Home /News /career /મન હોય તો માળવે જવાય, જ્યુસનો સ્ટોલ ખોલવા મજબૂર યુવાને ક્રેક કરી RPSC

મન હોય તો માળવે જવાય, જ્યુસનો સ્ટોલ ખોલવા મજબૂર યુવાને ક્રેક કરી RPSC

Bhawani Singh Bhati

Success Story: મહેનતનું ફળ મળે જ છે. આ વાતને આધારસૂત્ર માનીને આગળ વધનારા જોધપુરના યુવકે અંતે સફળતા મેળવી છે. કહેવાય છે કે નસીબ પણ બહાદુરોની તરફેણ કરે છે. જોધપુરના જ્યુસ વેચનાર યુવાને મજબુત ખંત અને ખુમારી સાથે જ્યુસ સ્ટોલથી RPSCની અનોખી સફર પુરી કરી છે.

વધુ જુઓ ...
 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
  મહેનતનું ફળ મળે જ છે. આ વાતને આધારસૂત્ર માનીને આગળ વધનારા જોધપુરના યુવકે અંતે સફળતા મેળવી છે. કહેવાય છે કે નસીબ પણ બહાદુરોની તરફેણ કરે છે. જોધપુરના જ્યુસ વેચનાર યુવાને મજબુત ખંત અને ખુમારી સાથે જ્યુસ સ્ટોલથી RPSCની અનોખી સફર પુરી કરી છે.

  આ વાત છે 27 વર્ષીય જ્યુસ વિક્રેતા ભવાની સિંઘ ભાટીની, જેમણે તાજેતરમાં RPSC દ્વારા આયોજિત શારીરિક તાલીમ પ્રશિક્ષક( Physical Training Instructor)ની પરીક્ષા પાસ કરી છે.

  આર્થિક સંકળામણ વચ્ચે ગુજરાન ચલાવવા ગ્રેજ્યુએશન બાદ સિંઘે જોધપુરમાં પ્રસિદ્ધ અશોકા બગીચાની સામે ઓર્ગેનિક જ્યુસનો સ્ટોલ શરૂ કર્યો જેથી તેઓ સ્વતંત્ર રીતે પગભર બની શકે. તેનું કહેવું છે કે, “હું જોધપુર નજીકના એક નાનકડા ગામમાંથી આવું છું. મારા ગ્રેજ્યુએશન પછી હું મારા માતા-પિતા પર નિર્ભર રહેવા નહોતો માંગતો. હું થોડા પૈસા કમાઈ શકું અને મારા ભણતર માટે ફંડ પૂરું પાડી શકું તે ઉદ્દેશ્ય સાથે આ જ્યુસ સ્ટોરની શરૂઆત કરી કરી છે.

  આ પણ વાંચો:  Job After 10th: 10મા પછી કરો આ શોટ ટર્મ કોર્ષ, મળી શકે છે 20 થી 30 હજારની નોકરી

  છેલ્લા કેટલાક વર્ષોમાં ભવાનીએ રાજસ્થાન અને કેન્દ્ર સરકારની વિવિધ 20થી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી હતી પરંતુ તેમાં કોઈ સફળતા નહોતી મળી. આ નિષ્ફળતાના વાદળો છતા તેણે જીવનમાં ક્યારેય આશાનું છોડી નહીં. જ્યુસ સ્ટોલની સાથે વધુ મહેનતથી પરીક્ષાની તૈયારી ચાલુ રાખી. કોમ્પિટીટિવ પરીક્ષાની તૈયારી માટે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું પણ શરૂ કર્યું હતું. તેમણે ઉત્કર્ષ એપ(Utkarsh App) પર આધાર રાખ્યો અને વધુ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ લેવાનું શરૂ કર્યું હતું. આ સિવાય તેમણે PTIની પરીક્ષા માટે મોક ટેસ્ટનો પણ પ્રયાસ કર્યો હતો.

  પરીક્ષાની તૈયારીઓ પર નજર કરીએ તો ભવાનીનો દિવસ સવારે 4 વાગ્યે શરૂ થતો હતો. તેઓ વહેલી સવારે જોગર્સ અને પ્રવાસીઓ માટે જ્યુસ તૈયાર કરવા જાગી જતા હતા. સ્ટોલ પરનું કામ તેમને સમગ્ર દિવસ દરમિયાન વ્યસ્ત રાખતું. પરંતુ બપોરના સમયે નાના-નાના બ્રેકનો ઉપયોગ તેઓ અભ્યાસ કરવા માટે કરતા હતા. મોડી સાંજે સ્ટોલ બંધ કર્યા પછી ઘરે અભ્યાસ કરતા હતા.

  આ પરીક્ષા પાસ કર્યા પછી તેણે કહ્યું કે, “મને વિશ્વાસ હતો કે સખત મહેનત મને ચોક્કસથી સફળ બનાવશે. મને આનંદ અને ખુશી છે કે હું આ પ્રતિષ્ઠિત પોસ્ટ માટે પસંદગી પામ્યો છું.

  આ પણ વાંચો:  UPSC Interview: શું બધા પ્રશ્નોના જવાબ આપવા જરૂરી છે? IAS બનવા માટે ઉપયોગી થશે આ ટિપ્સ

  PTIની જગ્યા માટે રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન (RPSC) પરીક્ષાઓનું આયોજન કરે છે. પરીક્ષા પાસ કરવા માટે ઉમેદવારોએ બે પેપર - પેપર 1 અને પેપર 2 પાસ કરવા જરૂરી છે. પસંદગી પામેલા ઉમેદવારોને અન્ય લાભો સાથે રૂ. 4200નો ગ્રેડ પે મળે છે.
  First published:

  Tags: Jobs and Career, Success story

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन