Home /News /career /સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી, કોલેજમાં ઘણા વિષયોમાં નાપાસ યુવાને UPSC CSEમાં AIR 48 મેળવ્યા

સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી, કોલેજમાં ઘણા વિષયોમાં નાપાસ યુવાને UPSC CSEમાં AIR 48 મેળવ્યા

અનુરાગે 8મી સુધી હિન્દી માધ્યમમાં અભ્યાસ કર્યો હતો

Success Story of Kumar Anurag:  યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની સિવિલ સર્વિસીસ પરીક્ષા (CSE)માં પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ થયા પછી કુમાર અનુરાગે 2018માં UPSC પરીક્ષામાં બીજા પ્રયાસમાં દેશમાં 48મો ક્રમ મેળવીને અનેકને પ્રેરણા આપી છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    Success Story of Kumar Anurag:  યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની સિવિલ સર્વિસીસ પરીક્ષા (CSE)માં પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ થયા પછી કુમાર અનુરાગે 2018માં UPSC પરીક્ષામાં બીજા પ્રયાસમાં દેશમાં 48મો ક્રમ મેળવીને અનેકને પ્રેરણા આપી છે. તેમના ગ્રેજ્યુએશન દરમિયાન ઘણા વિષયોમાં ફેલ થવા છતા તેમણે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન લીધું અને સાથે-સાથે યુપીએસસી સીએસઈની તૈયારી પણ કરી હતી.

    બિહારના કટિહાર જિલ્લાના વતની અનુરાગે 8મી સુધી હિન્દી માધ્યમમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે મીડિયમ માધ્યમ બદલી નાખ્યું અને મીડિયમમાં ફેરફારને કારણે તેમની સામે અનેક સમસ્યાઓ ઉભી થઈ પરંતુ તેમણે સખત મહેનત કરી અને ધો.10 અને 12માં સારા માર્ક્સ મેળવીને પ્રથમ પગથિયું પાર કર્યું હતુ.

    ત્યારપછી તેઓ વધુ અભ્યાસ માટે દિલ્હી આવ્યા હતા. 12મા ધોરણનો અભ્યાસ પૂરો કર્યા પછી IAS કુમાર અનુરાગ અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવા દિલ્હીની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સમાં એડમિશન લીધું હતું. તેમણે 2014માં SRCCમાંથી ગ્રેજ્યુએશન કર્યું અને 2016માં દિલ્હી સ્કૂલ ઑફ ઈકોનોમિક્સમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન પણ પૂર્ણ કર્યું હતું.

    આ પણ વાંચો:  કેટલી વાર આપી શકો છો UPSC ની પરીક્ષા? કેવી રીતે બની શકાય IAS, IPS, IFS, જાણો અહી

    અનુરાગે આ કપરા ચઢાણ અને સફળતાને વાગોળતા કહ્યું કે, આ તેમના જીવનનો એક એવો તબક્કો હતો જ્યારે તેમને અભ્યાસ કરવાનું પણ મન નહોતું થતું. ઘણા વિષયોમાં નાપાસ થવા છતા મક્કમ-મજબૂત મને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન લીધું. આ સાથે તેમની UPSC પરીક્ષાની તૈયારી પણ શરૂ થઈ ગઈ હતી.

    અનુરાગે સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરવા અંગે કહ્યું કે, તમારા જુના ભણતરને પાછળ છોડીને શૂન્યથી નવી શરૂઆત કરો. તમે જીવનના આ તબક્કે પણ શૂન્યથી શરૂ કરીને પણ ઊંચાઈ સુધી પહોંચી શકો છો. આ પરીક્ષામાં જરાય ઉતાવળ ન કરવી જોઈએ. દરેક વિષયનો ખૂબ જ ઊંડો અભ્યાસ કરવો જોઈએ. સખત મહેનત અને મજબૂત વ્યૂહરચના સાથે અભ્યાસ જ એકમાત્ર સફળતાની ચાવી છે.

    આ પણ  વાંચો:  SBIમાં 1400 થી વધુ ખાલી જગ્યાઓ માટે અરજી કરવાનો આવતી કાલે છેલ્લો દિવસ, જાણો કોણ કરી શકે છે અરજી

    2017 CSE મુખ્ય પરીક્ષામાં અનુરાગે UPSC CSEમાં ઈકોનોમિક્સના પેપર 1માં 158 ગુણ, અર્થશાસ્ત્રના પેપર 2માં 149 ગુણ મેળવ્યા હતા, જે તેનો પ્રથમ પ્રયાસ હતો. તેમના બીજા પ્રયાસ દરમિયાન CSE 2018માં તેમણે અર્થશાસ્ત્રના પેપર 1માં 159 અને અર્થશાસ્ત્રના પેપર 2 માં 155 માર્ક્સ મેળવ્યા હતા. હાલમાં તેઓ SDM, નાલંદા ખાતે ભારતીય વહીવટી સેવા(IAS) તરીકે સેવા આપી/ફરજ બજાવી રહ્યાં છે.
    First published:

    Tags: Jobs and Career, Success story

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन