Home /News /career /

TCS ION Registration 2022: ટાટા પાવરમાં ફ્રેશર્સની ભરતી, અહીંથી કરો અરજી

TCS ION Registration 2022: ટાટા પાવરમાં ફ્રેશર્સની ભરતી, અહીંથી કરો અરજી

Tata Power Recruitment 2022 : 'ટાટા પાવરની ભરતી માટે ટીસીએસ આઈઓએન પોર્ટલની આપવામાં આવેલી લિંક પરથી કરી અરજો

TCS ION Recruitment 2022 : ટાટા પાવર (Tata Power) દ્વારા ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે જેના માટે ટીસીએસએના પોર્ટલ ટીસીએસ આઈઓન (TCS ION) પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

  TCS ION Registration 2022:  ટાટા પાવર કંપની લિમિટેડ દ્વારા 10 ખાલી જગ્યાઓ (Tata Power vacancies) પર ભરતીનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. જેના અનુસંધાને ભરતી (Recruitment)ની જાહેરાત અને ઓનલાઇન એપ્લિકેશન લિંક ટાટા કન્સલ્ટિંગ સર્વિસીસ (Tata Consulting Services)ની સત્તાવાર વેબસાઇટ પર સક્રિય થઈ ગઈ છે. આ નોકરી માટે ઉમેદવારોને હૈદરાબાદ, તેલંગાણામાં મુકવામાં આવશે. જે ઉમેદવારો આ પરીક્ષા માટે અરજી કરવા માંગતા હોય તેઓએ વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી.

  TCS ION Registration 2022:   મહત્વની તારીખો

  ટીસીએસ ભરતીમાં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા. 30 એપ્રિલ છે. આ ભરતી માટે અરજી કરવાની બાકી હોય તેવા ઉમેદવારોને તાત્કાલિક અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. છેલ્લી તારીખ પછીની અરજી સંબંધિત બોર્ડ દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

  TCS ION Registration 2022:  યોગ્યતા માપદંડ

  અરજી કરવા માટે ઉમેદવાર પાસે કોઈપણ સંબંધિત ક્ષેત્રમાં ડિપ્લોમા ડિગ્રી હોવી જરૂરી છે. આ ઉપરાંત ઉમેદવાર પાસે ડોમેન ટેકનિકલ કૌશલ્ય, સમસ્યાનું નિરાકરણ, વિગતો પર ધ્યાન આપવું, સર્જનાત્મકતા, ગુણવત્તાલક્ષી અભિગમ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, સપ્લાય મેનેજમેન્ટ, સારું કોમ્યુનિકેશન સહિતના કૌશલ્ય હોવા જોઈએ.

  આ પણ વાંચો : Railway Recruitment 2022: પશ્ચિમ રેલવેની વલસાડની સ્કૂલમાં શિક્ષકોની ભરતી, જાણો લાયકાત અને પસંદગી પ્રક્રિયા

  TCS ION Registration 2022:  જરૂરી સ્કીલ્સ

  ઉમેદવાર પાસે જટિલ સમસ્યાનું નિરાકરણ, કમ્પ્યુટર્સ અને ઇલેક્ટ્રોનિક્સ, ક્રિટિકલ થિંકિંગ, કસ્ટમર અને પ્રોફેશનલ સર્વિસ, તર્ક, ડિઝાઇન, એન્જિનિયરિંગ અને ટેકનોલોજી, અંગ્રેજી ભાષા, ઇન્ડક્ટિવ રિઝનિંગ, ઇન્ફર્મેશન ઓર્ડરિંગ, નિર્ણય અને નિર્ણય લેવાની પ્રક્રિયા, ગાણિતિક તર્ક, ગણિત, વિઝન, સમજણ, મૌખિક અભિવ્યક્તિ, મૌલિકતા, વાંચન સમજણ, સામાજિક દ્રષ્ટિ, શુદ્ધ ઉચ્ચારણ અને તેની સમજણ, ટેલિકોમ્યુનિકેશન, લેખિત સમજણ અને લેખિત અભિવ્યક્તિ હોવી જરૂરી છે.

  નોકરીની ટૂંકી વિગતો  જગ્યા10
  લાયકાતકોમ્યુટર સાયન્સ આઈટી ડિપ્લોમાં
  પસંદગી પ્રક્રિયાઓનલાઇન અરજી દ્વારા
  અરજી ફીનિશુલ્ક
  અરજી કરવાની અંતિમ તારીખ30-4-2022
  ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
  ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો  TCS ION Registration 2022:  પગારધોરણ

  શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને સંબંધિત બોર્ડમાંથી વાર્ષિક રૂ. 2,80,000 થી રૂ. 2,80,001નો પગાર મળવાપાત્ર છે.

  આ પણ વાંચો : BECIL Recruitment 2022 : BECILમાં 80 જગ્યા માટે ભરતી, 33,450 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

  TCS ION Registration 2022:   નોકરીમાં શું કરવાનું રહેશે?

  આઇટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ફેસિલિટી મેનેજમેન્ટને ગ્રાહકો સુધી સેવા પહોંચે તે જોવાની સાથે લોકલ આઇટી સર્વર, આઇટી નેટવર્ક, પીસી, કોમ્પ્યુટરની તંદુરસ્તી જળવાઈ રહે, હાર્ડવેર અને ટેક્નોલોજીના સમયસર રિપ્લેસમેન્ટ/અપ ગ્રેડેશન સાથે IT પેરિફેરલ્સ, IT સર્વિસ અને લેપટોપ તથા ડેસ્કટોપ્સ સહિતની ડિવાઇસમાં સમયસર ઇન્સ્ટોલેશન કરવું, પર્ફોર્મન્સ મોનિટરિંગ, ટ્રબલ શૂટીંગ, બેકઅપ, જરૂરિયાત મુજબ લોકલ સર્વર્સનું રિસ્ટોરિંગ, લોકલ એરિયા નેટવર્ક અને WAN લિંક (ડેટા/વીસી) ની યોગ્ય કામગીરીની ખાતરી કરવી, લોકેશન માટે ઝડપી રિસ્ટોરેશન માટે આઉટેજના કિસ્સામાં નેટવર્ક સર્વિસ પ્રોવાઇડર સાથે સંપર્ક કરવો.

  TCS ION Registration 2022:  કઈ રીતે કરવી અરજી?

  - TCS વેબસાઇટની સત્તાવાર સાઇટ પર જાઓ.
  - પેજ પર જરૂરી નોટિફિકેશન પસંદ કરો.
  - નોટિફિકેશન વાંચો અને પેજ પર Register now બટનને ક્લિક કરો.
  - અરજી ફોર્મ ભરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
  - ભવિષ્ય માટે રજિસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ લઈ લો.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

  આગામી સમાચાર