TCS Recruitment 2022 : ટાટા કન્સલટન્સી સર્વિસ (TCS)માં અનુભવી આઈટી પ્રોફેશનલ્સની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંકના માધ્યમથી અરજી કરી શકે છે.
ટીસીએસ (TCS) દ્વારા ટેક્નિકલ આર્કિટેક (Technical Architect) અને ઈએલટી ટેસ્ટિંગની ખાલી જગ્યાઓ માટે Azure પ્લેટફોર્મ સાથે ભરતી માટેનુ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા ખાલી પડેલા વિવિધ પદો પર ભરતી કરવામાં આવશે. આ પોસ્ટ માટે નોકરીનું સ્થાન બેંગ્લોર અને દિલ્હી છે. આ પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 29.04.2022 અને 30.04.2022 છે. TCS રિક્રુટમેન્ટ 2022 માટે લાયકાતના ધારાધોરણ નીચે જણાવવામાં આવ્યા છે.
TCS Recruitment 2022: લાયકાત
શૈક્ષણિક લાયકાત-
ઉમેદવારોએ BE/B.Tech/MCA/M.Sc/MS/BCA પૂર્ણ કરેલ હોવુ જોઈએ. આ સાથે જ ઉમેદવાર પાસે આઇટીમાં ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. આ સાથે જ ઉમેદવાર પાસે 4 થી 8 વર્ષનો અનુભવ હોવો પણ જરૂરી છે.
TCS Recruitment 2022 અંતર્ગતલ કેટલા પદો પર ભરતી કરવામાં આવશે?
આ ભરતી પ્રક્રિયી અંતર્ગત વિવિધ પદો પર ભરતી થશે.
TCS Recruitment 2022 માટે અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?
આ પદો પર અરજી કરવાની અંતિમ તારીખ 29.04.2022 અને 30.04.2022 છે.
TCS Recruitment 2022 અંતર્ગત અરજી કરવા માટેની લાયકાત શું છે?
ઉમેદવારોએ BE/B.Tech/MCA/M.Sc/MS/BCA પૂર્ણ કરેલ હોવુ જોઈએ. આ સાથે જ ઉમેદવાર પાસે ઓછામાં ઓછા 2 વર્ષનો પોસ્ટ ક્વોલિફિકેશન IT હોવો જરૂરી છે. આ સાથે જ ઉમેદવાર પાસે 4 થી 8 વર્ષનો અનુભવ હોવો પણ જરૂરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર