TCS Recruitment 2022 : ભારતની સૌથી મોટી આઈટી કંપની અને ટાટા સમૂહની સરતાજ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (Tata Consultancy Services Limited Recruitment)માં કરિયર બનાવવાની ઉજ્જળી તક આપને મળી રહી છે. આ ભરતી માટે માત્ર સ્નાતક (TCS Recruitment Qualification) કક્ષાનું ભણતર હોવું જ જરૂરી છે. જો તમે ટીસીએસમાં તમારૂ કરિયર બનાવવા માંગો છો, તો આ તક ન ગુમાવતા. ટીસીએસમાં જોબ માટેની આ ભરતી માટે ઓનલાઈન જ એપ્લાય કરવાનું છે. ટીસીએસની આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની આજે અંતિમ તારીખ છે. યુવાનો આજે ઓનલાઇન અરજી કરી અને આ નોકરી માટે આવેદન કરી શકે છે (TCS Recruitment Last Date of Online application)
TCS Recruitment 2022 : જોબ પ્રોફાઈલ :
ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ Teradata માટે ડેવલપર શોધી રહી છે. જોકે કંપનીને ટેરાડેટાના કેટલા ડેવલપરની જરૂર છે તે અંગેનો આંકડો જાહેર નથી કર્યો.
TCS Recruitment 2022 : TCS Job Qualification:
આ ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો પાસે બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન / બેચલર ઓફ કોમ્પ્યુટર સાયન્સ / બેચલર ઓફ એન્જિનિયરિંગ / બેચલર ઓફ ટેકનોલોજી / M.Sc-Tech અથવા આ સંબંધિત ક્ષેત્રની શૈક્ષણિક લાયકાત હોવી જરુરી છે.
TCS Recruitment 2022 : : અનુભવ
આ ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો પાસે સોફ્ટવેર ડેવલપિંગ ક્ષેત્રમાં 4 વર્ષથી 10 વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે.
TCS Recruitment 2022 : : આ સ્કિલ જરૂરી
શૈક્ષણિક લાયકાત ઉપરાંત નીચે આપેલી સ્કિલ પણ ઉમેદવામાં હોવી જરૂરી છે, તો જ ઉમેદવાર આ પદ માટે લાયક ગણવામાં આવશે.
ઉત્તમ આંતરવ્યક્તિત્વ, ઓર્ગેનાઈઝેશનલ, લેખિત અને મૌખિક સંદેશાવ્યવહાર અને એક શ્રૌતા તરીકેની પણ ઉત્તમ કુશળતા હોવી જરુરી છે
Skill In UNIX - બેઝિક ડીબગીંગ સાથે સ્ક્રિપ્ટીંગની પણ આવડત
કોઈપણ પ્રોજેકટ માટેની પડતરનો અંદાજ લગાવવાની આવડતની સાથે ઉપલ્બધ સ્ત્રોત અને રિસ્ક પ્લાનિંગ અંગે તાગ મેળવીને મેનેજર્સને વિગવતા જાણ કરવાની ક્ષમતા
ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ અને અન્ય પ્રક્રિયાના આધારે કરવામાં આવશે. જે ઉમેદવારોને ઇન્ટરવ્યુ દ્વારા શોર્ટલિસ્ટ કરવામાં આવશે તેમને જાણ કરવામાં આવશે અને તેઓએ વિવિધ માધ્યમો થકી જોબ પ્રોસેસ અંગે માહિતગાર રહેવું પડશે.
TCS Recruitment 2022 : કેવી રીતે કરશો અરજી
TCSની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
Careers ટેબ પર ક્લિક કરીને તમે જે નોકરી માટે અરજી કરવા માંગો છો તેના પર ક્લિક કરો.
આ પોસ્ટ માટે અરજી કરવા ઉમેદવારોએ "ટેરાડેટા" સર્ચ કરીને સિલેક્ટ કરવાનું રહેશે.