Home /News /career /

TCS NQT: TCSની નેશનલ ક્વોલિફાયર ટેસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તક, ફ્રેશર્સને મળશે નોકરી

TCS NQT: TCSની નેશનલ ક્વોલિફાયર ટેસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તક, ફ્રેશર્સને મળશે નોકરી

TCS NQT Last Date of Registration : ટીસીએસની નેશનલ ક્વોલિફાયર ટેસ્ટ માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ

TCS NQT Last date of Application : TCS સહિતની IT કંપનીમાં નોકરી મેળવવા માંગતા યુવક-યુવતીઓ માટે અતિ મહત્ત્વપૂર્ણ ગણાય છે આ પરીક્ષા, ફટાફટ કરો અરજી

  TCS National Qualifier Test : ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (Tata Consultancy Services (TCS) દેશની મોટી ટેક કંપનીઓમાંથી એક છે. TCS દ્વારા ફ્રેશર્સ પાસેથી નેશનલ ક્વોલિફાયર ટેસ્ટ (National Qualifier Test (NQT) માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ પરીક્ષા આઈટીના વિદ્યાર્થીઓની નોકરી માટેની તૈયારીને ચકાસવા માટે છે.TCS NQT માટે રજીસ્ટ્રેશન કરાવવાની આજે છેલ્લી તારીખ છે (TCS NQT Last of Online  Registration Dates)માં શરૂ થશે. ટેક કંપનીઓમાં પોતાની કારકિર્દી શરૂ કરવા ઈચ્છતા ઉમેદવારો આ પરીક્ષા માટે ઓનલાઈન આવેદન કરી શકશે.

  TCS iON એ ટીસીએસની પેટા કંપની છે જે દેશભરમાં પરીક્ષાઓનું આયોજન કરે છે. TCS iON દ્વારા લેવામાં આવતી પરીક્ષાને આધારે TCS ઉપરાંત, ઘણી અન્ય IT કંપનીઓ પણ NQT પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે ફ્રેશર્સને હાયર કરે છે.

  NQT શું છે

  TCS NQT મૂળભૂત રીતે ઉમેદવારોની જ્ઞાનાત્મક અને અન્ય કૌશલ્યોનું પરીક્ષણ કરે છે. ઉમેદવારો તેમના ઘરેથી ઓનલાઈન પરીક્ષા આપી શકે છે અથવા TCS iON અધિકૃત પરીક્ષા કેન્દ્રોમાંથી કોઈ પણ એક કેન્દ્ર પર ઓફલાઈન પરીક્ષા આપી શકે છે.

  TCS NQT માં ઉમેદવારોએ મેળવેલા સ્કોર બે વર્ષ માટે માન્ય

  TCS NQT માં ઉમેદવારોએ મેળવેલા સ્કોર બે વર્ષ માટે માન્ય ગણવામાં આવી છે. TCS iON દ્વારા દર ત્રણ મહિને આ પરીક્ષા લેવામાં આવે છે. જણાવી દઈએ કે આ પરીક્ષા વર્ષમાં ચાર વખત યોજવામાં આવે છે. આનો અર્થ એ છે કે ઉમેદવારો તેમના NQT સ્કોર્સને સુધારવા માટે વર્ષમાં ચાર વખત યોજાતી આ પરીક્ષા આપી શકે છે.

  હાઈએસ્ટ માર્કને જ NQT રજીસ્ટ્રેશનમાં દર્શાવવામાં આવે છે

  TCS દ્વારા આગળની પરીક્ષાઓના સ્કોરને માન્ય ગણવામાં આવતા નથી અને માત્ર અંતિમ પરીક્ષામાં મેળવવામાં આવેલા સ્કોરને ધ્યાનમાં રાખવામાં આવે છે. તમામ અટેમ્પ્ટમાં તમારા હાઈએસ્ટ માર્કને જ NQT રજીસ્ટ્રેશનમાં દર્શાવવામાં આવે છે.

  આ પણ વાંચો :  Explained : CBSE બોર્ડનો એ વિવાદ જેના કારણે ધો.10નો પ્રશ્ન રદ કરવો પડ્યો, બોર્ડ આપશે પૂરા માર્ક્સ

  TCS NQTમાં આ રીતે કરો અરજી

  TCS NQT પરીક્ષા આપવા માટે ઉમેદવારો TCS iONના જોબ પોર્ટલ થકી અરજી કરી શકે છે. પહેલેથી નોંધણી કરી હોય તેવા ઉમેદવારો તેમના અકાઉન્ટમાં લોગિન કરી અરજી કરી શકે છે, જ્યારે નવા ઉમેદવારોએ અકાઉન્ટ બનાવવાનું રહેશે.

  પરીક્ષાની ટૂંકી વિગતો  પરીક્ષાનું નામTCS NQT
  કોણ આપી શકે છેફ્રેશર્સ
  પરીક્ષાની તારીખ25 ડિસેમ્બર 2021
  પરીક્ષાનું માધ્યમઓફલાઇન અધિકૃત સેન્ટર્સ પરથી
  પરીક્ષા માટે અરજી કરવાની અંતિમ તારીખ15-12-2021
  અરજી કરવાની ફીનિશુલ્ક
  અરજી કરવાની ડાયરેક્ટ લિંકઅહીંયા ક્લિક કરો  TCS NQT માટે અગત્યની તારીખો

  TCS NQT માટે અરજી કરવાની શરૂઆત થઈ ચૂકી છે. અરજી કરવાની અંતિમ તારીખ 15 ડિસેમ્બર 2021 છે. પરીક્ષા 24 ડિસેમ્બર 2021ના રોજ યોજવામાં આવશે.

  આ પણ વાંચો : Sarkari Naukri: ECILમાં એન્જિનિયરની બમ્બર ભરતી, રૂ.25,000ના સ્ટાર્ટિંગ પગારથી 300 જગ્યા ભરાશે

  TCS NQT માટે લાયકાત

  જે ઉમેદવારો UG, PG અથવા ડિપ્લોમા અભ્યાસક્રમોના અંતિમ વર્ષોમાં છે અથવા પોતાની પરીક્ષાઓ પાસ કરી ચૂક્યા છે તેઓ TCS NQT પરીક્ષા માટે અરજી કરી શકે છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Careers, IT Jobs, TCS

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन