Home /News /career /Sarkari Naukri : સુરત મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા 66 શિક્ષકોની ભરતી, રૂ. 31,340 પગારથી થશે શરૂઆત

Sarkari Naukri : સુરત મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા 66 શિક્ષકોની ભરતી, રૂ. 31,340 પગારથી થશે શરૂઆત

રાજ્યના પાડોશી સંઘ પ્રદેશમાં શિક્ષકોની બમ્પર ભરતી, અહીંથી સીધા કરી શકાશે અરજી

Surat Municipal Corporation Recruitment 2021: સુરત મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા શિક્ષકના પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. હિન્દી, ગુજરાતી અને અન્ય ભાષાઓ માટે કુલ 66 ખાલી પડેલા પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

Surat Municipal Corporation Recruitment 2021: સુરત મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા શિક્ષકના પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. હિન્દી, ગુજરાતી અને અન્ય ભાષાઓ માટે કુલ 66 ખાલી પડેલા પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઇમેદવારો SMC શિક્ષા સહાયકની ઓફિશિયલ નોટિફિકેશન (SMC Shikshan Sahayak Official Notification) પરથી વધુ માહિતી મેળવી શકે છે. સુરત મ્યૂનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે આ સુવર્ણ તક છે.

આ નોકરી માટે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો આગામી 31મી ડિસેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકશે . અરજી કરવાની લિંક અને ભરતીની જાહેરાત આ સાથે આપવામાં આવી છે.

SMC Shikshan Sahayak Recruitment- લાયકાત

શૈક્ષણિક લાયકાત-

સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉડિયા, ઉર્દૂ શિક્ષક તરીકે અરજી કરવા માંગતા ઉમેદવાર સંલગ્ન વિષ્ય સાથે B.A B.Edની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ.

ગણિત અને વિજ્ઞાન શિક્ષક માટે અરજી કરવા માંગતા ઉમેદવાર સંલગ્ન વિષયમાં B.sc B.Edની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ.

પીટી માટે અરદી કરવા માંગતા ઉમેદવારો કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએટ હોવા જોઈએ સાથે જ B.P. Ed / D. P. Ed અથવા B.P.Eની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ.

Surat Municipal Corporation Recruitment Shikshan Sahayak Vacancy 2021- ખાલી પદો

કુલ પદો- 66
વિષયગુજરાતી મિડિયમહિન્દી મિડિયમમરાઠી મિડિયમઉડિયા મિડિયમઉર્દૂ મિડિયમ
ગણિત/ વિજ્ઞાન1206110202
સામાજિક જ્ઞાન0203-0101
અંગ્રેજી0303050101
ગુજરાતી0202--01
પી.ટી010101--
મિડિયમની ભાષા-02010101
કુલ2017180506





વય મર્યાદા

અરજી કરનાર ઉમેદવારની વધુમાં વધુ ઉંમર 37 વર્ષ હોવી જોઈએ.

SMC Shikshan Sahayak Recruitment – આ રીતે કરો અરજી

લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ suratmunicipal.gov.in પર 31/12/2021 પહેલા અરજી કરી શકે છે.

નોકરીની ટૂંકી વિગતો
જગ્યા66
શૈક્ષણિક લાયકાતજે તે વિષયમાં ગ્રેજ્યુએશન સાથે  B.Ed
પસંદગી પ્રક્રિયાલેખિત પરીક્ષામેરિટ લિસ્ટપર્સનલ ઈન્ટવ્યૂ
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
અરજી કરવાની અંતિમ તારીખ31-12-2021
ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



SMC Shikshan Sahayak Recruitment- પસંદગી પ્રક્રિયા
લેખિત પરીક્ષા
મેરિટ લિસ્ટ
પર્સનલ ઈન્ટવ્યૂ

SMC Shikshan Sahayak Recruitment- પગાર

પાંચ વર્ષ માટે રૂ. 31340 ફિક્સ, ત્યારબાદ 9300- 34800 (G.P 4200) સુધીનો પે સ્કેલ

SMC Shikshan Sahayak Recruitment- મહત્વની તારીખો

ઓનલાઈન અરજી કરવાની તારીખ: 17/12/2021
અરજી કરવાની છેલ્લી તારીખ: 31/12/2021
First published:

Tags: Careers, Jobs, Sarkari Naukri 2021

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો