TCS Atlas Recruitment 2022 : આઈટીમાં નોકરી (IT Jobs) શોધી રહેલા ઉમેદવારો માટે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ ટીસીએએસ એટલાસની ભરતી, ઉમેદવારો અહીંયઆ આપવામાં આવેલી લિંકના માધ્યમથી સીધા અરજી કરી શકે છે.
ફ્રેશ ગ્રેજ્યુએટ્સ (Fresh Graduates) માટે ટીસીએસમાં કામ (Jobs in TCS) કરવાનો એક સારો અવસર છે. ટીસીએસ એટલાસે વર્ષ 2020, 2021 અને 2022માં ગ્રેજ્યુએટ થનારા ફ્રેશર્સ માટે ભરતી (TCS Recruitment 2022) બહાર પાડી છે. વિદ્યાર્થીઓ તેમના કેમ્પસ ટ્રેઇની ID અથવા ઑફ-કેમ્પસ IDનો ઉપયોગ કરીને ચાલુ પરીક્ષા માટે નોંધણી (Apply) કરાવી શકે છે, જે દરેક અરજદાર માટે DT ID છે, જે TCS ભરતી માટે તેમની આઇડેન્ટીટી હશે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંકના માધ્યમથી ઓનલાઇન અરજી કરી શકે છે.
ઓફિશ્યલ વેબસાઇટ પર જણાવ્યા અનુસાર, TCS એટલાસ હાયરિંગને માત્ર ઈનોવેશન માટેના જુસ્સા સાથે પ્રભાવશાળી પ્રતિભા માટે જ ડિઝાઈન કરવામાં આવી છે. તે માને છે કે તેઓ ડેટા-સેન્ટ્રીક અભિગમ દ્વારા બિઝનેસની કામગીરીને રીઇમેજીન કરી શકે છે.
કંપની વેબસાઇટ પર વધુમાં જણાવ્યા અનુસાર, ટીસીએસ એટલાસ હાયરિંગ દ્વારા શોધાયેલ ટેલેન્ટ બિઝનેસ પરિણામો મેળવવા માટે, નિર્ણય લેવામાં આત્મવિશ્વાસ લાવવા અને વ્યવસાયોને સારા ભવિષ્યના નિર્માણ માટે અસરકારક ડેટા-સંચાલિત વ્યૂહરચનાને અમલમાં મૂકવામાં મદદ રૂપ બનશે.
ફ્રેશર્સ ઉપરાંત 2 વર્ષ સુધીના અગાઉના કામનો અનુભવ ધરાવતા ઉમેદવારો TCS એટલાસ હાયરિંગ પ્રક્રિયા માટે અરજી કરી શકે છે. TCS એટલાસ હાયરિંગ ટેસ્ટ શેડ્યૂલ રજીસ્ટર ઉમેદવારોને તેમના ઈ-મેલ એડ્રેસ દ્વારા જણાવવામાં આવશે.
કોણ કરી શકે છે અરજી
જે ઉમેદવારોએ વર્ષ 2020, 2021 અને 2022 થી નીચેના કોર્સમાં ફુલટાઇમ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ પૂર્ણ કર્યા છે તેઓ અરજી કરી શકે છે:
- મેથેમેટિક્સ, સ્ટેટીસ્ટિક્સ, ઇકોનોમિક્સ
નોકરીની ટૂંકી વિગતો
કંપની
TCS
શૈક્ષણિક લાયકાત
ઉમેદવારોએ વર્ગ 10, વર્ગ 12, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ અને પોસ્ટ-ગ્રેજ્યુએશન પરીક્ષામાં દરેકમાં 60% અથવા 6 CGPA મિનિમમ ગુણ હોવા જોઈએ.