમ તારીખ23-1-2022
    અરજીકરવાનું માધ્યમઓનલાઇન
    અરજીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    TCS Recruitment Process: ભરતી પ્રક્રિયા

    ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ અને અન્ય પ્રક્રિયાના આધારે કરવામાં આવશે. જે ઉમેદવારોને ઇન્ટરવ્યુ દ્વારા શોર્ટલિસ્ટ કરવામાં આવશે તેમને જાણ કરવામાં આવશે અને તેઓએ વિવિધ માધ્યમો થકી જોબ પ્રોસેસ અંગે માહિતગાર રહેવું પડશે.

    How to Apply for TCS Recruitment 2021: કેવી રીતે કરશો અરજી

    TCSની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.

    Careers ટેબ પર ક્લિક કરીને તમે જે નોકરી માટે અરજી કરવા માંગો છો તેના પર ક્લિક કરો.

    આ પોસ્ટ માટે અરજી કરવા ઉમેદવારોએ "ટેરાડેટા" સર્ચ કરીને સિલેક્ટ કરવાનું રહેશે.

    આ પણ વાંચો : GMRCL Recruitment 2022 : નવા વર્ષે મેટ્રોની ભરતીમાં કરો અરજી, એકલાખ સુધી મળશે પગાર

    જોબ ડિસ્ક્રિપ્શનને ધ્યાનથી વાંચો, જો એ મુજબ લાયક છો તો Apply Online અરજી પર ક્લિક કરો.

    તમારી બધી વિગતો ભરો અને Submit કરો.

    ભવિષ્યમાં ઉપયોગ માટે તમારી એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ પણ લઇ લેવી.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Career and Jobs, IT Jobs, Recruitment 2022, TCS

    આગામી સમાચાર