TCS Recruitment 2021: જો તમે નોકરીની શોધમાં (Job Search) છો તો તમારા માટે એક સારા સમાચાર છે. આઇટી સેક્ટરની (IT Sector) પ્રમુખ રિક્રૂટમેન્ટ એજન્સી ટાટા કન્સલ્ટિંગ સર્વિસિઝે (Tata Consultancy Services Recruitment) સ્માર્ટ હાયરિંગ પ્રોગ્રામ અંતર્ગત સ્ટુડન્ટ્સ અને ફ્રેશર્સ માટે નોકરીની ભરતી બહાર પાડી છે. . નોકરી માટે ઈચ્છુક ઉમેદવારોએ ટીસીએસના ટીસીએસ નેક્સ્ટ પોર્ટલ પર જઈને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ ઉમેદવારોએ ત્યાં લોગીન રજિસ્ટ્રેશનકરી અને પોતાનો બાયોડેટા વગેરે નાખવાનું રહેશે. ત્યારબાદ લેખિત પરીક્ષા માટે શોર્ટ લીસ્ટ થયેલા ઉમેદવારોને બોલાવવામાં આવશે અને તેમનો ઇન્ટરવ્યૂ યોજાશે. આ નોકરી માટે ઉમેદવારી નોંધાવાની તારીખ નજીક આવી ગઈ છે. ( TCS Recruitment 2021 Last Date to online application) આ નોકરી માટે ઓનલાઇન અરજી કરી અને રજિસ્ટ્રેશન કરાવી શકાશે. ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 30-11-2021 છે.
શૈક્ષણિક લાયકાત : જે ઉમેદવારોએ BCA, B.sc(Math, Statistics, Physics, Chemistry, Electronics, Biochemistry, Computer Science, IT), ), BVoc in CS/IT વર્ષ 2020, 2021માં પાસ કર્યુ હોય તે આ નોકરી માટે અરજી કરી શકે છે. અગાઉ આ નોકરી માટે અરજીની તારીખ 15મી નવેમ્બર હતી જે લંબાવી અને 30મી નવેમ્બર કરી દેવામાં આવી છે.
આ નોકરી જે ઉમેદવારોને 2022માં ડિગ્રી મળવાની છે તે પણ એપ્લાય કરી શકે છે. ધો.10 અને ધો.12માં ઓછામાં ઓછા 50 ટકા અને ગ્રેજ્યુએશનમાં પણ ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ હોવા અનિવાર્ય છે. આ ઉમેદવારો અરજી કરી શકે છે.