TCS Recruitment 2022 : ટાટા કન્સલન્ટન્સી સર્વિસ (TCS) દ્વારા આર્ટ્સ, સાયન્સ, અને કોમર્સ ગ્રેજયુએટ્સ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.
TCS Recruitment 2022 : ભારતની સૌથી મોટી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની અને ટાટા ગ્રુપનો આધારસ્તંભ ગણાતી કંપની ટાટા કન્સલટન્સી સર્વિસિસ(TCS)માં નોકરીની ઉત્તમ તક મળી રહી છે. Tata Consultancy Services તેના TCS BPS હાયરિંગ પ્રોગ્રામ હેઠળ 2020, 2021 અને 2022માં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ પ્રવાહમાંથી ગ્રેજ્યુએટ થયેલ યુવાઓની આકર્ષક કારકિર્દી માટે અરજીઓ આમંત્રિત કરી રહી છે.
TCS Recruitment 2022 લાયકાત : આ ભરતી માટે B.Com, BA, BAF, BBI, BBA, BBM, BMS, BSc-IT/CS/General, BCA, BCS, B.Pharm, M.Pharmમાંથી કોઈપણ માન્ય યુનિવર્સિટી/કોલેજમાંથી 2020, 2021 અને 2022 પાસ ફક્ત ફુલ-ટાઈમ આર્ટસ, કોમર્સ અને સાયન્સ સ્નાતકોને ધ્યાનમાં લેવામાં આવશે.
ઉચ્ચતમ લાયકાત : ઉમેદવારોએ આ કોર્સ નિયત સમયગાળામાં પૂર્ણ કર્યો હોવો જોઈએ. (એટલે કે કોઈ એક્સટેન્ડેડ શિક્ષણ ન હોવું જોઈએ)
બેકલોગ / એરિયર્સ / ATKT: પરીક્ષામાં હાજર થવાના સમયે ઉમેદવારો પાસે કોઈ એક્ટિવ બેકલોગ ન હોવો જોઈએ. (બેકલોગ્સ નિયત સમયગાળામાં ક્લિયર કરેલ હોવા જોઈએ)
શિક્ષણમાં ગેપ/બ્રેક : જો શિક્ષણમાં કોઈ ગેપ હોય તો આગોતરી જાણ કરવી ફરજિયાત છે. ઉચ્ચતમ લાયકાત સુધી એકંદર શૈક્ષણિક ગેપ 24 મહિનાથી વધુ ન હોવો જોઈએ. લાગુ પડતા સંબંધિત દસ્તાવેજી પુરાવાની ખરાઈ કરવામાં આવશે.
TCS Recruitment 2022 : અભ્યાસક્રમના પ્રકાર
માત્ર ફુલ-ટાઈમ કોર્સ જ ધ્યાનમાં લેવામાં આવશે (પાર્ટ-ટાઇમ / કોરસપોન્ડન્સ કોર્સ ધ્યાનમાં લેવામાં આવશે નહીં). જોકે જો તમે NIOS (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ) માંથી તમારો માધ્યમિક (ધોરણ X) અને/અથવા ઉચ્ચતર માધ્યમિક (ધોરણ XII) અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હોય તો તમને લાયક ગણવામાં આવશે.
ઉમેદવારો અમારા કોઈપણ ડેવેલપમેન્ટ સેન્ટરોમાં અને નાઈટ શિફ્ટ સહિત રોટેશનલ શિફ્ટમાં કામ કરવા માટે તૈયાર હોવા જોઈએ.
TCS Recruitment 2022 : કેવી રીતે કરશો અરજી
સ્ટેપ 1 – TCS NextStep પર રજિસ્ટર કરો અને અરજી ફોર્મ ભરો. તમારૂં એપ્લિકેશન સ્ટેટ્સ ' Application Received’ થવું જોઈએ. રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમારું CT/DT ID હાથવગા રાખો.
પ્રથમ પરિપ્રેક્ષ A : જો તમારી પાસે પહેલેથી જ CT/DT ID હોય તો કૃપા કરીને TCS નેક્સ્ટ સ્ટેપ પોર્ટલ (https://nextstep.tcs.com/campus/) પર લોગ ઇન કરો અને અરજી ફોર્મ ભરો.
પ્રથમ પરિપ્રેક્ષ B : જો તમે નવા યુઝર છો તો TCS નેક્સ્ટ સ્ટેપ પોર્ટલ (https://nextstep.tcs.com/campus/) પર લોગ ઇન કરો. ‘Register Now’ પર ક્લિક કરો, 'BPS' કેટેગરી સિલેક્ટ કરો. તમારી વિગતો ભરો અને તમારું અરજી ફોર્મ સબમિટ કરો.
સ્ટેપ 2 – અંતિમ સ્ટેપ તરીકે TCS BPS ભરતી માટે અરજી કરવા માટે નીચેનું નોંધણી ફોર્મ ભરો. આ એક ફરજિયાત પગલું છે.
નોટ : એક ઉમેદવાર દ્વારા એકથી વધુ એન્ટ્રીઓ ગેરલાયકાત ઠરશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર