TCSએ મોટાપાયે શરૂ કર્યું ભરતી અભિયાન, જાણો અરજી કરવાની પ્રક્રિયા અને શું હોવી જોઈએ શૈક્ષણિક લાયકાત

ટાટા કન્સલ્ટિંગ સર્વિસિઝ મહિલાઓ માટે નવી શરૂઆતની સુવર્ણ તક આપી રહી છે. (પ્રતીકાત્મક તસવીર)

TCS Jobs for Women: ટાટા કન્સલ્ટિંગ સર્વિસિઝ મહિલાઓ માટે નવી શરૂઆતની સુવર્ણ તક આપી રહી છે, આવી રીતે કરો અરજી

  • Share this:
TCS Recruitment 2021: જો તમે નોકરીની શોધમાં (Job Search) છો તો તમારા માટે એક સારા સમાચાર છે. આઇટી સેક્ટરની (IT Sector) પ્રમુખ રિક્રૂટમેન્ટ એજન્સી ટાટા કન્સલ્ટિંગ સર્વિસિઝે (Tata Consultancy Services) એવી મહિલાઓ માટે ભરતી અભિયાન (TCS Recruitment 2021 for Women) શરૂ કર્યું છે, જેઓ કરિયરમાં ગેપ બાદ નોકરીની શોધમાં છે. આઇટી ફર્મનું કહેવું છે કે, પ્રતિભા અને ક્ષમતા હંમેશા જળવાઇ રહેશે અને ફરી શરૂઆત કરવા ઇચ્છુક મહિલાઓ માટે અવસર છે કે તેઓ પોતાને પ્રેરિત કરે અને ફરી શરૂઆત કરીને નવી ઓળખ બનાવે.

મહિલાઓ માટે નવી શરૂઆતની સુવર્ણ તક

જેમ કે તમને અગાઉ જણાવ્યું કંપની તેવી મહિલાઓને અવસર પ્રદાન કરી રહી છે, જેમને કરિયરમાં ગેપ આવી જતા નવી શરૂઆતનો અવસર જોઇએ છે. દેશની પ્રમુખ આઇટી ફર્મે જણાવ્યું કે, “ટીસીએસ (TCS) તેવા લોકોની શોધમાં છે જેઓ પોતાની કુશળતા અને દૃષ્ટિકોણ દ્વારા વિશ્વમાં પરિવર્તન લાવવાની ક્ષમતા રાખે છે. જો તમે પણ તેમાંથી એક છો, તો અમે ભરતી કરવા ઉત્સાહિત છીએ.”

કંપનીએ વધુમાં જણાવ્યું કે, અહીં તમને PAN ઇન્ડિયામાં ઉપલબ્ધ રોજગારીના ઘણા અવસરો શોધવા માટે પ્લેટફોર્મ મળશે. આ પહેલ તમને માત્ર તમારી કુશળતા નિખારવાનો જ નહીં, પરંતુ તમારા મહત્વકાંક્ષી ક્ષેત્રમાં કરિયર બનાવવાનો પણ અવસર પ્રદાન કરે છે.

આ પણ વાંચો, Railway Jobs 2021: રેલવેમાં આ પદો પર પરીક્ષા આપ્યા વગર થશે ભરતી, 35 હજાર રૂપિયા મળશે સેલરી

શું હોવી જોઇએ લાયકાત?

જે પણ ઉમેદવારો ઇચ્છુક છે તેમની પાસે 2થી 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. આ ભરતી દેશભરમાં કરવામાં આવશે. જેના માટેની શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ હોવી જોઇએ. તેથી રસ ધરાવતા ઉમેદવારો પોતાના કરિયરને ધ્યાનમાં રાખીને અરજી કરી શકે છે. લાયક ઉમેદવારને ઇન્ટરવ્યુ અંગેનની માહિતી રજીસ્ટર્ડ મેઇલ આઇડી દ્વારા મોકલવામાં આવશે.

આ સ્કીલ હોવી જરૂરી

SQL Server DBA, Linux Administrator, Network Admin, Mainframe Admin, Automation Testing, Performance Testing Consultant, Angular JS, Oracle DBA, Citrix Administrator, Java Developer, Dotnet Developer, Android Developerની સ્કીલ હોવી અનિવાર્ય છે.

આ પણ વાંચો, સારી નોકરી મેળવવા આ ફ્રી ઓનલાઈન કોર્સ કરી શકે છે મદદ

ટીસીએસે જણાવ્યુ કે, “નવીનતા અને સામૂહિક જ્ઞાન દ્વારા વધુ સારું ભવિષ્ય બનાવવું તે જ અમારો ઉદ્દેશ્ય છે. તેથી અમે તમારા અનુભવ, તમારા વિચારો અને ભાવિ પેઢીઓ માટે નવા રસ્તાઓ બનાવવાની તમારી ક્ષમતાનું સંપૂર્ણ સન્માન કરીએ છીએ. ગૌરવપૂર્ણ સફળતાઓ અને પડકારરૂપ ભૂમિકાઓ સાથે તમે એક અલગ સફરનો અનુભવ કરો તેવી અમારી ઇચ્છા છે. જેમાં માત્ર એક સરળ સિંગલ સ્ટેજ ઇન્ટરવ્યૂ પ્રોસેસ બોનસ પોઇન્ટ છે.”
Published by:Mrunal Bhojak
First published: