TCS Requirements 2022: નોકરી શોધતા યુવાનો માટે TCSમાં નોકરી કરવાની તક છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વિદ્યાર્થીઓ માટે ઓફ-કેમ્પસ ડ્રાઇવનું આયોજન કર્યા પછી TCSએ 2020 અને 2021માં પાસ થયેલા એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ માટે પ્લેસમેન્ટ પ્રોગ્રામનો બીજો તબક્કો શરૂ કર્યો છે.
TCS Requirements 2022: નોકરી શોધતા યુવાનો માટે TCSમાં નોકરી કરવાની તક છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વિદ્યાર્થીઓ માટે ઓફ-કેમ્પસ ડ્રાઇવનું આયોજન કર્યા પછી TCSએ 2020 અને 2021માં પાસ થયેલા એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ માટે પ્લેસમેન્ટ પ્રોગ્રામનો બીજો તબક્કો શરૂ કર્યો છે. TCS દ્વારા ગ્રેજ્યુએટ ફ્રેશર કોઈ પણ ફિલ્ડમાં ગ્રેજ્યુએટ અને MBA ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. આ ભરતી અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) દેશની બહુરાષ્ટ્રીય ઇન્ફોર્મેશન ટેકનોલોજી સર્વિસીસ અને કન્સલ્ટિંગ કંપની છે, જેનું વડુંમથક મુંબઇ ખાતે આવેલું છે અને તેનું સૌથી મોટું કેમ્પસ ચેન્નાઇ - તમિલનાડુમાં આવેલું છે.
દેશમાં રહેલી બહોળી પ્રતિભાઓનો ઉપયોગ કરવા અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવાની તકને ચૂકી ન જવાય તે માટે (YOP) 2020 અને 2021 પસિંગ વર્ષના એન્જિનિયરિંગ સ્નાતકો માટે TCS દ્વારા ઓફ કેમ્પસ હાયરિંગનો બીજો તબક્કો શરૂ કરાયો છે.
TCS Requirements 2022: આ સ્ટ્રીમના છાત્રો લાયક ગણાશે
2020 અને 2021માં બી.ઇ./બી.ટેક/એમ.ઇ./એમ.ટેક/એમ.સી.એ/એમ.એસ.સી.માં પાસ થયેલા છાત્રોને લાયક ગણવામાં
TCS સ્માર્ટ હાયરિંગ શૈક્ષણિક લાયકાત
TCS સ્માર્ટ હાયરિંગ માત્ર બીસીએ, બી.એસસી (ગણિત, આંકડાશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ઇલેક્ટ્રોનિક્સ, બાયોકેમિસ્ટ્રી, કમ્પ્યુટર સાયન્સ, આઇટી) સીએસ / આઇટીમાં બી.વોક. થયેલા છાત્રો માટે જ થશે. ઉમેદવાર 2020, 2021 અને 2022માં પાસ થયેલ હોવા જોઈએ.
TCS સ્માર્ટ હાયરિંગ સિલેક્શન પ્રક્રિયા દરમિયાન અસાધારણ પ્રદર્શન કરનાર છાત્રોને TCS ઇગ્નિટના વિશિષ્ટ સાયન્સ ટુ સોફ્ટવેર પ્રોગ્રામમાં જોડાવાની તક મળશે. આ પ્રોગ્રામ તેમને ટ્રેન્ડિંગ તકનીકો પર તાલીમ આપશે અને તેમના માટે એક વિશાળ અને વૈશ્વિક આઇટી કારકિર્દીનો માર્ગ ખોલશે.
નોકરીની ટૂંકી વિગતો
કંપની
TCS
શૈક્ષણિક લાયકાત
2020 અને 2021માં બી.ઇ./બી.ટેક/એમ.ઇ./એમ.ટેક/એમ.સી.એ/એમ.એસ.સી.માં પાસ થયેલા છાત્રોને લાયક ગણવામાં
નાણાકીય વર્ષ 2022-23માં TCSની મેનેજમેન્ટ હાયરિંગ અભિયાન હેઠળ મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ્સ માટે અનેક તકો રહેલી છે. સારી કારકિર્દી ઘડવા માટે મજબૂત પાયો રચવાનો માર્ગ હવે દેશભરના ઉમેદવારો માટે ખુલ્લો છે.
નોંધનીય છે કે, આ વર્ષે આઇટી ક્ષેત્રે નોકરીની તકો શોધી રહેલા યુવા પ્રતિભાઓ માટે અનેક સારા સમાચાર આવ્યા છે. TCS, વિપ્રો અને ઇન્ફોસિસ જેવી મોટી આઇટી કંપનીઓ આ નાણાકીય વર્ષમાં લગભગ 1 લાખ કર્મચારીઓની ભરતી કરવાની યોજના બનાવી રહી છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર