Home /News /career /IPS Manjari Jaruhar: 19 વર્ષની ઉંમરમાં લગ્ન અને પછી છૂટાછેડા, પડકારો પાર કરીને બન્યા IPS
IPS Manjari Jaruhar: 19 વર્ષની ઉંમરમાં લગ્ન અને પછી છૂટાછેડા, પડકારો પાર કરીને બન્યા IPS
નિવૃત્ત IPS મંજરી જરુહરની સફળ કહાની
IPS Manjari Jaruhar: વ્યક્તિ સફળ થાય તો તેમની સફળતાને જોવામાં આવતી હોય છે પરંતુ તેમણે જે પડકારોનો સામનો કર્યો હોય તે વધુ રસપ્રદ અને બીજા માટે પ્રેરણાદયી સાબિત થતા હોય છે. બિહારના નિવૃત્ત IPS મંજરી જરુહર સાથે જે થયું એને તેમણે તેમાંથી બહાર આવીને સફળતા હાંસલ કરી તે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે પ્રેરણાદાયી છે.
IPS Manjari Jaruhar success story: યુપીએસસીની ટોપ લેવલની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થનારી દરેક વ્યક્તિ વિશે જાણીને હાલ તૈયારી કરી રહેલા ઉમેદવારોના ઉત્સાહમાં વધારો થઈ શકે છે. સામાન્ય તકલીફોમાં પીછે હટ કરી દેનારા ઉમેદવારોને ફરી એકવાર જુસ્સા સાથે આગળ વધવાની પ્રેરણા મળે છે. આવી જ પ્રેરણાદાયી વાત આજે અમે આપને જણાવી રહ્યા છે. જેમાં તમને જાણવા મળશે કે પોતાના અંગત જીવનમાં આવેલા પડકારોને પાછળ છોડીને કઈ રીતે મંજરી ઝરુહર IPS બન્યા છે.
યુપીએસસી પાસ કરનારી દરેક વ્યક્તિ વિશેથી ઉમેદવારોને કંઈક નવું જાણવા મળતું જ હોય છે. દરેક વ્યક્તિની સફળતા જોવામાં આવતી હોય છે પરંતુ તે પાછળ તેમણે જે વ્યથા વેઠી હોય કે તેમણે જે પડકારોનો સામનો કર્યો હોય કે પછી ઉતાર-ચઢાવમાંથી પસાર થયા હોય તે પણ જાણવું જરુરી છે. આજની કહાની બિહારના પહેલા મહિલા IPS અધિકારી મંજરીની છે, જેમની પાસેથી તેમને નવી વાત શીખવા મળશે.
મહિલાઓના હકમાં કામ
મંજરીની કહાની માત્ર યુપીએસસી પાસ કરવા સુધી નથી, તેમણે આ સફળતા હાંસલ કરતા પહેલા પણ એક લડાઈ લડી હતી. જે લડાઈ પુરુષની માનસિકતા, સમાજ અને જે સમાજમાં પુરુષોને જ સર્વસ્વ માનવામાં આવે છે તેની સામેની હતી. આ મુદ્દાઓ સામે લડીને પોતાના પર વિતિ છે તેમાંથી શીખીને મહિલાઓના હક માટે લડવાનો તેમણે નિર્ણય કર્યો હતો.
મંજરી જરુહર હવે નિવૃત થઈ ગયા છે, સંપૂર્ણ કરિયરમાં તેમણે મહિલાઓની દુર્દશા જોઈ છે. પિતૃસત્તાત્મક સમાજની ક્રૂર પ્રથાઓ અને સ્ત્રીઓ પર આચરવામાં આવતી ક્રૂરતાને તેમણે નજીકથી જોઈ હતી. તેમણે પોતાના પરિવારમાં ઘણાં પુરુષ IAS અને IPS પદ જોયા હતા. તેમને મળતું માન-સન્માન જોયું હતું. આ પછી મંજરીએ પણ IPS બનવાનો નિર્ણય કર્યો હતો.
19 વર્ષની ઉંમરમાં કરાવી દેવાયા હતા લગ્ન
સમાજના બનાવેલા ઢાંચામાં મંજરીને ફીટ કરવાની કોશિશ પણ થઈ હતી, તેમને ઘરનું કામ શીખવવામાં આવ્યું. સ્કૂલમાં પણ તેમને કડવા અનુભવ થયા હતા. 19 વર્ષની ઉંમરમાં તેમના લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. પરંતુ તેમના લગ્ન તૂટી ગયા હતા. આ પછી મંજરીએ કોઈના પર નિર્ભર ન રહેવાનું શીખ્યું, પોતાના પગ પર ઉભા રહેવાનો નિર્ણય કર્યો.
1976માં યુપીએસસી પાસ કરીને સફળતા મેળવી
આ દરમિયાન તેમણે દિલ્હી આપીને ભણવાનું શરુ કર્યું અને 1976માં યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી. એ સમયે મંજરી જરુહર બિહારના પહેલા મહિલા IPS બન્યા હતા. નિવૃત્તિ પછી મંજરીએ કલમ પર હાથ અજમાવ્યો અને તેમણે એક પુસ્તક પણ લખ્યું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર