TCS Recruitment: ટીસીએસ દ્વારા ફ્રેશર્સ માટે ઓનલાઈન એપ્લિકેશન મંગાવવામાં આવી છે. (TCS Recruitment) ટાટા કન્સલટન્સીના ટીસીએસ એટલાસ હાયરિંગ પ્રોગ્રામ માટે બુધવારથી રજિસ્ટ્રેશનની શરૂઆત થઈ છે. (TCS Atlas Recruitment Online Application) આ નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
TCS Recruitment: લાયકાત
આ નોકરી માટે જે ઉમેદવારોએ વર્ષ 2020,2021 અને 2022માં એમએસસી ( મેથેમેટિક્સ/સ્ટેટિસ્ટિક્સ/ઈકોનોમિક્સ) અને એમએ (ઈકનોમિક્સ) પાસ કર્યુ હોય તેમની પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ નોકરી માટે ઓનલાઈન અરજી દ્વારા ઉમેદવારો આવેદન કરી શકે છે.
TCS Recruitment: અરજી ફી
આ નોકરી માટે અરજી ફી નિશુલ્ક છે. ટીસીએસ દ્વારા આ અંગે કોઈ પણ પ્રકારની અરજી ફી રાખવામાં આવી નથી.
TCS Recruitment: ઉંમર મર્યાદા
આ નોકરી માટે અરજી કરવા માંગતા ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી લઈને 28 વર્ષ સુધીની હોવી જરૂરી છે. 28 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારો અરજી માટે લાયકત નથી.
જે ઉમેદવારોએ તમામ વિષયનો મિનિમમ 60 ટકા માર્ક્સ સાથે પોસ્ટ ગ્રેજ્યુએશ કર્યુ હોય અને ગ્રેજ્યુએશન અને ધો.10-12માં પણ 60 ચકા મિનિમમ માર્ક્સ મળ્યા હોય તે આ નોકરી માટે લાયક માનવામાં આવશે.
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
ઉલ્લેખ નથી
લાયકાત
ર્ષ 2020,2021 અને 2022માં એમએસસી ( મેથેમેટિક્સ/સ્ટેટિસ્ટિક્સ/ઈકોનોમિક્સ) અને એમએ (ઈકનોમિક્સ
આ નોકરી માટે પસંદગી ઓનલાઈન એપ્લિકેશન દ્વારા કરવામાં આવશે. એપ્લિકેશનમાં પસંદ થયેલા ઉમેદવારોને ટેસ્ટ માટે બોલવવામાં આવશે અને ટેસ્ટમાં પસંદ થયેલા ઉમેદવારોના ઈન્ટરવ્યૂ કરવામાં આવશે. આમ ટેસ્ટ અને ઈન્ટરવ્યૂ દ્વારા આ પસંદગી કરવામા આવશે.
TCS Recruitment: કઇ રીતે કરશો અરજી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ ભરતી માટે અરજી કરવા માટે આ સ્ટેપ્સને અનુસરવાના રહેશે:
- વિદ્યાર્થીઓએ સૌ પ્રથમ ટીસીએસ નેક્સ્ટ સ્ટેપ પોર્ટલ https://nextstep.tcs.com/campus/#/ પર લોગીન કરવાનું રહેશે.
- જે યુઝર્સ અગાઉથી જ રજીસ્ટર છે, તઓ સીધી જ અરજી કરી શકે છે.
- નવા યુઝર્સે સૌથી પહેલા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ત્યાર બાદ ભરતી માટે એપ્લિકેશન ફોર્મ ભરીને સબમિટ કરી શકે છે.
- એપ્લિકેશનની સ્થિતિની જાણવા માટે ઉમેદવારો ટ્રેક યોર એપ્લિકેશન પર ક્લિક કરી શકે છે. જે ડ્રાઇવ માટે અરજી કરનાર ઉમેદવારને એપ્લિકેશન સ્ટેટસ બતાવશે.
- ઉમેદવારોએ ટીસીએસ એટલાસ હાયરિંગ માટે ફરજિયાતપણે અરજી કરવાની રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર