Talati cum Mantri Bharti 2022: તલાટી કમ મંત્રીની 3437 જગ્યા માટે ફોર્મ ભરવાની શરૂઆત, અહીંથી કરો અરજી
Talati cum Mantri Bharti 2022: તલાટી કમ મંત્રીની 3437 જગ્યા માટે ફોર્મ ભરવાની શરૂઆત, અહીંથી કરો અરજી
Talati cum Mantri Bharati 2022 : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની તલાટી કમ મંત્રીની ભરતીમાં આજથી ફોર્મ ભરાવવાની શરૂઆત
GPSSB Recruitment 2022: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરી (Talati cum Mantri)ની બમ્પર ભરતી બહાર પાડવામાં આવી, અહીંથી કરો અરજી
GPSSB Recruitment 2022: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરી (Talati cum Mantri recruitment 2022)ની 3437 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ જગ્યા માટે આજે બપોરે 1.00 વાગ્યાથી ફોર્મ ભરાવવાની શરૂઆત થઈ ગઈ છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંકના માધ્યમથી 15-2-2022ના રોજ રાત્રિના 23:59 કલાક સુધીમાં ઓનલાઇન અરજી (Talati Cum Mantri Online Application) કરી શકશે. આ સાથે આ ભરતી માટે ઓનલાઇન ફી ભરવાની 17-2-2022 છે.
GPSSB Recruitment 2022 ખાલી જગ્યા: આ ભરતી માટે ખાલી કુલ 3437 જગ્યાઓ દરેક જિલ્લા મુજબ છે. જેમાં અમદાવાદમાં 105, અમરેલીમાં 205, આણંદમાં 125, અરવલ્લીમાં 41, બનાસકાંઠામાં 120, ભરૂચમાં 164, ભાવનગરમાં 208, બોટાદમાં 44, છોટાઉદેપુરમાં 85, દાહોદમાં 68, દેવભૂમિ દ્વારકામાં 75, ડાંગમાં 18, ગાંધીનગરમાં 23, ગીરસોમનાથ 93, જામનગરમાં 161, જૂનાગઢ 191, કચ્છણાં 159, ખેડામાં 126, મહીસાગરમા 48, મહેસાણામાં 152 જગ્યા
મોરબીમાં 56, નર્મદામાં 96, નવસારીમાં 64, પંચમહાલમાં 99, પાટણમાં 118, પોરબંદરમાં 44, રાજકોટમાં 188, સાબરકાંઠામાં 42, સુરતમાં 90, સુરેન્દ્રનગરમાં 137, તાપીમાં61, વડોદરામાં 141, વલસાડમાં 90 જગ્યા મળી 3437 જગ્યા માટે ભરતી બહાર પડી છે.
આ નોકરી માટે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી સ્નાતક થયેલા ઉમેદવારો અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવા સમયે શૈક્ષણિક લાયકાત વગેરે ચેક કરી લેવી, અરજી કરવાની સાથે ઉમેદવારોએ પોતાની લાયકાત પણ ચકાસવી અરજી કરવાની ઉંમર અને મહત્તમ લાયકાતની ઉંમર 36 વર્ષ છે.