Tata Consultancy Services 2020 અને 2021માં પાસ આઉટ થયેલા એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ માટે પ્લેસમેન્ટ પ્રોગ્રામ (TCS Placement Program) હેઠળ ભરતી બહાર પાડી છે. આજે આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ છે.
TCS Recruitment 2022 : ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં વિદ્યાર્થીઓ માટે ઓફ કેમ્પસ ડ્રાઇવ યોજ્યા બાદ આઇટી જાયન્ટ (IT Giant) કંપની ટાટા કન્સલ્ટન્સિ સર્વિસિસે(Tata Consultancy Services) 2020 અને 2021માં પાસ આઉટ થયેલા એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ માટે પ્લેસમેન્ટ પ્રોગ્રામ (TCS Placement Program)નો બીજો તબક્કો શરૂ કરી દીધો છો. 18થી 28 વર્ષની વચ્ચેના રસ ધરાવતા ઉમેદવારો આ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે ટીસીએસ (TCS)ની ઓફિશ્યલ વેબસાઇટ tcs.com પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે. રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી છે. આમ આજે આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ છે. અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઉમેદવારો અરજી કરી શકે છે.
TCS Recruitment 2022 : લાયકાત
2020 અને 2021માં પાસ થયેલા BE, B.Tech, ME, M.Tech, MCA અને Msc જેવી એન્જીનિયરિંગ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ આ ડ્રાઇવ માટે લાયક ઠરશે. રજીસ્ટ્રેશન બાદ ઉમેદવારે હાયરિંગ ટેસ્ટ આપવી પડશે. તાત્કાલિક જોઇન કરનારાઓને હાયર કરવા માટે 8 નવેમ્બર, 2021થી હાયરિંગ ટેસ્ટ શરૂ થઇ ગઇ હતી અને પ્લેસમેન્ટના બીજા તબક્કા સુધી ચાલું રહેશે.
પરીક્ષા આપવા માટે અરજદાર પાસે તમામ વિષયો અને સેમેસ્ટર સહિત ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ હોવા જોઇએ અથવા ધોરણ-10 અને ધોરણ-12, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને ડિપ્લોમા (જો લાગુ પડે છે તો) દરેકમાં 6 CGPA હોવો આવશ્યક છે. પરીક્ષાના સમય દરમિયાન વિદ્યાર્થીઓ પાસે કોઇપણ પેન્ડિંગ બેકલોગ ન હોવા જોઇએ.]
TCS Recruitment 2022 : નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
એન્જિનિયરીંગ ફ્રેશર્સ માટે
શૈક્ષણિક લાયકાત
2020 અને 2021માં પાસ થયેલા BE, B.Tech, ME, M.Tech, MCA અને Mscના ઉમેદવારો
અન્ય લાયકાત
તમામ વિષયો અને સેમેસ્ટર સહિત ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ હોવા જોઇએ અથવા ધોરણ-10 અને ધોરણ-12, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને ડિપ્લોમા (જો લાગુ પડે છે તો) દરેકમાં 6 CGPA હોવો આવશ્યક છે
પસંદગી પ્રક્રિયા
હાયરિંગ ટેસ્ટમાં બે ભાગ હશે – એ અને બી. જે ક્રમશઃ 2 કલાક અને 1 કલાકના સમયગાળા માટે હાથ ધરવામાં આવશે. પાર્ટ-Aમાં ઉમેદવારની જ્ઞાનાત્મક સ્કિલની ટેસ્ટ લેવામાં આવશે અને તેમાં પણ 3 ટેસ્ટ્સ હશે – સંખ્યાત્મક ક્ષમતા, મૌખિક ક્ષમતા અને રિઝનિંગ ક્ષમતા. પાર્ટ-Bમાં બે ટેસ્ટ દ્વારા પ્રોગ્રામિંગ લોજીક અને કોડિંગ સેક્શનની કસોટી કરવામાં આવશે. હાયરિંગ ટેસ્ટનો કુલ સમયગાળો 3 કલાકનો રહેશે.
TCS Recruitment 2022 : કઇ રીતે કરવામાં આવશે પસંદગી?
હાયરિંગ ટેસ્ટમાં બે ભાગ હશે – એ અને બી. જે ક્રમશઃ 2 કલાક અને 1 કલાકના સમયગાળા માટે હાથ ધરવામાં આવશે. પાર્ટ-Aમાં ઉમેદવારની જ્ઞાનાત્મક સ્કિલની ટેસ્ટ લેવામાં આવશે અને તેમાં પણ 3 ટેસ્ટ્સ હશે – સંખ્યાત્મક ક્ષમતા, મૌખિક ક્ષમતા અને રિઝનિંગ ક્ષમતા. પાર્ટ-Bમાં બે ટેસ્ટ દ્વારા પ્રોગ્રામિંગ લોજીક અને કોડિંગ સેક્શનની કસોટી કરવામાં આવશે. હાયરિંગ ટેસ્ટનો કુલ સમયગાળો 3 કલાકનો રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર