Home /News /career /Success Story : ઝૂંપડપટ્ટીમાં બાળપણ, 16 ફ્રેક્ચર અને 8 સર્જરી બાદ બની IAS, રડાવી દેશે આ ખમીરવંતી યુવતીની ગાથા

Success Story : ઝૂંપડપટ્ટીમાં બાળપણ, 16 ફ્રેક્ચર અને 8 સર્જરી બાદ બની IAS, રડાવી દેશે આ ખમીરવંતી યુવતીની ગાથા

ઝૂંપડપટ્ટીમાં બાળપણ, 16 ફ્રેક્ચર અને 8 સર્જરી બાદ બની IAS

રાજસ્થાનના પાલીની રહેવાસી ઉમ્મુલ ખેર બાળપણથી જ વિકલાંગ હતી. તેના પરિવારના સભ્યો પણ તેનાથી દૂર રહેતા હતા પરંતુ તે આ પરિસ્થિતિઓથી ડરી નહીં. તેણે પોતાનું લક્ષ્ય પસંદ કર્યું અને તેને ધ્યાનમાં રાખી રસ્તો પણ તૈયાર કર્યો. તેણીએ આ સફરમાં દરેક મુશ્કેલીનો સામનો કર્યો અને UPSCની પરીક્ષા પાસ કરીને દરેક માટે રોલ મોડેલ બની છે.

વધુ જુઓ ...
  મહેનતના ફળ મીઠા હોય છે. મહેનત કરવાથી ગમે તેવી સમસ્યા દૂર કરીને આગળ વધી શકાય છે. આવો જ કિસ્સોIAS ઉમ્મુલ ખેર (Disabled IAS Officer)નો છે. રાજસ્થાનના પાલીની રહેવાસી ઉમ્મુલ ખેર બાળપણથી જ વિકલાંગ હતી. તેના પરિવારના સભ્યો પણ તેનાથી દૂર રહેતા હતા પરંતુ તે આ પરિસ્થિતિઓથી ડરી નહીં. તેણે પોતાનું લક્ષ્ય પસંદ કર્યું અને તેને ધ્યાનમાં રાખી રસ્તો પણ તૈયાર કર્યો. તેણીએ આ સફરમાં દરેક મુશ્કેલીનો સામનો કર્યો અને UPSCની પરીક્ષા પાસ કરીને દરેક માટે રોલ મોડેલ બની છે.

  ફ્રેક્ચર અને સર્જરીઓથી ભરેલું છે જીવન :

  ઉમ્મુલ ખેર રાજસ્થાનના પાલીમાં રહેતા ગરીબ મારવાડી પરિવારમાંથી આવે છે. તે બોન ફ્રેજીલ ડિસઓર્ડરથી પીડિત છે. આમાં શરીરના હાડકા નબળા પડી જાય છે. બોન ફ્રેજીલ ડિસઓર્ડરને કારણે ઉમ્મુલના હાડકાં ઘણીવાર તૂટી જતા હતા. તેણે જીવનમાં 16 ફ્રેક્ચર અને 8 સર્જરી કરાવી છે.

  આ પણ વાંચો:  Govt Jobs: RailTel માં વગર પરીક્ષાએ મેળવી શકો છો નૌકરી, બસ ખાલી આટલું કરવું પડશે કામ, તગડો મળશે પગાર

  બાળપણમાં તૂટ્યું ઘર :

  ઉમ્મુલના પરિવારમાં તેના માતા-પિતા અને ત્રણ ભાઈ-બહેન છે. જ્યારે તે ઘણી નાની હતી ત્યારે તેના પિતા પરિવાર સાથે દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેવા લાગ્યા હતા. તેના પિતા કપડાંની ફેરી કરતા હતા. ત્યારબાદ સરકારના આદેશ પર ત્યાંની ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવામાં આવી હતી. ત્યારબાદ તેનો પરિવાર ત્રિલોકપુરીના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેવા ગયો હતો.

  નવમા ધોરણમાં પરિવાર છોડ્યો :

  ઉમ્મુલ ખેરના પરિવારની આર્થિક સ્થિતિ ઘણી નબળી હતી. પરિવારનું ભરણપોષણ કરવા અને તેની ફી ચૂકવવા માટે તેણે ધોરણ 7થી ટ્યુશન ભણાવવાનું શરૂ કર્યું. જ્યારે તે 9મા ધોરણમાં હતી ત્યારે તેની માતાના અવસાન બાદ તેના પિતાએ બીજા લગ્ન કર્યા હતા. ઉમ્મુલની નવી માતાને તેનું શાળાએ જવું ગમતું ન હતું. તે પોતાનો અભ્યાસ છોડી શકતી ન હતી અને તેથી તે ઘર છોડીને એકલી રહેવા લાગી હતી.

  ભણતરમાં સ્થાપ્યા કીર્તિમાન :

  ઉમ્મુલે ધોરણ 10માં 91 ટકા અને ધોરણ 12માં 90 ટકા મેળવ્યા હતા. તેઓ દિલ્હી યુનિવર્સિટીની ગાર્ગી કોલેજમાંથી મનોવિજ્ઞાનમાં સ્નાતક થયા. પછી જેએનયુની સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝમાંથી MA અને MPhil કર્યું છે. 2014માં તેની જાપાનના ઇન્ટરનેશનલ લીડરશિપ ટ્રેનિંગ પ્રોગ્રામ માટે પસંદગી કરવામાં આવી હતી. 18 વર્ષના ઈતિહાસમાં ઉમ્મુલ આ માટે પસંદ થનારી ચોથી ભારતીય હતી. MPhil પછી ઉમ્મુલે JRF ક્લીયર કર્યું અને અહીંથી તેની આર્થિક સ્થિતિમાં યુ-ટર્ન આવ્યો.

  આ પણ વાંચો:  કેનેડિયન સરકારે ભારતીય વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઇન, અભ્યાસ અને કામને લઈને જાણો મહત્વની વાત

  જાતે બનાવી પોતાની મંજિલ :

  ઉમ્મુલ ખેરને જીવનમાં આર્થિક મુશ્કેલીઓ તો હતી જ, આ સાથે તે પરિવારથી પણ અલગ થઈ ગઈ હતી. તેણે પોતાનો રસ્તો જાતે નક્કી કર્યો અને IAS બનીને દરેક માટે ઉદાહરણ બની ગઈ છે. તેણે જેઆરએફ દરમિયાન યુપીએસસી પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. તેણે CSE 2016 પરીક્ષામાં તેના પ્રથમ પ્રયાસમાં 420મો રેન્ક(IAS Ummul Kher Rank) મેળવ્યો હતો.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Career and Jobs, Success story

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन