Supreme Court Recruitment 2022 : સુપ્રિમ કોર્ટમાં (Supreme Court)માં વિવિધ ભાષાઓના ટ્રાન્સલેટરની જગ્યા માટે ભરતી બહાર પડી છે, રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.
Supreme Court Recruitment :ભારતની સર્વોચ્ચ અદાલત (Supreme Court Recruitment) એ જુનિયર ટ્રાન્સલેટર (Jobs for Junior Translator)ના પદ માટે અરજીઓ મંગાવી છે. ઉમેદવારો માટે અરજી કરવા માટે કુલ 25 જગ્યાઓ ઉપલબ્ધ છે. સુપ્રીમ કોર્ટની ભરતી 2022 (SC Recruitment 2022) માટેની અરજી પ્રક્રિયા 18 એપ્રિલ, 2022થી એટલે કે આજથી શરૂ થઇ છે. રસ ધરાવતા ઉમેદવારો ભારતની સર્વોચ્ચ અદાલતની સત્તાવાર વેબસાઇટ - main.sci.gov.in પર અરજી કરી શકશે. કોર્ટ આસિસ્ટન્ટ - જુનિયર ટ્રાન્સલેટરની જગ્યાઓ SC ના પે મેટ્રિકના લેવલ 7માં મૂકવામાં આવે છે.
Supreme Court Recruitment : કઇ ભાષાઓ માટે કરી શકાશે અરજી
સુપ્રીમ કોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલ આ ભરતી અંતર્ગત આસામી, બંગાળી, તેલુગૂ, ગુજરાતી, ઉર્દુ, મરાઠી, તમિલ, કન્નડ, મલયાલમ, મણિપૂરી, ઓડીયા, પંજાબી અને નેપાલી ભાષા માટે કરવામાં આવશે.
Supreme Court Recruitment : લાયકાત
જે ઉમેદવારો અંગ્રેજી અને સંબંધિત સ્થાનિક ભાષા વિષય તરીકે ગ્રેજ્યુએટ થયા છે, તેઓ અરજી કરવા માટે પાત્ર છે. ઉમેદવારો પાસે અંગ્રેજીમાંથી સ્થાનિક ભાષામાં અને સ્થાનિક ભાષામાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેશનનો બે વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
18થી 32 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. જોકે, સરકારી નિયમો અનુસાર અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
Supreme Court Recruitment : કઇ રીતે કરી શકો છો અરજી?
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો - main.sci.gov.in
- હોમ પેજ પર રીક્રૂઇટમેન્ટ પર ક્લિક કરો.
- નવું પેજ ઓપન થશે તેમાં “Apply for Court Assistant – Junior Translator” પર ક્લિક કરો.
- ત્યાર બાદ એપ્લિકેશન ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- હવે અરજી ફી ભરીને ફોર્મ સબમિટ કરો.
- તમારા ફોર્મને ડાઉનલોડ કરીને તેની એક પ્રિન્ટ તમારી પાસે રાખો.
જનરલ અને ઓબીસી કેટેગરીમાં આવતા ઉમેદવારોએ એપ્લિકેશન ફી તરીકે રૂ. 500 ચૂકવવાની રહેશે. આ ફી નોન-રીફન્ડેબલ હશે. જ્યારે એસસી, એસટી, અને એક્સ-સર્વિસમેન, PH અને સ્વાતંત્ર્ય સેનાની કેટેગરીના ઉમેદવારોને ફી પેટે રૂ. 250 ચૂકવવાના રહેશે.
અરજી કરતી વખતે ઓનલાઈન પેમેન્ટ ગેટવેથી પેમેન્ટ કરી શકાય છે. અરજી કરવાની છેલ્લી તારીખ 14 મે, 2022 રાત્રે 11:59 સુધી છે.
જુનિયર ટ્રાન્સલેટરની પોસ્ટ માટે લાયક બનવા માટે ઉમેદવારોએ દરેક રાઉન્ડમાં ઓછામાં ઓછા 60 ટકા અને સરેરાશ 60 ટકા માર્ક મેળવવા આવશ્યક છે. પરીક્ષાની તારીખો પછીથી જણાવવામાં આવશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર